________________
૭૩૭
જુદો જે ખાટલામાં સુનારો પુરુષ તેની જેમ કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપે જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં
ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. મત્સર : ઇર્ષા, અદેખાઇ મત્સરભાવ :અદેખાઇપણું ; ઇર્ષાભાવ બતાગ્રહ મારાપણાના પક્ષની બુદ્ધિ (૨) લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યામત
તે, કળધર્મ, મિથ્યાપક્ષ પતિશાન શું કારણે થાય છે? :ક્ષાયોપથમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને
અનુસરીને જ્ઞાન થાય છે, જ્ઞાન થવાનું એ કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે. વસ્તુને અનુસરીને થતું નથી, તેથી વસ્તુ જ્ઞાન
થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. મર્દન કરી કરીને કચરી કચરીને, દબાવી દબાવીને મધ્યપાત્ર :મધ્યમ યોગ્યતાવાળા જીવો; જે મુમુક્ષુ જનોએ શબ્દ, રસ, સ્પર્શ આદિ
પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાંથી ભોગાસકિત ટાળી વિષયો પ્રત્યે જતી મનની વૃત્તિને રોકીને ઇન્દ્રિય સંયમ સાધ્યો છે, તેમજ સ્વરૂપસ્થિરતારૂપ પરમાર્થ સંયમના સાધનો સત્સંગ, સન્શાસ્ત્ર, સબ્બોધ આદિ પ્રત્યે જેને રુચિ પ્રગટી છે. અને આત્માથી સૌ હીન એવી દ્રઢ સમજણ તથા પ્રતીતિ થવાથી જગતની વિસ્મૃતિ કરવી અને સલૂના ચરણમાં રહેવું એ રૂપ આત્માની ઉપાસના એ જ સર્વોપરી કર્તવ્ય ભાસ્યું છે, દઢ મનાયું છે, અને તેથી જગત, જગતના ભાવો, સાંસારિક પ્રવૃત્તિ એ સર્વ બંધનના કારણ જાણી, તે ઇઝ રૂપ નથી, એમ દઢ થવાથી તે પ્રત્યે ત્યાગ, વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપેક્ષાભાવ જાગૃત થયો છે, એવા આત્માર્થ સન્મુખ મહાભાગ્ય નિરારંભી નિગ્રંથ
મોક્ષાર્થી જનો મધ્યપાત્ર, મધ્યમ યોગ્યતાવાળા જાણવા યોગ્ય છે. મધ્યમ અને જઘન્ય અંતરાત્મા જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે, ત્રણ
કષાયરહિત, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મને અંગીકાર કરી, અંતરંગમાં તો શુદ્ધપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની રાગદ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભોપયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, |
એવી અંતરંગ દશા સહિત, બાહ્ય દિગમ્બર સૌમ્યમુદ્રા ધારી થયા છે. અને છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનકના કાળે ૨૮ મૂળગુણને અખંડિત પાળે છે, તેઓ તથા જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખાનીય બે કષાયના અભાવ સહિત, સમ્યગ્દષ્ટિ શ્રાવક છે, તે મધ્યમ અંતરાત્મા છે, અર્થાત્ છઠ્ઠા અને પાંચમા ગુણસ્થાન વર્તી જીવ મધ્યમ અંતરાત્મા છે. (શ્રાવકના ગુણોથી યુક્ત એ પ્રમત્તવિરત મુનિ મધ્યમ અંતરાત્મા છે. (સ્વામી
કાર્તિકેયાનું પ્રેત્રક્ષા ગાથા ૧૯૬)). મધ્યપ્રદશા :ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીની દશા; સાધક દશા મધ્યસ્થ કવચમાં (૨) પક્ષપાત રહિત; નિશ્ચિયનય અને વ્યવહારનયના પક્ષપાત
રહિત. જો તું જિનમતમાં પ્રવર્તે છે તો વ્યવહાર અને નિશ્ચયને ન છોડ. જો નિશ્ચયનો પક્ષપાતી થઇ વ્યવહારને છોડીશ તો રત્નત્રયસ્વરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. અને જો વ્યવહારનો પક્ષપાતી થઇ નિશ્ચયને છોડીશ તો શુધ્ધ તત્ત્વસ્વરૂપનો અનુભવ નહિ થાય. તેથી પહેલાં વ્યવહાર-નિશ્ચયને બરાબર જાણી પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા, પક્ષપાતી ન થવું એ જ ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે. પ્રશ્નઃ જે નિશ્ચય વ્યવહારના જાણપણારૂપ ગુણ વિકતાનો કહ્યો હતો તે જ
શ્રોતાનો કહ્યો, તેમાં વિશેષ શું આવ્યું ? ઉત્તર : જે ગુણ વક્તામાં અધિકપણે હોય તે જ શ્રોતામાં હીનતા પણે થોડા
અંશે હોય છે. મધ્યસ્થતા સખ્યત્વગુણ (૨) ઉદાસીનતા, મમતાનો અભાવ, આ બે દર્શનમોહ
(મિથ્યાત્વ) ના નાશનો ઉપાય છે. (૩) નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા મધ્યસ્થપણે રાગદ્વેષ રહિતપણે, તટસ્થપણે, નિષ્પક્ષપાતપણે. બતના બળામાં અનંતવાર વેચાયો છે પહેલાં શાકવાળા શાક સાથે છોકરાને
મફતમાં મૂળો આપતા, એ મૂળામાં તું અનંતવાર જન્મમરણ કરી ચૂકયો છે. પણ બધું ભૂલી ગયો છે. અહીં યાદ કરાવીને કહે છે કે પ્રભુ ! તું તારા ભગવાનને સંભાળ.