________________
૭૧૫
નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે. એટલે શું? કે દ્રવ્યકર્મ તેને આવતું નથી. નિરોધ થાય છે એટલે કે તેને આવતું નથી. (૧૬) રાગ-દ્વેષ, અજ્ઞાન આદિ સંકલા-વિકલ્પરૂપ પરિણામ ભાવકર્મ છે. (૧૭) શુભ-અશુભ ભાવમાં જોડાણ; પોતે વિકારી થઇ ઉદય કર્મને વશ થતો પશ્ય-પાપ રૂ૫ કર્મભાવમાં ઢળતી વિકારી અવસ્થા; કોઈ પણ પદાર્થમાં ઠીક-અદીકપણું નથી છતાં તેનાથી ઠીકઅઠીકપણાની કલ્પના ઉત્પન્ન કરવી, તે ભાવ કર્મ છે. તે જ રાગ-દ્વેષ છે. કર્મભાવ,બધભાવ,વિકારીભાવ, વિભાવભાવ, અસ્થિરતા, ઊંધો પુરુષાર્થ,ચંચળતા, દુઃખરૂપી આકુલીભાવ, કલુષતા જગેરે શબ્દો એકાર્થ છે. (૧૮) રાગ દ્વેષ વિકારરૂપ વિભાવિક ભાવશકિત, દ્રવ્યકર્મનું નિમિત્ત પામી જીવમાં વિકાર થાય છે તે અશુભ ઉપાદાન આશ્રિત છે, પણ સ્વભાવમાં નથી. (૧૯) શુભ-અશુભ ભાવ તે ભાવકર્મ (૨૦) મિથ્યાત્વ, રાગ-દ્વેષ વગેરે જીવના મલિન ભાવ. (૨૧) પુણ્ય-પાપના વિકલ્પ. પુણ્યકર્મ એટલે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ; પાપકર્મ એટલે હિંસા, ચોરી, જૂઠ, વિકાર, પરિગ્રહ આદિના કષાયભાવ. ઉપરના બન્ને ભાવ કર્મો અટકતાં દ્રવ્યકર્મના જ્ઞાનાવરણાદિ આઠ કર્મો રોકાય જાય છે, આવતાં અટકી જાય છે. શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના નિરોધથી દ્રવ્યકર્મ તેને આવતું નથી. (૨૨) ભાવકર્મ બંધરૂપને બંધનું કારણ
છે માટે દુઃખરૂપ છે. ભાવકર્મ મોણ :ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે, ભાવમોક્ષ. (જ્ઞપ્રિક્રિયામાં
ક્રમપ્રવૃત્તિનો અભાવ થવો તે ભાવમોક્ષ છે. અર્થાત્ સર્વજ્ઞ-સર્વદર્શીપણાની
અને અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ છે.). ભાવકર્મ-કર્મભાવ :અગ્નિની ઉજળાઇમાં ઊણપ થાય છે, તે લીલા લાકડાનું
નિમિત્ત પામી ધૂમાડો ઊઠે છે તે કારણે તે ઊણપ અગ્નિનું મૂળ સ્વરૂપ નથી. (અસલી સ્વાભાવિક સ્વરૂપ નથી.) તેમ ચૈતન્ય આત્મા સ્વભાવે શુધ્ધ છે પણ પર નિમિત્તે વર્તમાન અવસ્થાની કચાશના કારણે (અવગુણરૂપ ઊણપના કારણે) ભૂલ કરે તો રાગ-દ્વેષરૂપ ધૂમાડો ઊઠે છે; તે ભાવકર્મ અથવા કર્મભાવ કહેવામાં આવે છે, તે આત્માનું અસલી મૂળ સ્વરૂપ એટલે કે |
સ્વાભાવિક સ્વરૂપ નથી. સમ્યગ્દષ્ટિ ભાવકર્મને પરણેય માને છે, તેનો સ્વામી થતો નથી, કારણ કે જ્ઞાન ચેતનાનો તે સ્વામી રહે છે. દષ્ટિના બળ વડે
ભાવકર્મને નિમિત્તમાં નાખે છે. ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે :ભાવકર્મના નિરોધથી, આ પુણ્ય
ને પાપના વિકલ્પ, ચાહે તો તીર્થંકર નામે કર્મ બાંધવાનો ભાવ હોય તો તે પણ, ભાવકર્મ છે. તો આવો જે શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે. એટલે કે દ્રવ્યકર્મ તેને આવતું નથી. નિરોધ થાય છે એટલે કે અટકી જાય છે, તેને આવતું નથી. પોતાના જ્ઞાયક સ્વભાવની તેણે દૃષ્ટિ કરી એટલે એને ભાવકર્મનો નિરોધ થયો એમ કહેવું છે. પુણ્ય-પાપના વિકલ્પનું એને કર્તાપણું મટી ગયું એટલે એને ભાવકર્મ અટકી ગયું અને તેથી હવે એને દ્રવ્યકર્મ પણ આવતું નથી. આત્મા અંદર અભેદ નિર્વિકલ્પ શુધ્ધ ચૈતન્યમાત્ર નિજ સમયસાર વસ્તુ છે. તેની જયાં દષ્ટિને અનુભવ થયો તો ત્યાં એને ભાવકર્મ અટકી ગયાં. પુણ્યપાપ રોકાઇ ગયાં અર્થાત્ થયાં નહિ, અને પ્રણય-પાપ રોકાતાં તેને હવે નવું દ્રવ્ય કર્મ આવતું નથી, પરંતુ તે રોકાઇ ગયું. કર્મ આવતું હતું તે રોકાઈ ગયું એમ નહિ પણ હવે તે પુલ કર્મભાવે નવું થતું નથી પણ ભાષામાં તો એમ
જ આવે ને કે કર્મ રોકાઇ ગયું ? સમજાવવું શી રીતે? ભાવકર્મમોણ :ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે, ભાવમોક્ષ(જ્ઞપ્રિક્રિયામાં ક્રમપ્રવૃત્તિનો
અબાવ થવો તે ભાવમોક્ષ છે અથવા સર્વજ્ઞ-સર્વદર્શીપણાની અને
અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ છે.) ભાવÍરૂપ સંતતિ આત્મપરિણામરૂપ સંતતિ, આત્માના પરિણામોની પરંપરા. ભાવલ્યિા :અંતર ક્રિયા ભાવશાતી:સ્વભાવનો ઘાત કરનાર ભાવસ્થારિત્ર:શુધ્ધ આત્મા રમણતા ભાવત :ભાવ અનુસાર, આશય અનુસાર ભાવતઃ :ભાવ અનુસાર, આશય અનુસાર ભાવથી :ણાયકની સન્મુખ થઈને; આત્મામાં એકાકાર થઇને.