________________
મહાવીર તીર્થંકર માતાની કુંખમાં હતા ત્યારે, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા. મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન, અને ચક્ષુ-અચક્ષુ અને અવિધ એ ત્રણ દર્શન, સહિત હતા. મતલબ કે તેઓ આત્મજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન અને અતિન્સિય દર્શન સાથે જ લઇને, ગર્ભમાં આવ્યા હતા.
મહાવીર પ્રભુ :અષાઢ વદી એકમ એટલે બેસતું વર્ષ છે. સનાતન જૈન ધર્મમાં અષાઢ વદી એકમ બેસતું વર્ષ છે.પૂર્ણિમા એટલે પૂર્ણ માસ. ત્યારે મહિનો પૂરો થાય છે. અમાસ એટલે અર્ધમાસ. ત્રિકાળ નિયમ પ્રમાણે આજે બેસતું નવું વર્ષ છે.
આ દિવસે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ છે. તેમને વૈશાખ સુદ દસમે કેવળજ્ઞાન પ્રગટયું હતું તે વખતે ઇન્દ્રોએ સમવસરણુની અદભુત રચના કરેલી. તેને ધર્મસભા કહેવાય છે. ત્યાં એકી સાથે અનેક દેવદેવીઓ, મનુષ્યો, તિર્યંચો ધર્મ સાંભળવા આવે છે, એવી ધર્મસભાની રચના તો થઇ, પણ સંશોધન કરે છે. એ સંશોધનના સારરૂપ નિજ આત્મહિતનું શ્રેય સમજતાં એ જિજ્ઞાસુ સાધક બની રહે છે. જે માનવજીવનના અંત સુધી ટકી રહે છે. આ માનવજીવનની ટૂંકમાં કારકિર્દી બની રહે છે.
મહાવીર પ્રભુનો જન્મ :વિક્રમ સંવત ૫૪૨ વર્ષ પૂર્વે ચૈત્ર સુદ તેરસના જન્મ અને ર્નિવાણ વિક્રમ સંવત ૪૭૦ વર્ષ પૂર્વે આસો વદી અમાસ . ૭૨ વર્ષનું આયુ. મહાવીર ભગવાન શ્રી ભગવાન શ્રી મહાવીર દેવનો જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ને દિવસે થયો. કારતક વદી દશમ તપ કલ્યાણક (દીક્ષા) છે. તે પ્રભુ દીક્ષિત થઇને સંસારથી નિવૃત્ત થઇને નગ્ન નિગ્રંથપદ મુનિપણું ધારણ કરે છે તે વખતે સીધું સાતમું ગુણસ્થાનક પ્રગટે છે. પ્રભુ દીક્ષિત થઇને ધ્યાનમાં સ્થિર થાય છે કે તુરત ૭મી ભૂમિકા-અપ્રમત્ત દશા પામે છે. અને ત્યાં જ ચોથું મન:પર્યય જ્ઞાન પ્રગટે છે. રાગ અને રાગનું નિમિત્ત ટળ્યું કે સાથે જ જ્ઞાનની નિર્મળતા ઉજજવળતા પ્રગટ થઇ. જ્ઞાન ધ્યાનની સ્થિરતા, ઇચ્છા, નિરોધ, તપ એવી અપ્રમત દશામાં સાડા બાર વર્ષ સુધી ભગવાન મસ્ત રહ્યા. ઋજુવાલિકા નદી કિનારે શામલી વૃક્ષ પાસે ભગવાન નિગ્રંથ જ્ઞાનની એકાગ્રતામાં શુક્લ ધ્યાનની શ્રેણીમાં હતા પ્રથમ ધ્યાનમાં અલ્પ વિકલ્પ છે.
૭૪૯
બીજા શુક્લ ધ્યાનની શ્રેણીમાં તદ્દન નિર્વિકલ્પ જ્ઞાનની સ્થિરતા થતાં વૈશાખ સુદ દશમને દિવસે સર્વજ્ઞતા-ત્રિકાળજ્ઞાન-પ્રગટ થયું. પછી છાસઠ દિવસ વાણી બંધ રહી છે. તેનું કારણ ધર્મસભામાં ગણધર પદવી ધારણ કરવાની યોગ્યતાવાળો કોઇ જીવ ન હતો. તે ગણધર મુનિની ઉત્કૃષ્ટ શક્તિ હોય છે. અલ્પ શબ્દોમાં ઘણું સમજી શકે છે. ભગવાન મહાવીર પ્રભુનો મોક્ષ કલ્યાણક દિવસ. આસો વદી અમાસ એટલે ચૌદશની રાતનો પાછલો ભાગ છે. તે વખતે પાવાપુરી ક્ષેત્રે ભગવાન સર્વ કર્મ કલંક રહિત પૂર્ણ શુધ્ધતા વડે મોક્ષદશાને પામ્યા.
જીવન મુકત દશા તો વીશ વર્ષ પહેલાં પામ્યા હતા અને બોંતેરમે વર્ષે પૂર્ણમુકત દશાને પામ્યા. તે પરમ કલ્યાણકારનો મહિમાવંત દિવસ દીવાળીને દિવસે છે.
ત્રણ પ્રકારની પદવી પણે અંતિમ શરીરની અવસ્થા છોડીને મોક્ષે જવાય છે. (૧) ભગવાનની સર્વોત્કૃષ્ટ તીર્થંકર પદવી.
(૨)
ગણધર પદવી
(૩) સામાન્ય કેવળી ભગવાન એ ત્રણ અવસ્થાના પુણ્યભાવની તારતમ્યતાથી મુખ્યપણે છે.
(૧) જે ત્રિલોકનાથનું બિરુદ ધરાવે છે. એવું તીર્થંકરનામ કર્મ બંધાઇ જવાનું કારણ એ છે કે શુધ્ધ આત્મ સ્વરૂપની ભાનસહિતની દશામાં એટલે કે સમ્યજ્ઞાનદશામાં એવો પ્રશસ્ત રાગભાવ હોય છે
કે સર્વ જીવોને આત્મ ધર્મ પમાડું એટલે કે નિશ્ચય તો મારો આત્મા શીઘ્ર પૂર્ણ શુધ્ધતાને પામી જાય; એ ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામ છે તેમાં એવી યોગ્યતાવાન જીવને એવું પુણ્ય બંધાય છે કે તે જગતને પરમ ઉપકારી થાય છે.
(૨) ગણધર ભગવ થવાનું કારણ મારા કુટુમ્બને આત્મધર્મ પમાડું અને પક્ષનો શુભ વિકલ્પ વિવેક સહિત આવે છે, તેથી પુણ્યપદની અપેક્ષાએ તીર્થંકર ભગવાનથી ન્યૂન પદવીનો યોગ થાય છે.