________________
નિર્જરા તો સંસારના સમસ્ત જીવોને સદૈવ થયા જ કરે છે પણ અવિપાક નિર્જરા તપ વગેરે કરવાથી જ થાય છે અને અવિપાક નિર્જરા વિના જીવ સંસારથી મુકત થઇ શકતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ આ અવિપાક નિર્જરા અવશ્ય કરવી જોઇએ-એવું વારંવાર ચિંતવન કરવું તેને જ નિર્જરા ભાવના કહે છે.
(૧૦) લોક ભાવના = આ અનાદિનિધન લોક કોઇએ બનાવ્યો નથી, કોઇ એનો રક્ષક નથી કે કોઇ એનો નાશ કરનાર નથી. એ સ્વયંસિદ્ધ અવિનાશી-કદી પણ નાશ ન પામનાર છે. આ લોકના ત્રણ ભાગ છે. અધો લોક, મધ્ય લોક અને ઊર્ધ્વલોક. આ જીવ અનાદિકાળથી આ ત્રણે લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ત્રણે લોકમાં સુખનો અંશ પણ નથી, એ મહાન દુઃખની ખાણ છે. આ લોકનો નિવાસ કયારે છૂટે-ટૂટે એવો વારંવાર વિચાર કરવો એને જ લોકભાવના કહે છે.
(૧૧) બોધિદુર્લભ ભાવના = સંસારમાં બધી જ વસ્તુઓ સુલભ છે અર્થાત્ શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઇ શકે છે, પણ જો કાંઇ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન વિના આ જીવને મોક્ષ મળી શકતો નથી. માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઇએ.
જયાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી આ આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. તેથી હે આત્મા ! જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીઘ્ર ચાર ઘાતિકર્મોનો નાશ કરી શીઘ્ર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર, આ પ્રકારનું વારંવાર ચિંતવન કરતા રહેવું તેને જ બોધિદુર્લભ ભાવના કહે છે.
(૧૨) ધર્મ ભાવના=વાસ્તવમાં જીવને સુખ આપનારી વસ્તુ એક ધર્મ છે. કેમ કે; ધર્મ નામ સ્વભાવનું છે. પ્રત્યેક વસ્તુનો જે સ્વભાવ છે તેને જ ધર્મ કહે છે. જયારે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં પરિણમન કરે છે ત્યારે તે સુખી અને શુધ્ધ કહેવાય છે. આ આત્માનો જે જ્ઞાનગુણ છે તે જ એનો ધર્મ છે. જયાં સુધી તે જ્ઞાનધર્મનો અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યકચારિત્ર એ ત્રણેય
૭૦૨
ધર્મોનો પૂર્ણ વિકાસ નહિ થાય ત્યાં સુધી આ આત્મા સંસારના બંધનમાંથી છૂટી શકતો નથી.
ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે પણ આત્માના જ ધર્મ છે તથા દયા કરવી એ પણ આત્માનો ધર્મ છે. જો કે આ ધર્મ પ્રત્યેક સંસારી આત્મામાં વિરાજમાન છે. તો પણ જયાં સુધી તેનો આત્મામાં વિકાસ ન થાય ત્યાં સુધી આ આત્મા સંસાર રૂપી જેલમાંથી છૂટી શકતો નથી, અર્થાત્ મોક્ષ પામી શકતો નથી, માટે આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતા રહેવું એને જ ધર્મ ભાવના કહે છે. આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યુ કેમ કે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એ પ્રધાન સહાયક છે. બાર ભાવનાઓનું ચિંતવન કરવાથી આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે માટે એનું સદૈવ ચિંતવન કરવું જોઇએ. બાર વ્રત શ્રાવકના બાર વ્રત છે. તે આ પ્રમાણે છે - (૧) અહિંસાઅણુવ્રત, (૨) સત્યણુવ્રત, (૩) અચૌર્યાણુવ્રત, (૪) પરિગ્રહપરિમાણાણુવ્રત, અને (૫) બ્રહ્મચર્યપરિણુવ્રત. એ પાંચ અણુવ્રત છે. (૧) દિવ્રત, (૨) દેશવ્રત, (૩) અનર્થ દંડવત-આ ત્રણ ગુણ વ્રત છે. (૧) સામાયિક, (૨) પ્રોષધોપવાસ, (૩) ઉપભોગપરિભોગપરિમાણ, (૪) અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે.
બારભાવના ભવ્યજન-આનંદજનની ભાવના.
બારમું ગુણસ્થાનક સાધકભાવ બારમા ગુણસ્થાન સુધી જ હોય છે. ૧૩મા ગુણસ્થાને સ્તુતિ ન હોય, કારણકે ૧૩મું ગુણસ્થાન-કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે.
બાલાવબોધ બાળક પણ સમજી શકે એવું.
બાળ તપ જે તપ આત્માના ભાન વિના કરે તે બધું અજ્ઞાન તપ, બાળ તપ છે, આત્માના ભાન વનાનું તપ તે અજ્ઞાનીનું તપ છે. (૨) મિથ્યાદષ્ટિને મંદકષાયભાવે થતાં તપ.
બાળજીવો :અજ્ઞાની
બાવ અને ભાવવાન સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે. બાવ સ્તુતિવંદનામય :બાવસ્તુતિમય અને ભાવવંદનામય.