________________
ભવ ભવમાં ઘણા ભવમાં
લેખેદ :પરભાવની નાસ્તિ
ભવજળમાંહિ મહા મોહનીય કર્મભારથી
ભુવતારક :ભવમાં ડૂબતાં પ્રાણીઓને તારનાર ઉધ્ધારનાર ભવતિ ક્રિયા થવા રૂપ ક્રિયા
ભવદ્ વર્તમાન
ભવન :પરિણમન (૨) થવું તે, પરિણમવું તે, પરિણમન(જ્ઞાનભવન=જ્ઞાનરૂપે પરિણમવું) (૩) અસ્તિત્વ; પરિણમન
ભવનો અભાવ કરવો :ચાર ગતિના જન્મ મરણનો નાશ કરવો તેને ભવને જીત્યા
છે એમ કહેવાય. આત્માની પૂર્ણ પ્રાપ્તિ કરી છે. ભવપધ્ધતિ :સંસારમાર્ગ
ભવબંધનના કંદઃસંસારના માયિક બંધનોની જાળ ભવબીજ :મિથ્યાદર્શન
ભવ્ય :થવા યોગ્ય (૨) ત્રણ કાળમાં કોઇ પણ વખતે રત્નત્રયની પ્રાપ્તિ યોગ્યતા રાખવાવાળો જીવ ભવ્ય કહેવાય છે.
ભવ્ય અને અભવ્ય સર્વ સંસારીઓ દેહમાં વર્તનારા (અર્થાત્ દેહસહિત) છે. ત્યાં દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારના છે. પાચ્ય અને અપાચ્ય મગની માફક જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શકિતનો સદ્ભાવ છે તેમને ભવ્ય અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શકિતનો અસદ્ભાવ છે તેમને અભવ્ય કહેવામાં આવે છે.
ભવ્ય જીવો ઃશુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શકિતનો સદ્ભાવ છે તેમને ભવ્ય જીવો કહેવામાં આવે છે. (૨) મોક્ષને લાયક પ્રાણીઓ; પોતાનું હિત ચાહનાર જીવો.
ભજીવ જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. આત્માની પરમ શાંતદશાએ મોક્ષ (૨) તે અનંત સુખને ભવ્યજીવ
૩૦૮
જાણે છે.ઉપાદેયપણે શ્રદ્ધે છે અને પોતેપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે. (૩) લાયકજીવ
ભવ્યત્વ :મોક્ષ હોવાને લાયક; મોક્ષ પામવાને લાયક જીવને ભવ્યત્વ હોય છે. (૨) મોક્ષ હોવાને લાયક.
ભવ્યત્વગુણ જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા રહે છે તે ગુણને ભવ્યત્વગુણ કહે છે. (૨) જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા રહે છે તે ગુણને ભવ્યત્વગુણ કહે છે.
(ભવ્યત્વગુણ સદાભવ્ય જીવોમાં જ છેઃ અને અભવ્યત્વ ગુણ સદા અભવ્ય જીવોમાં જ છે.)
ભવ્યશાર્દૂલ :ભવ્યાત્તમ (૨) સિંહ જેવા શૂરવીર
ભાવશ્રુતજ્ઞાન સમ્યક શ્રુતજ્ઞાન
ભવસ્થિતિ ઃએક જ પ્રકારના ભવોમાં જન્મ-મરણ કરી કરીને રહેવાની જેટલી કાળમર્યાદા હોય તેને ભવસ્થિતિ કહેવાય છે.
ભવાઈ ગયો :એકલા પરમાં ભવાઇ ગયો એટલે કે તે પર રૂપે થઇ ગયો તેને અહીં ભાવ કહે છે; આ ભાવ છે તે અજ્ઞાનનો ભાવ છે.
ભવાભિનંદી :સંસારનું અભિનંદન કરનાર; સંસારને પ્રશંસનાર; સંસારની પ્રશંસા કરનાર; દીર્ઘસંસારી (૨) ભયને વધારનારા; ભવને આવકારનાર (૩) સંસારનું અભિનંદન કરનાર; અનંત સંસારી સુધી
ભવિક :સિદ્ધ થવા યોગ્ય, ભવ્ય, કલ્યાણ, કુશળ, મંગલ ભવિતવ્ય :ભવિષ્યમાં થવા જેવું, બનવા જોગ, નસીબ, ભાગ્ય ભવિતવ્ય સમકિત
ભવિતા:ભાગ્ય, નશીબ, ભવિષ્યમાં થવા જેવું, બનવા જોગ (૨) ભવ્યત્વશક્તિ; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુધ્ધ પરિણતિ (૩) સમક્તિ ભવિતવ્યતા :ભાગ્ય, નશીબ
ભવોદ્વેગ :સંસાર પ્રત્યે અણગમો ભાવોનું ઃનવ પદાથોના