________________
નમસ્કારમાં ભાવક તેમજ ભાવ્ય પોતે જ છે. (ભાવક પોતે અને ભાવ્ય પર એમ નથી)
ભાવકર્યો તે ચિદ્વિવર્તી છે. ચિદ્વિવર્ત અર્થાત્ ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવારૂપે પલટાવું તે, ચિકિતનું અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પરિણમવું તે.
મુકત આત્માને કર્મ સંયુકતપણું નથી જ હોતું કારણ કે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુકત થઈ છે. દ્રવ્યોકર્મો તે પુદ્ગલસ્કંધો છે અને ભાવકર્મો તે ચિદ્વિવર્તી છે. ચિત્શકિત અનાદિ જ્ઞાનવરણાદિ કા ના સંપર્કથી (સંબંધથી) સંકુચિત વ્યાપારવાળી હોવાને લીધે જ્ઞેયભૂત વિશ્વના (સમસ્ત પદાર્થોના) એક એક દેશમાં ક્રમે વ્યાપાર કરતી થકી વિવર્તન પામે છે પરંતુ જયારે જ્ઞાનાવરણાદિક કર્મોનો સંપર્ક વિનાશ પામે છે, ત્યારે તે શેય ભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપત્ વ્યાપાર કરતી થકી કથંચિત કુટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ (ચિત્શકિતના વિવર્તનનો અભાવ) ખરેખર નિશ્ચિત(નિયત, અચળ) સર્વક્ષપણાની અને સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે. આ જ દ્રવ્યકર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કતત્વનો વિનાશ છે, આ જ વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે ઔપાધિક સુખ-દુઃખપરિણામોના ભોકતૃત્વનો વિનાશ છે, અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને સ્વતંત્ર સ્વરૂપાનુભૂતિ લક્ષણ સુખનું (સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોકતૃત્વ છે. ભાવકભાવ :મોહકર્મના ઉદયરૂપ ભાવ. (૨) કર્મના નિમિત્તે થતો વિકાર ભાવ-ભાવનો ભેદ ઃકર્મના નિમિત્તે થતો વિકાર
ભાવક-ભાવ્ય ભાવક એટલે થનાર; અને ભાવક જે રૂપે થાય તે ભાવ્ય. આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ મિલન (એકમેકતા) હોય છે. ભાવક આત્મા અંગી છે અને ભાવ્યરૂપ સમ્યગ્દર્શનાદિ પર્યાયો તેના અંગો છે.
૩૧૪
ભાવકર્ષ શુભાશુભ રાગ; પર દ્રવ્યનો અજ્ઞાન ભાવે કર્તા તે ભાવકર્મ છે. શુભાશુભ રાગનો કર્તા અજ્ઞાનદશામાં ચેતન જ પોતે થા છે. કોઇ જડકર્મના અન્ય કોઇ
નિમિત્ત એનું કર્તા છે . છે જ નહિ (૨) રાગ-દ્વેષ-અજ્ઞાનાદિ સંકલ્પવિકલ્પરૂપ પરિણામ એ ભાવકર્મ છે. (૩) ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવા રૂપે પલટાવું તે ચૈતન્ય વિવર્ત, ચૈતન્યનો પલટો, ચિત્શકિતનું અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પરિણમવું તે ભાવકર્મો છે. (૪) આત્મપરિણામ સંતતિ, આત્માના પરિણામોની પરંપરા (૫) આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ છે તેને ભૂલીને રાગદ્વેષનો વિકાર મારો છે એમ માનવું, રાગરૂપ રહેવું તે ભાવકર્મ છે. જીવના રાગદ્વેષ તે અશુદ્ધ અવસ્થા દષ્ટિએ જીવનું ભાવકર્મ છે. (૬) મોહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ થાય છે તે અશુદ્ધ ભાવવડે નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. (૭) મોહ-રાગ-દ્વેષરૂપ-અશુદ્ધ ચેતનારૂપ પરિણામ. (૮) રાગાદિ ભાવ (૯) આઠ કર્મોનાં બંધન થવા યોગ્ય ભાવો. (૧૦) પુણ્ય-પાપ રૂપી શુભાશુભ કર્મ. (૧૧) શુભ-અશુભ ભાવમાં જોડાણ; પોતે વિકારી થઇ ઉદય કર્મને વશ થતાં પુણ્ય-પાપરૂપ કર્મ ભાવમાં ઢળતી વિકારી અવસ્થા. કોઇપણ પદાર્થમાં ઠીક અઠીકપણું નથી છતાં તેનાથી ઠીક અઠીકપણાની કલ્પના ઉત્પન્ન કરવી, તે ભાવ કર્મ છે. તે જ રાગદ્વેષ છે. કર્મભાવ, બંધભાવ, વિકારીભાવ, વિભાવભાવ, અસ્થિરતા,ઊંધો પુરુષાર્થ, ચંચળતા, દુઃખરૂપી આકુળતાભાવ, કયતા વગેરે શબ્દો એકાર્થ છે. (૧૨) રાગ-દ્વેષ. રાગદ્વેષ એટલે દ્રવ્યકર્મનું નિમિત્ત પામી, એક એક સમય જેવડી ક્ષણિક વિકારી અવસ્થાનું કાર્ય અથવા ચારિત્રગુણનો વિકાર (૧૩) કર્મના ઉદયમાં આ જીવ મોહ-રાગ-દ્વેષરૂપી વિકારી ભાવરૂપ થાય છે. તેને ભાવકર્મ કહે છે. (૧૪) રાગ દ્વેષ અને રાગદ્વેષ એટલે દ્રવ્યકર્મનું નિમિત્ત પામી, એક એક સમય જેવડી ક્ષણિક વિકારી અવસ્થાનું કાર્ય, અથવા ચારિત્ર ગુણનો વિકાર. (૧૫) દુઃખ; ભાવકર્મ બંધરૂપ અને બંધનું કારણ છે માટે દુઃખરૂપ છે.; પુણ્યને પાપના વિકલ્પ, ચાહે તીર્થંકર નામકર્મ બંધવાનો ભાવ હોય તો તે ભાવકર્મ છે. તો આવો જે શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના