________________
બધું કલ્પિત જ. (૪) સ્મૃતિ ને નમતિ= નિજ શુદ્ધાત્માની માત્ર વિકલ્પથી સ્તુતિ કરવાથી પર્યાયમાં નિર્મળતા-શાંતિ ન થાય પણ અનંદથી ભરપૂર ભરેલાં નિજ આત્માની ભકિત એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરવી,
અંદરમાં સ્મૃતિમાં ચૈતન્યને લાવવો અને વિકારનું વિસ્મરણ કરીને ભાગવત સ્વરૂ૫:૫રમાત્મ સ્વરૂપ ભગવંતા :ભગવાન; પરમાત્મા ભગવતી આરાધના :ભગવતી આરાધના જેવાં પુસ્તકો માધ્યમ અને ઉત્કૃષ્ટભાવના
મુનિરાજોને તથા મહાત્માઓને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘી થાય છે, તેથી ઊલટો
અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ લાભકારી છે. ભગવતી પ્રશા:ઐશ્વર્યવાળી બુદ્ધિ; મેઘા; મતિ; અક્કલ; સમઝશક્તિ ભગવાન :ભગ એટલે લક્ષમી અને વાન એટલે વાળો. આત્મા અનંત જ્ઞાન અને
અનંત આનંદની લક્ષામીવાળો ભગવાન છે. (૨) સર્વજ્ઞદેવ ભગવાન છે. પરમેશ્વર સાક્ષાત્ કેવળજ્ઞાની બિરાજે છે એવો જ આ આત્મા શકિત એ ભગવાન છે. (૩) જ્ઞાયક આત્મા (૪) મહિમાવંત, સહજ (૫) જો ભગવાને પરનું કંઇ નથી કર્યું તો પછી જગત ઉધ્ધારક, તરતતારણ, જીવનદાતા, બોધિદાતા ઇત્યાદિ ઉપનામોથી ભગવાન કેમ ઓળખાય છે ? ઉત્તરઃ-એ બધાં ઉપનામો ઉપચારથી છે; જયારે ભગવાનને દર્શન વિશુદ્ધિની ભૂમિકામાં અનિચ્છકભાવે ધર્મ રાગ થયો ત્યારે તીર્થકર નામકર્મ બંધાઇ ગયું. તન્ય સ્વરૂપ એમ છે કે ભગવાનને તીર્થંકર પ્રકૃત્તિ બંધાતી વખતે જે શુભભાવ થયો હતો તે તેમણે ઉપાદેય માન્યો જ ન હતો. પણ તે શુભભાવ અને તે તીર્થંકર પ્રકૃતિ બન્નેનો અભિપ્રાયમાં નકાર જ હતો. તેઓ રાગને તોડવાનો પુરુષાર્થ કરતા હતા. છેવટે રાગ ટાળી વીતરાગ થયા પછી કેવળજ્ઞાન પ્રગટયું અને દિવ્ય ધ્વનિ સ્વયં પ્રગટયો; લાયક જીવો તે સાંભળીને સ્વરૂપ સમજયા અને તેવા જીવોએ ઉપચારથી જગત ઉધ્ધારક, તરણતારણ ઇત્યાદિ ઉપનામ ભગવાનને આપ્યાં. જો ખરેખર ભગવાને બીજા જીવોનું કાંઈ કર્યું હોય કે કરી શકતા હોય તો જગતના સર્વે જીવોને મોક્ષમાં સાથે કેમ
ತಿ೦? ન લઇ ગયા? માટે શાસ્ત્રનું કથન કયા નયનું છે તે લક્ષમાં રાખીને તેના યથાર્થ અર્થ સમજવા જોઇએ. (૬) ભગ એટલે જ્ઞાનાનંદની લક્ષમી વાન એટલે ધ્રુવ ધ્રુવ એવો ભંડાર જ્ઞાનાનંદ એવી લક્ષ્મીનો ધ્રુવ ધ્રુવ ભંડાર એ ભગવાન પ્રભુ છે. (૭) સર્વજ્ઞ દેવ “ભગવાન” છે. પરમેશ્વર સાક્ષાત
કેવળજ્ઞાની બિરાજે છે. એવી જ રીતે આ આત્મા શક્તિએ ભગવાન છે. ભગવાન આત્મા શાશ્વત સત્ છે. શાશ્વત સત્ છે તેથી એ ધ્રુવ છે; અને તેના
જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ જે ગુણો છે તે પણ ધ્રુવ છે અને તેને પારિણામિક ભાવ કહીએ. કેમ કે એવું જ પોતાનું સ્વરૂપ સહજભાવ અસ્તિ છે ને ? એટલે તેને પરિણામિક ભાવ કહીએ, તો તેવી રીતે તેની આ કારણ પર્યાય પણ પારિણામિક ભાવે છે. પંચમભાવ પરિણતિ તે જ કારણ શુધ્ધ પર્યાય છે. જેમ આ વસ્તુ ભગવાન આત્મા ત્રિકાળી મહાસત છે તેમ તેના ગુણો પણ ત્રિકાળી મહાસત છે અને તેની સાથે રહેલી એકરૂપ પર્યાયની સપાટી પણ ત્રિકાળ સત..સત..સતરૂપ છે. એને પર્યાય કહીએ, પણ એમાં પલટવું નથી. એ અંશ એક ધારો ત્રિકાળ એમ ને એમ રહે છે. અહા ! એ જરી ગંભીર સૂમ ચીજ છે. એને અહીં કારણશુધ્ધ પર્યાય કહે છે. ને તેના તરફનું મનન
કરતાં ધર્મની દશા પ્રગટ થાય છે, ને તે મોક્ષનો માર્ગ છે. ભગવાન આત્મા અંદર ચૈતન-રત્નાક્ય છે ક્ષેત્રથી જેમ આકાશનો અંત નથી,
એમ ભાવથી તેમજ ગુણોની સંખયાથી જેનો અંત ન મળે એવી, અહા! આ તે શી ચીજ છે ! એવો જ નિજ ભગવાન આત્મા તેને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે તેને ગમે તે પ્રતિકૂળ સંયોગો હો, તેની જે કાળે જે અવસ્થા હો, શરીરમાં ગમે તે થાઓ, એવા પ્રસંગે પુરુષાર્થને તીખો કરીને અંતરમાં વાળવો પડશે; તે વિના કોઇ ઉપાય નથી. હું રોગી છું, હું નિધન છું એમ માનીશ તો મરી ગયો ! રાગ ભાવમાં પોતાનું અસ્તિત્વ માની ત્રિકાળી પૂર્ણ સ્વભાવનો પુરુષાર્થના પિંડનો નિજ સહજ અસ્તિત્વનો તે અનાદર કર્યો તો પુરુષાર્થ ઊપડશે જ કયાંથી? અહા! આવી વાત છે.