________________
(૪)શ્રોત્રેન્દ્રિય =જેના દ્વારા સાત પ્રકારના સ્વરો-પ૪, ઋષભ, ગાંધાર,
મધયમ, પંચમ, ધવત, નિષાદોનો સમૂહનું જ્ઞાન થાય તેને શ્રોત્રેન્દ્રિય કહે
(૫)રસનેન્દ્રિય =જેના દ્વારા પાંચ પ્રકારના રસ-ખારો, ખાટો, કડવો, ગળ્યો
અને કડછો સ્વાદનું જ્ઞાન થાય તેને રસનેન્દ્રિય કહે છે. કયા કયા જીવોને કઇ કઇ ઇન્દ્રિયો હોય છે? (૧) એકેન્દ્રિયજીવ=પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અને વનસ્પતિને એક સ્પર્શેન્દ્રિય
જ હોય છે. (૨) બે ઈન્દ્રિયજીવ કૃમિ વગરે જીવોને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો હોય
(૩) ત્રણ ઇન્દ્રિયજીવ = કીડી વગરે જીવોને સ્પર્શન, રસના અને ધાણ એ ત્રણ
ઇન્દ્રિયો હોય છે. (૪) ચૌરેન્દ્રિય જીવ= ભ્રમર, માખી વગેરેને શ્રોત્રેન્દ્રિય સિવાયની ચાર ઇન્દ્રિયો
હોય છે. (૫) પંચેન્દ્રિય જીવ = ઘોડા-ગાય આદિ પશુ, મનુષ્ય, દેવ અને નારકી જીવોને
પાંચ ઇન્દ્રિયો હોય છે. માર્ગણાસ્થાનો (૧) ગતિ, (૨) ઈન્દ્રિય,(૩) કા૫,(૪) યોગ,(૫) વેદ,(૬)
કષાય,(૭) જ્ઞાન, (૮) સંયમ(૯) દર્શન(૧૦) વેશ્યા,(૧૧) ભવ્ય, (૧૨)
સમ્યત્વ,(૧૩) સંજ્ઞા અને (૧૪) આહાર (૧) ગતિ
આ શરીર છે તે ગતિ નથી અંદર ગતિનો જે વિશેષ ભાવ -ઉદયભાવ છે તે ગતિ છે. મનુષ્ય, દેવ, તિર્યચ, અને નરકગતિના પરિણામ જીવના છે. પરંતુ તે વિકારી પરિણામ હોવાથી ત્રિકાળ સ્વભાવની દૃષ્ટિ થતાં છૂટી જાય છે.
માટે તે પરિણામ પુદ્ગલનાં છે એમ કહ્યું છે. (૨) ઈન્દ્રિય
ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય તે બધીય પુગલના પરિણામ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય મહાપ્રભુ છે. જેની અપેક્ષાએ ભાવેન્દ્રિયને પણ પગલના
૭૫૩ પરિણામ કહ્યા છે. આ દ્રવ્યેન્દ્રિય બાપ્રભુ છે. જેની અપેક્ષાએ ભાવેન્દ્રિયને પણ પુગલના પરિણામ કહ્યા છે. આ દ્રવ્યનિદ્રય છે એ તો જડ પુદ્ગલરૂપ જ છે. પણ જે ભાવેન્દ્રિય છે તે પર્યાય અપેક્ષાએ જીવના જ પરિણામ છે. પરંતુ દ્રવ્યદૃષ્ટિથી જોતાં ભાવન્દ્રિયનું સ્વરૂષ ત્રિકાળી અતીન્દ્રિય સ્વભાવમાં નથી અને તે નીકળી જાય છે. માટે ભાવેન્દ્રિય પુદ્ગલનાં પરિણામ છે. બીજી રીતે કહીએ તો ભાવેન્દ્રિયના પરિણામ પોતાથી જ છે, જેમાં કર્મના ક્ષયોપશમનિ મિત્તપણું છે. આમ ભાવેન્દ્રિયના પરિણામ એ કારણથી થયા છે. એમ કહ્યું ત્યાં પ્રમાણજ્ઞાન નો વિષય બતાવવા કહ્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. ઈન્દ્રિય ખં-ખંડ જ્ઞાનને જણાવે છે, પૂર્ણ આત્માને નહિ. જેથી તે પરણેય છે. ઈન્દ્રિયનો વિષય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે શાયકનું પરણેય છે. ઈન્દ્રિયને જાતવી એટલે શું ? (૧) ભાવેન્દ્રિય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે (૨) ઈન્દ્રિય જડ છે તે (૩) અને વિષયો જે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ છે તે બધા પરણેયપદ્રવ્ય-ઈન્દ્રિય છે. જે ત્રણેયને જીતવા એટલે કે તેનાથી અધિક-ભિન્ન એક
જ્ઞાયકભાવને જાણવો તે ઈન્દ્રિયોનું જીતવું છે. (૩) કામ
આ બાહ્ય શરીરને એમાં ન લેવું, પણ અંદર યોગ્યતા છે તે લેવી. આ કામ છે
તે જીવને નથી કેમ કે તે પુલના પરિણામમય છે. (૪) યોગ
યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તે જે અંદર આત્મામાં યોગની ક્રિયા
કંપન થાય છે તે જીવને નથી, કેમ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે. (૫) વેદ
પુરુષ-સ્ત્રી-નપુસંક આદિ જે ત્રણ પુકારના વેદના પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે તેથી પોતાથી થાય છે. જેને પરની અપેક્ષા નથી.તેમજ દ્રવ્યગુણની અપેક્ષા નથી. દ્રવ્ય-ગુણની અપેક્ષા તેને કેમ હોય ? કારણ કે દ્રવ્યગુણ તો શુદ્ધ છે અને પરની અપેક્ષા પણ કેમ હોય ? કારણ કે પર તો ભિન્ન છે. તો પછી બે કારણ કેમ કહ્યા છે ? એ તો પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યું છે.