________________
(૬) પોતાનો સ્વભાવ તો જ્ઞાતાદ્રષ્ટા છે છતાં પોતે કેવળ દેખવા જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે; એ ઇષ્ટ-અનિષ્ટપણું માનવું તે મિથ્યા છે, કારણ કે કોઇ પણ પર પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ પલ નથી. પદાર્થોમાં જો ઇષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય તે સર્વેને ઇષ્ટરૂપ જ થાય તથા જે પદાર્થ અનિષ્ટરૂપ હોય તે સર્વેને અનિષ્ટરૂપ જ થાય. પણ એમ તો થતું નથી; માત્ર જીવ પોતે જ કલ્પના કરીને તેને ઇષ્ટ અનિષ્ટરૂપ માને છે. એ માન્યતા જૂદી છે, કલ્પિત છે. (૭) જીવ કોઇ પદાર્થના સદ્ભાવ તથા કોઇના અભાવને ઇચ્છે છે પણ તેનો સદભાવ કે અભાવે આ જીવનો કર્યો થતો નથી કારણ કે કોઇ દ્રવ્ય કોઇ અન્ય દ્રવ્યનું કે તેની પર્યાયનું કર્તા છે જ હિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાનાં સ્વરૂપે પોતાથી જ પરિણમે છે.
(૮) રાગાદિ ભાવો વડે મિથ્યાદ્રષ્ટિ જીવ તો સર્વ દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમવવા ઇચ્છે છે પણ તે સર્વ દ્રવ્યો જીવની ઇચ્છાને આધીન પરિણમતા નથી, તેથી તેને આકુળતા થાય છે. જો સર્વ કાર્ય જીવની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય તો જ વિરાકુળતા રહે, પણ એમ તો થઇ શકતું જ નથી. કારણ કે કોઇ દ્રવ્યનું પરિણમન કોઇ દ્રવ્યને આધીન નથી, માટે જીવને રાગાદિ ભાવ દૂર થાય તો જ નિરાકૂળતા થાય છે-એમ ન માનતાં પોતે પર દ્રવ્યોનો કર્તા, ભોકતા દાતા હર્તા આદિ છે અને પર દ્રવ્યથી પોતાને લાભ-નુકશાન થાય છે એમ માનવું તે મિથ્યા છે.
મિથ્યાદર્શનના બે પ્રકાર :મિથ્યાત્વના બે પ્રકાર છે-અગૃહીત મિથ્યાત્વ અને ગૃહીત મિથ્યાત્વ. અગૃહીત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પર દ્રવ્યનું કાંઇ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહીત મિથ્યાત્વ છે, જન્મ થયા પછી પરોપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રધ્ધા જીવ ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. અગૃહીત મિથ્યાત્વને નિસર્ગ જ મિથ્યાત્વ અને ગૃહીત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે. જેને ગૃહીત મિથ્યાત્વ હોય તેને તો અગૃહીત મિથ્યાત્વ હોય જ
૩૬૫
(૧) અગૃહીત મિથ્યાત્વ-શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી જીવની માન્યતા તે મિથ્યાત્વ છે, તે કોઇના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે.
(૨) ગૃહીત મિથ્યાત્વ=ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટા શાસ્ત્રોની શ્રધ્ધા તે ગૃહીત મિથ્યાત્વ છે.
મિથ્યાદર્શનની ટૂંકી વ્યાખ્યાઓ :(૧) સ્વ-પર એકત્વ દર્શન (૨) પરની કર્તૃત્વ
બુધ્ધિ (૩) પર્યાય બુધ્ધિ (૪) વ્યવહાર-વિમૂઢ (૫) અતત્ત્વશ્રધ્ધાન (૬) પોતાના સ્વરૂપની ભ્રમણા (૭) રાગથી શુભભાવથી આત્માને લાભ થાય એવી બુધ્ધિ (૮) બહિર દષ્ટિ (૯) વિપરીત રુચિ (૧૦) વસ્તુસ્વરૂપ ન હોય તેમ માનવું હોય તેમ ન માનવું (૧૧) અવિદ્યા (૧૨) પરથી લાભ નુકશાન થાય એવી માન્યતા (૧૩) અનાદિ અનંત ચૈતન્ય માત્ર ત્રિકાળી આત્માને ન માનવો પણ વિકાર જેટલો જ આત્મા માનવો. (૧૪) વિપરીત અભિપ્રાય (૧૫) પર સમય (૧૬) પર્યાય મૂઢ (૧૭) શરીરની ક્રિયા જીવ કરી શકે તેવી માન્યતા (૧૮) પર દ્રવ્યોની વ્યવસ્થા કરનાર તથા તેનો કર્તા, ભોકતા, દાતા, હર્તા જીવને માનવો (૧૯) જીવને જ ન માનવો (૨૦) નિમિત્તાધીન ષ્ટિ (૨૧) પરાશ્રયે લાભ થાય એવી માન્યતા (૨૨) શરીરાશ્રિત ક્રિયાથી લાભ થાય એવી માન્યતા (૨૩) સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની અશ્રધ્ધા (૨૪) વ્યવહારનય ખરેખર આદરણીય હોવાની માન્યતા (૨૫) શુભાશુભભાવનું સ્વામીત્વ (૨૬) શુભ વિકલ્પની આત્માને લાભ થાય એવી માન્યતા (૨૭) વ્યવહાર રત્નત્રય કરતાં કરતાં નિશ્ચયરત્નત્રય પ્રગટે એવી માન્યતા (૨૮) શુભ-અશુભમાં સરખાપણું ન માનવું તે અર્થાત્ શુભ સારાં અને અશુભ ખરાબ એવી માન્યતા (૨૯) મનુષ્ય અને તિર્થંચ પ્રત્યે મમત્વબુધ્ધિથી કરુણા થવી તે. મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર પરને અને પોતાને એક માનવું તે મિથ્યાદર્શન છે. પર ને અને પોતાને એક જાણવું તે મિથ્યાજ્ઞાન છે, પર સામે એકરૂપ લીનતા કરવી તે મિથ્યાચારિત્ર છે.