________________
મન:પર્યરૂપ :આ આત્મા, મન:પર્યય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં પરમનોગત
મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે મનઃપર્યયજ્ઞાન છે. ઋજુમતિ અને વિપુલમતિ એવા ભેદો વડે મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં વિપુલમમિત મનઃપર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી પદાર્થને, વક્ર તેમજ અવક્ર બન્નેને જાણે છે અને ઋજુમતિ મન:પર્યય જ્ઞાન તો ૠજુને (અવક્રને) જ જાણે. નર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમ દેહી મુનિઓને વિપુલમતિ મન:પર્યયજ્ઞાન હોય છે. આ બંન્ને મન:પર્યય જ્ઞાનો વીતરાગ આત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-ણનુષ્ઠાનની ભાવના સહિત પર્દર પ્રમાદ રહિત અપ્રમત મુનિને ઉપયોગમાં વિશુદ્ધ પરિમામમાં ઉત્પન્ન થાય છે. અહી મન:પર્યયજ્ઞાનના ઉત્પાદકાળે જ અપ્રમત્તપણફાનો નિયમ છે, પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે.
મનન માનવું તે, જાણવું તે. (૨) મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. (૩) મનથી ચિંતન (૪) એકાગ્રતા
અનને કેમ જીતાય ? :વળી મનના નિમિત્તે જે કંપન થાય છે, તેને અનુસરીને યોગપણે થવાની યોગ્યતા, પોતાની છે. તે ભાવ્ય-ભાવક સંકરદોષ જેટલા અંશે સ્વભાવને અનુસરવામાં આવે, તેટલા અંશે ટળી જાય છે. પંડિત જયચંદજીએ લખ્યું છે કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને, સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ, અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ, ક્ષય થઈ ગયો હોય છે, તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.
મનન કરવું :વાંચેલા પાઠ પર ચિંતન કરવું, તેમાંથી હેય,ક્ષેય અને ઉપાદેય શું છે તેની તારવણી કરવી.
મનને નિર્વિકલ્પ કરવાની રીત ઇન્દ્રિયોને વ્યાપાર રહિત અને મનને નિર્વિકલ્પ કરવનો અભ્યાસ બરાબર વધારતા રહેવું જોઇએ. મનમાં જયારે રાગદ્વેષાદિની ક્રોધ-માન-માયા-લોભ-કામ-મોહ-શોક
૭૪૩
ભયાદિની લહરો ન ઉઠે ત્યારે જ મન નિર્વિકલ્પ (સ્થિર) થાય છે. અને આવા સ્થિર મનવાળો યોગી સાધક જ આત્મતત્વના દર્શનનો અધિકારી થાય છે. બીજો કોઇ નહિ.
મનને વશ કરવાનાં સાધનો અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.
મનને આમળો :મનને સંકલ્પ વિકલ્પરૂપ જાળામાં ગૂંચવવારૂપ આમળો કિવા અવળો વળ છે. જે મનને મોક્ષરૂપ પરમપદમાં પ્રગતિ માટે નિર્વિકલ્પ સમાધિપ્રદ મદદરૂપ ન થાય પણ મન તેમાં જ ઘેંચાઈ રહી સંકલ્પ વિકલ્પની વૃદ્ધિથી સ્વહિત ચૂકી જાય.
મનનો નિરોધ :મન જેનું મૂળ છે એવી ચંચળતાનો વિલય
મન્મથ કામદેવ
મન્થનદંડ રવૈયો
મનોશ :મનને જાણનાર; સુંદર; રમ્ય; મનોહર મનોશ :મનપસંદ; સુંદર
મનોગત મનમાં રહેલા
મનોષ્ઠિ :મન તરફ ઉપયોગ ન જતાં આત્મામાં જ લીનતા મનોજ્ય નિશ્ચિતપણે આત્માનુભુતિરૂપ મનોજય છે. મનોમુંડન :મનમાંથી વસ્તુઓની મમતા છૂટી જવી જોઇએ. મનોશ :સુંદર, રમ્ય, મનોહર
મનોવર્ગણા જે વર્ગણાથી (પુદગલસુંધથી) અષ્ટદળ કમળના આકારે દ્રવ્યમનની
રચના થાય તેને મનોવર્ગણા કહે છે.
જે વર્ગણા મનરૂપે પરિણમે તેને મનોવર્ગણા કહે છે. મનોસંચમ :મનઃસંક્ષેપતા, મનઃસ્થિરતા, આત્મચિંતનતા.
સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્ય=સંયમિત દેહ. ક્ષેત્ર=નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર.