________________
ભાળીને એક થઈ જાય છે એમ નહિ પણ પર્યાય ધ્રુવની સન્મુખ થઈ તેને એકતા થઈ એમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા ચૈતન્ય ગુણરત્નોથી ભરેલો રત્નાકર પ્રભુ છે. જેમાં એક ભાવશકિત નામનો ગુણ છે. આ ભાવશકિત વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે. પ્રગટ કરે છે શું? શકિત પરિણમ વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. ભાવશકિતનું ભવન-પરિણમન હોતાં આત્માને વર્તમાન વિદ્યમાન અવસ્થાયુકતપણું હોય જ છે. અવસ્થા કરવી પડે એમ નહિ. અહીં નિર્મળ અવસ્થા લેવી, મલિન અવસ્થા શકિતના કાર્યરૂપ નથી. ત્રિકાળી ભાવશકિત છે તે પરિણામિક ભાવે છે. જેનું પરિણમન થાય છે તે ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ હોય છે. ઉદયમાન તે શકિતનું કાર્ય નથી. નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય એવી ભાવશકિત જીવમાં ત્રિકાળ છે. અમુક સ્વરમાં એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાતચ છે. દ્રવ્યસ્વભાવની દષ્ટિપૂર્વક જેને ભાવશકિતની પ્રતીતિ થઈ છે તેને ભાવશકિતના કાર્યરૂપ નિયમથી નિશ્ચય નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. અમુક એવસ્થા એટલે ક્રમબદ્ધ જે નિર્મળ અવસ્થા થવાની હોય તે અવસ્થા વર્તમાન-વર્તમાન વિદ્યમાન હોય છે એમ વાત છે. અમુક અવસ્થા એટલે ગમે તે અવસ્થા એમ વાત નથી, પણ અમુક નિર્મળ નિશ્ચિત અવસ્થાની વાત છે. અહા ! આ ભાવશકિતના વર્ણનમાં ઘણું રહસ્ય ભર્યું છે. ભાવશકિત પરિણમતાં - (૧) નિયમથી વિમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે, તેથી (૨) દ્રવ્યની પર્યાયનું નિર્મળ પર્યાયનું) વ્યવહારનયનો વિકલ્પ કારણ
નથી. (૩) દ્રવ્યની નિર્મળ પર્યાયનું દેવ-ગુરુ આદિ પર નિમિત્ત કારણ નથી.
દ્રવ્યની પર્યાય કરવી પડે છે. એમ નથી. (૫) દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે.
૭૨૫ (૬) દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. ઈશ્વયાદિ અનેક રહસ્યો આ ભાવશકિતના વર્ણનમાં ભર્યા છે.
- પ્રવચનરત્નાકર ગ્રંથ-૧૧-ભાવશકિતમાંથી. ભાવત :પ્રમાણ જ્ઞાન. તે કેવળ જ્ઞાનનો અંકુરો છે. જ્ઞાનનો તે અંકુર કોઇ રાગના
વિકલ્પમાંથી નથી આવતો. રાગમાંથી જ્ઞાનનો અંકુર કદી ઊગે નહીં; ચૈતન્ય રત્નાકર ઉલસીને તેમાંથી શ્રુતનો અંકુર આવે છે. તેની સાથેની શુધ્ધ દ્રષ્ટિ તે
સમ્યગ્દર્શન છે અને જેટલી રાગરહિત સ્થિરતા થઇ તે સમ્યક્યારિત્ર છે. ભાવશતકેવળી આ આત્મા એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધુવ અનુભવગોચર વસ્તુ
છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદ્દાની રકમની વાત છે અરે ! જિનેવ્વશ્વરદેવનો માર્ગ લોકાએ લૌકિક જેવો કરી નાખ્યો છે. પરંતુ ભગવાનની વાણી અનુસાર વાણી અનુસાર બાર અંગની રચના થઈ, તે અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્ર રચ્યાં છે. જેમાં જ્ઞાનપ્રવાહ નામનું એક શાસ્ત્ર છે. જેનો આ સમયસાર એક ભાગ છે. તેમાં કહે છે કે અંદર આખું જ્ઞાયકનું દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ, ઈત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજસ્વરૂપને જાણે-અનુભવે છે તે ભાવત્રુતકેવળી
ભાવશતકશાન નિજ સ્વરૂપ નું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ
સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવ છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. અહીં ત્રણ વાત આવી :(૧) એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન જે અખંડ એક શુદ્ધ
ત્રિકાળી જ્ઞાનસ્વભાવ એનું અનુભવન ભાવશ્રુત જ્ઞાન એ જ શુદ્ધનય
શુદ્ધનયનો વિષય જે દ્રવ્યસામાન્ય છે અને અનુભવ એને જ શુદ્ધનય કહે છે, અને એ જ જૈનશાસન છે.