________________
મદ નામના આઠ દોષ ઃપિતાના ગોત્રને કુળ અને માતાના ગોત્રને જાતિ કહે છે. (૧) કુળ મદ=પિતૃપક્ષના રાજા વગેરે પિતા વગેરે પ્રતાપી પુરુષ હોવાથી (હું રાજકુમાર છું વગેરે) અભિમાન કરવું તે કુળમદ છે.
(૨) જાતિમદ=મામા વગરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી વ્યકિત હોવાનું અભિમાન કરવું તે જાતિમદ છે.
(૩) રૂપમદ =શરીરની સુંદરતાનો ગર્વ કરવો તે રૂપમદ છે.
(૪)
(૫)
(૬)
(૭)
જ્ઞાન (વિદ્યા) મદ=પોતાની વિદ્યા (કલા-કૌશલ્ય અથવા શાસ્ત્રજ્ઞાન) તેનું અભિમાન કરવું તે જ્ઞાન (વિદ્યા) મદ છે.
ધન (ઋદ્ધિ) મદ= પોતાના ધન-દોલતનો ગર્વ કરવો તે ધન (ઋદ્ધિ)નો મદ છે.
બલમદ=પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો તેને બલમદ કહે છે.
તપમદ=પોતાના વ્રત, ઉપવાસ, વગેરે તપનો ગર્વ કરવો તે તપમદ કહે છે. (૮) પ્રભુતા (પૂજા) મદ=પોતાની મોટાઇ અને આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા (પૂજા) મદ કહેવાય છે.
(૧) કુલ (૨) જાતિ (૩)રૂપ(શરીર) (૪) જ્ઞાન (વિદ્યા) (૫) ધન (ઋદ્ધિ) (૬) બલ (૭) તપ (૮) પ્રભુતા (પૂજા) આ આઠ મદદોષ કહેવાય છે. જે જીવ આ આઠનો ગર્વ કરતો નથી તે જ જીવ આત્માની પ્રતીતિ (શુધ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ) કરી શકે છે. જે તેનો ગર્વ કરે છે તો એ મદ સમ્યગ્દર્શનના આઠ દોષ થઇને દૂષિત કરે છે.
ખદ નામના આઠ દોષ :કુલમદ, જાતિમદ, જ્ઞાન-વિદ્યામદ, રૂપમદ, ધન(ઋદ્ધિ)મદ, બલમદ, તપમદ અને પ્રભુતા મદ આ પ્રકારે આઠ મદ છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છેઃ
(૧) કુલમદ-પિતાના ગોત્રનેકુળ પિતા વગેરે પિતૃપક્ષના (રાજા) વગેરે પ્રતાપી પુરુષ હોવાથી હું રાજકુમાર છું વગેરે અભિમાન કરવું તે કુળમદ છે. (૨) જાતિમદ=માતાના ગોત્રને જાતિ કહે છે. મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી વ્યકિત હોવાનું અભિમાન કરવું તે જાતિમદ છે. (૩) રૂપમદ=શરીરની સુંદરતાનો ગર્વ કરવો તે રૂપમદ છે.
૭૪૧
(૪) જ્ઞાન-વિદ્યામદ=પોતાની વિદ્યા-કલા કૌશલ્ય અથવા શાસ્ત્ર (જ્ઞાન)નું અભિમાન કરવું તે જ્ઞાન (વિદ્યા) મદ છે.
(૫) ધન(ધ) મદ=પોતાના ધન-દોલતનો ગર્વ કરવો તેને ધન (ૠધ્ધિ) મદ કહે છે.
બલમદ=પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો તેને બલમદ કહે છે. તપમદ=પોતાના વ્રત, ઉપવાસ વગેરે તપનો ગર્વ કરવો તે તપમદ છે. પ્રભુના (પૂજા) મદ= પોતાની મોટાઇ અને આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા (પૂજા) મદ કહેવાય છે.
જે જીવ આ આઠનો ગર્વ કરતો નથી તે જ જીવ આત્માની પ્રતીતિ (શુધ્ધ સમ્યત્વની પ્રાપ્તિ) કરી શકે છે. જો તેનો ગર્વ કરે છે તો એ મદ સમ્યગ્દર્શનના આઠ દોષ થઇને તેને દૂષિત કરે છે.
મન :મતિ, બુદ્ધિ, ભાવ, પરિણામ (૨) મન આત્મા નથી. અન્ય છે. મન રૂપી છે. મન અચિત્ છે. મન અજીવ છે. (૩) ચંચળતા (૪) ચિત્ત, પરિણતિ, ભાવ (૫) મતિ, બુદ્ધિ, ભાવ, પરિણામ. (૬) મન છે એ કેમ મનાય ? ઉત્તર : જો જ્ઞાન એકલું સ્વતંત્ર કાર્ય કરતું હોય તો પરાવલંબન ન હોય ને ક્રમ પણ ન પડે, પણ જયારે વિચારમાં ક્રમ પડે છે ત્યારે મનનું નિમિત્ત હોય છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું જ્ઞાન થાય છે, તે ઇન્દ્રિયો સંબંધીનો જ્ઞાનોપયોગ બંધ કરી, અંદર વિચાર કરતાં એક પછી એક ક્રમપૂર્વક વિચાર આવે છે ત્યારે ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ નથી, છતાં વિચારમાં ક્રમ પડે છે તે પરાવલંબન સિધ્ધ કરે છે, તે પરાવલંબનરૂપ દ્રવ્ય મન છે. તે વિચારમાં મદદ કરતું નથી, માત્ર નિમિત્ત થાય છે જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવ વડે જ જાણે છે. પર વસ્તુ આત્માને મદદ કરી શકે જ નહિ. (૭) જો જ્ઞાન એકલું સ્વતંત્ર કાર્ય કરતું હોય તો પરાવલંબન ન હોય ને ક્રમ પણ ન પડે, પણ જયારે વિચારમાં ક્રમ પડે છે. ત્યારે મનનું નિમિત્ત હોય છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો સંબંધીનો જ્ઞાનોપયોગ બંધ કરી, અંદર વિચાર કરતાં એક પછી એક ક્રમપૂર્વક વિચાર આવે છે ત્યારે ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ નથી, છતાં વિચારમાં ક્રમ પડે છે તે પરાવલંબન સિધ્ધ કરે છે. ને પરાવલંબન દ્રવ્ય-મન છે. તે
(૬)
(૭)
(૮)