________________
કોણ ? દિશા ફેરવવાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે! જે પરણેય છે. એને સ્વણેય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે(હણાઈ ગયો છે.) હવે તે પરણેયથી ભિન્ન પડી, સ્વર્ણય જે એક અખંડ ચૈતન્ય સ્વભાવ તેને દષ્ટિ અને પ્રતીતિ જયાં કરી ત્યાં ભાવેન્દ્રિીયો પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિીય જીતી એમ કહેવાય છે. જેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન
કહેવાય છે. ભાવેાિયોને જીતવાની વાત કહે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં
વ્યપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, અંકનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઈત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિીયો છે. આ બાહ્ય ઈન્દ્રિીયોની વાત નથી. એક એક ઈન્સિય પોતપોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને તે ખંડખંડરૂપ જણાવે છે. જેમ દ્રવ્યન્સિયો અને આત્માને એકપણ માનવાં તે અજ્ઞાન છે તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિીયો અને જ્ઞાયકને એકપણે માનવાં એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિીયોની જ્ઞાયક આત્મા સાથે એકતા કરવી તે મિયાત્વ છે. દ્રવ્યન્સિયો છે તે શરીર પરિણામને પ્રાપ્ત છે. જયારે ભાન્સિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી(જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિીયો છે. જેમ જડ દ્રવ્યેન્સિયો જ્ઞાયકનું પરણેય છે તેમ ભાવેન્દ્રિીય પણ જ્ઞાયકનું પરણેય છે. અદી શેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિીયો શેય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. તેમ ભાવેન્દ્રિીયો પણ પરણેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહ ! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેદ્રિીયા તે જ્ઞાયકનું પરશેય છે અને જ્ઞાયકપ્રભુ આત્માથી
૭૧૮ ભિન્ન છે.આમાં અખંડ એક ચૈતન્યશકિતપણાની પ્રતીતિનું જોર લીધુ છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જયારે ભાવેન્દ્રિીયા અનેક અને ખંડખંડરૂ ભાવેન્દ્રિીયા જુદી થાય છે-ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવનાર પરણેયàપ” ભાવેદ્રિયને સર્વથા
જુદી કરવી એ ભાવેન્દ્રિીયા નું જીતવું છે એમ કહેવાય છે. ભાવના :વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે; (૨) અભિલાષા;
વિકલ્પ; ઇચ્છા (૩) અશુભ ભાવનાના પાંચ પ્રકાર છે. કાન્દર્પ, કલ્વિષિકી, સંમોહી,દાનવી અને અભિયોગિકા (૧) કાર્પે : રાગ થાય તેવાં વચન, હલકા ચાળા, હાસ્યયુકત
અસભ્ય વચનથી પરને સતત વિસ્મય પમાડતો સાધુ કાન્તર્ષી ભાવનાને ભજે છે. કલ્વિષિકી : કેવળ, ધર્મ, આચાર્ય, શ્રત, સાધુ, સાધર્મી
આદિના અવર્ણવાદ બોલવામાં તત્પર અને માયાવી એવો તપસ્વી કલ્પિષી ભાવનાને કહે છે.(૩) સંમોહી : સનમાર્ગને દૂષણ લગાડનાર ઉન્માર્ગ દેશનામાં ચાલાક, મોહ કરીને લોકોને મોહ પમાડતો સંમોહી ભાવનાનો
આશ્રય કરે છે. (૪) દાનવી :-અનંતાનું બંધી કષાય અને કલહમાં આસકિતથી
અથવા શરીરાદિ પરિગ્રહમાં આસકિતથી તેવાં નિમિત્તને મેળવતો કરુણારહિત, પશ્ચાતાપ રહિત, પૂર્વનું વેર
રાખનાર મુનિ દાનવી અથવા આસુરી ભાવનાને ધારે છે. (૫) આભિયોગિક : મંત્ર, અભિનય, કૌતુક, ભૂતપ્રયોગ આદિમાં
પ્રવર્તતો સાતા, રસ અને ઋદ્ધિ એ ત્રણ ગારવના નિમિત્તે આભિયોગિક ભાવનાને ભજે છે. આ ભાવનાઓ વડે વિરોધના કરનાર આધુ કિલ્વેિષ, વાહન આદિ જાતિમાં હલકી દેવગતિને પામે છે. ત્યાંથી ટ્યુત થતાની સાથે સંસારમાં પરિભ્રમણ કરે છે.