________________
ઉત્તર : વજ્ર અને સફેદપણાંની માફક તેમનામાં અન્યપણું હોઇ શકે છે. વજ્રના અને સફેદપણાનાં પ્રદેશો જુદા નથી તેમને પૃથકપણું તો નથી. આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે. જીભ, નાક વગર બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી, અને વસ્ત્ર તો પાંચેય ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત) વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઇએ. પણ એમ તો બનતું નથી. માટે વજ્ર અને સફેદપણાને અપૃથક્પણું હોવા છતાં અન્યપણું છે એમ સિધ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથકત્વ હોવા છતાં અન્યત્વ છે; કારણ કે દ્રવ્યતા અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞા-સંખ્યા-લક્ષણાદિ ભેદ હોવાથી (કંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી.
ભિન્નવિષયવાળાં :વ્યવહાર-શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે. કારણ કે વ્યવહાર શ્રદ્ધાનનો વિષય નવ પદાર્થો છે. વ્યવહાર જ્ઞાનનો વિષય અંગપૂર્વ છે અને વ્યવહાર ચારિત્રનો વિષય આચારાદિ સૂત્ર કથિત મુનિ આચારો છે. બિનસાધ્યસાધનભાવ :મોક્ષમાર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં, સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણત આત્મા છે અને તેનું સાધન વ્યવહારનય (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ) ભેદભત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યા છે.(નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) (૨) મોક્ષમાર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ) ભેદરત્નરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યાં છે (નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.)
૭૩૪
બિનસાધ્ય સાધન ભાવના ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.જયાં સાધ્ય અને સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં આ સત્યાર્થ નિરૂપણ નથી પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે, એમ સમજવું જોઈએ. કેવળ વ્યવહારલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધતા થકી અર્થાત્ ખરેખર શુભભાવરૂપ સાધનથી જ શુધ્ધ ભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકી નિરંતર અન્યની ખેદ પામે છે.
ભરિતાવસ્થ પરિપૂર્ણ અવસ્થિત, નિશ્ચય શકિતથી પરિપૂર્ણ. ભરપૂર ભરેલો અવસ્થિત. ભિષવર વૈદ્યરાજ ભીડો :બંધ ભીતિ ભય
ભીરુ :શ્રી (૨) ડરપોક
ભોત્ય જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેન જ અહીં ભોકૃત્વ કહેલ છે. તે સિવાયની અનુભૂતિને નહિ.
ભોક્તાભાવ હર્ષ-શોક, સુખ-દુઃખની લાગણીરૂપ ભોકતા ભાવ
ભોગ ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને કર્મેન્દ્રિય, એ ત્રણના વિષયોને ભોગમાં, આચાર્ય જયસેનદેવે લીધા છે. (આ પાંચેમાં અંદરના ભાવની વાત છે.) (૨) એક વખત ભોગવાય તે ભોગ. (૩) ઈચ્છાનું ભોગવવું, ઘ્રાણેનિદ્રય, ચક્ષુરિન્દ્રિય અને કર્મેનિદ્રય એ ત્રણના વિષયોને ભોગમાં લીધા છે. (૪) અભવ્યને ભોગની ફિચ છે -અહીં ભોગ-શુભ કર્તવ્ય; દયા; દાન,પૂજાભક્તિ-વ્રત તેવા શુભ ભાવની તેને રુચિ છે. બાકી વિષયના ભોગની (એટલે અશુભની) અહીં વાત નથી.
પંચેન્દ્રિય સંબંધી વિષયોમાં આસક્તિનું નામ ભોગ છે. તેમજ મનસંબંધી સંકલ્પ-વિકલ્પ કરવા તે પણ એક પ્રકારનું ભોગનું સ્વરૂપ છે.
ભોગ-ઉપભોગ પરિમાણ શિક્ષાવ્રતના પાંચ અતિચાર ઃ
૧. નિશ્ચયથી સચિત્ત જીવ સહિત કાચી લીલી (લીલોતરી) વસ્તુનો આહાર લેવો,