________________
પ્રકાશથી સ્પષ્ટ ભિન દેખવામાં આવે છે. એવું આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંતવાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાન પ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાન પ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે. ભાઇ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઇત્યાદિ બધાં થોથાં છે. અહો! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાન પ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાન પ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આમવસ્તુનું એકપણું કષાયચફસાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઇ ગયું છે, દયા, દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં) ભગવાન આત્માનું એકપણું ઢંકાઇ ગયું છે.-અહાહા ભેદજ્ઞાન પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતા ઢંકાઇ ગઇ છે, રાગની એકત્વ બધ્ધિ આડે એ નજરમાં આવતી નથી. રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડે જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજયોતિ ઢંકાઇ ગઇ છે, પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્ય ચમત્કાર વસ્તુ પડી છે. તેને કદી જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહી જાણતો હોવાથી તથા આત્માને
૭૨૯ જાણનાર સંતો-જ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. (૧૨) જ્ઞાનીને આત્માની ઓળખાણ થાય કે હું ચિદાનંદ અખંડ જ્ઞાનપિંડ આત્મા છું, તે સિવાય કોઇ પણ પર દ્રવ્ય મારું નથી. તે પર દ્રવ્યનું કોઇ પણ કર્તવ્ય મારું નથી. હું પર દ્રવ્યનો કર્તા નથી. હું તો મારા સ્વભાવનો જ કર્તા છું એવું સમ્યજ્ઞાન થાય. પછી જેટલો જેટલો સ્વરૂપમાં એકાગ્ર થાય તેટલો તેટલો રાગ-દ્વેષથી છૂટે, અને જેટલો જેટલો રાગ-દ્વેષથી છૂટે તેટલો તેટલો સ્વરૂપમાં એકાગ્ર થાય, જેટલો જેટલો સ્વરૂપમાં સ્થિર થાય તેટલી તેટલી અસ્થિરતા ટળે અને જેટલી જેટલી અસ્થિરતા ટળે તેટલો તેટલો સ્વરૂપમાં સ્થિર થાય, જેટલો જેટલો જાણવાના પંથમાં રોકાણો તેટલો તેટલો આસવોથી નિવર્તે છે, જેટલો જેટલો આસવોથી નિવર્તે છે તેટલો તેટલો જાણવાના પંથમાં રોકાય છે. આ રીતે વિકારભાવરૂપ આસવને ટાળવાનો અને સમ્યજ્ઞાન થવાનો સમકાળ છે એટલે કે એક કાળ છે. જુઓ, અહીં એમ કીધું કે ભેદજ્ઞાન જ આસ્રવોથી નિર્વતવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય કહ્યો નથી. વ્રત કરે, તપ કરે, પૂજા ભકિત કરે તો આસવથી નિવર્સે તેમ કહ્યું નથી. કારણ કે વ્રત, તપ વગેરે ભાવો પોતે જ શભાસવ છે માટે તેમાં પ્રવર્તવાથી આસવો ક્યાંથી રોકાય ? પણ તે ભાવોથી અટકીને નિર્વિકારી સ્વરૂપમાં થંભે તો આસવોથી નિવર્તે. આત્મા શું ? તેનું સ્વરૂપ શું? તેમાં સ્થિર થવું-થંભવું શું ? તેના બોધ-જ્ઞાન વગર આસવો ટળે કયાંથી ? માટે આચાર્ય દેવે સમયસારની ૭૪મી ગાથામાં આસવોના સ્વરૂપનો આબેહૂબ ચિતાર આપી જીવોને ખ્યાલ કરાવ્યો છે કે તું આસવોના સ્વરૂપને આ રીતે જાણ અને સમ્પર પ્રકારે જ્ઞાન કર, તો આસવોથી નિવૃત્તિ થશે અને આત્મસ્વરૂપમાં સ્થિતિ થશે. (૧૩) સ્વલક્ષણોનું જ્ઞાન (૧૪) મોહકર્મથી જુદું પાડવું કે આ મોહ તે હું નહિ એવું જે તે ભેદજ્ઞાન (૧૫) આત્માને રાગ-દ્વેષ રહિત માનવો, જ્ઞાતા સાક્ષીપણે માનવો તે ભેદ જ્ઞાન છે. અને ભેદજ્ઞાન થતાં તેના અભિપ્રાયમાં જગતના લોકોથી આંતરો પડી જાય છે.