________________
ભૂષણ :શોભા ભસ્મ કરવું :બાળી નાખવું ભરમાવું :પરમાં રાજી રાજી થઇ જવું ભસ્મીભૂત :મૂળથી બાળી નાખવું ભાવ:પર્યાય ભાવસ્વભાવે ઉત્પાદરૂપ સ્વભાવે ભાખવું ભવિષ્ય કથન કરવું, કલ્પના કે અંદાજથી કહેવું ભાંગે :પ્રકારે, વિભાગ-વિકલ્પ ભાગ્યશાળી:નસીબદાર, સુખ પામનાર ભાજન :ભોકતા ભાંડ:વાસણ આદિ ભાણ :સૂર્ય ભાત પ્રત્યક્ષ; પ્રકાશમાન (૨) ઓળખ, ખબર, માહિતી (૩) લક્ષ (૪)
વિચાર; વિવેક (૫)ખ્યાલ; સમજ; ગમ; લક્ષ્મ; ધ્યાન; કાળજી; સાવચેતી; સૂધ; હોંશ; શુધ્ધિ (૬) સમજ; અક્કલ; હોંશ; શુધ્ધિ; સ્મરણ; સાવચેતી;
કાળજી ભાન કરવું ઓળખવું ભામે ભ્રમણામાં (૨) વિષય-કષાય (૩) ભ્રમણા (બીજે ભા=બીજી
ભ્રમણામાં). ભાખંડળ આખા શરીરની આસપાસ તેજનું ચક્ર કુંડાળું દેખાય છે. ભા=તેજ,
મંડળ=ચક્ર =ભામંડળ અર્થાત પ્રકાશનું મંડળ. આવી એ પુણ્ય પ્રકૃતિ હોય છે. ભામું-ભાખો :ભ્રમ; ભ્રમણા; વહેમ; શંકા; અંદેશો; ખોટી આતુરતા; ગાંડપણ;
ભૂલ થાય ભાવશતજ્ઞાન દ્રવ્યશ્રતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ
રસકંદ છે એને દષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યજ્ઞાન છે, જૈનશાસન છે, આત્મસન્મુખ જે જ્ઞાન છે તે ભાવકૃતજ્ઞાન છે.
૭૦૯ ભાખો ભ્રાન્તિ, ભ્રમ (૨) ભ્રમ; ભ્રમણા; વહેમ; શંકા; સંદેશો ભાવ :પરિણામ તેનું લક્ષણ છે. (૨) સત, દ્રવ્ય (૩) પદાર્થ, દ્રવ્યનાં પરિણામ.
(૪) પરિણામ (૫) ઉલ્લાસ (૬) સત્, શ્રદ્ધા, મનની નીપજતી વૃત્તિ, ચિદુ વિવર્તી (૭) ઈચ્છા (૮) પોતાના અનંત ગુણ અથવા ત્રિકાળી શકિત. (૯) આશય (૧૦) શુધ્ધ પારિણામિકભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય. રાગને પણ ભાવ કહેવાય ને દ્રવ્ય-વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. (૧૧) શુભ ભાવ અને અશુભ ભાવ (૧૨) પદાર્થ; દ્રવ્યના પરિણામ (૧૩) પોતાના અનંતગુણ અથવા ત્રિકાળી શકિત (૧૪) આ લોકમાં છ દ્રવ્ય છે. તેમાં જીવ અને પુદ્ગલનું વર્તન પ્રગટ જોવામાં આવે છે. જીવ ચેતના સ્વરૂપ છે અને પુદગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સ્વરૂપ જડ-અજીવ છે. એમની અવસ્થા-સ્થિતિમાંથી અવસ્થાંતરરૂપ-બીજી બીજી સ્થિતિરૂપે તેવા પરિણામને ભાવ કહે છે. જીવનો સ્વભાવ-પરિણામરૂપ ભાવ તો દર્શન-જ્ઞાન છે. અને પુલકર્મના નિમિત્તથી જ્ઞાનમાં મોહ-રાગ-દ્વેષ થવા તે વિભાવભાવ છે. પુદગલના સ્પર્શથી સ્પર્શાતર, રસથી રસાંતર ઇત્યાદિ ગુણથી ગુણાંતર હોવા તે સ્વભાવભાવ છે અને પરમાણુમાંથી સ્કંધ થવો તથા અંધથી બીજો સ્કંધ થવો અને જીવની ભાવના નિમિત્તથી કર્મરૂપ થવું તે વિભાવભાવ છે. આ પ્રમાણે જીવ-અજીવના પરસ્પર નિમિત્ત નૈમિતિકથી ભાવ હોય થાય છે. પુદ્ગલ તો જડ છે. તેને નૈમિતિક ભાવથી કાંઇ સુખ-દુઃખ આદિ હોતું નથી અને જીવ ચેતન છે અને નિમિત્તથી ભાવ થાય છે. તેનાથી સુખ દુઃખ આદિ થાય છે. આથી જીવને સ્વભાવ-ભાવરૂપ રહેવાનો અને નૈમિત્તિક ભાવરૂપ ન પ્રવર્તવાનો ઉપદેશ છે. જીવને પુદગલકર્મના સંયોગથી શરીરાદિ દ્રવ્યનો સંબંધ છે. આ બાહ્યરૂપને દ્રવ્ય કહે છે અને ભાવ દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારે દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારે દ્રવ્ય અને ભાવનું સ્વરૂપ જાણીને સ્વભાવમાં-જ્ઞાતા-દ્રષ્ટારૂપ રહેવું અને વિભાવમાં મોહ રાગ-દ્વેષરૂપ ન પ્રવર્તવું એથી પરમ આનંદરૂપ સુખ થાય છે. અને વિભાવ-રાગ-દ્વેષ મોહરૂપ પ્રવર્તે તેને સંસાર સંબંધી દુઃખ થાય છે. (૧૫) ત્રિકાળ શક્તિરૂપ ગુણ (૧૬) આત્મ ભાવ; અંતર્ભાવ; હોવાપણું