________________
૭૦૧ (૪) એકત્વ ભાવના=આ આત્મા સદા એકલો જ છે. જમમાં તથા મરણમાં
એકલો છે. તેનો કોઇ સંગી નથી. તે સુખ ભોગવવામાં એકલો, સંસારભ્રમણ કરવામાં એકલો નિર્વાણ થવામાં એકલો. સદા આત્મા એકલો જ રહે છે.
તેનો સાથી કોઇ નથી એવું હંમેશા વિચારવું તેને એકત્વ ભાવના કહે છે. (૫) અન્યત્વ ભાવના=સંસારના જેટલા પદાર્થો છે તે બધા જુદા જુદા છે. કોઇ
પદાર્થ કોઇ પદાર્થમાં મળેલો નથી. મન, વચન, કાયા, એ બધાં આત્માથી જુદાં છે. જયારે આ શરીર, મન અને વચન પણ આત્માથી જુદાં છે તો આ પ્રગટરૂપે જુદાં એવાં ઘર, ઝવેરાત, મકાન વગેરે એક કેવી રીતે હોઇ શકે ? આ
જાતનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના છે. (૬) અશુચિ ભાવના= આ શરીર સદેવ નવ દ્વારથી વહેતા મળ-મૂત્રનો ખજાનો
મહા અશુચિરૂપ છે અને આત્મા જ્ઞાનમય મહાપવિત્ર છે, તો આત્માનો શરીરાદિથી સંબંધ કેવી રીતે હોઇ શકે ? એમ વારંવાર ચિંતવન કરવું તે છઠ્ઠી
અશુચિ ભાવના છે. (૭) આસવ ભાવના =૫ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય ૧૫ યોગ-એ
આસવના ૫૭ ભેદ છે. આ ભેદો વડે આ જીવ હંમેશા કર્મોનો આસ્રવ કર્યા કરે છે. જયાં સુધી (શુદ્ધભારૂક્ષ્મ સંવર વડે) તે આસવોનો ત્યાગ ન થાય ત્યાં સુધી આ જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. અર્થાત્ જીવને આ આસવ જ દુઃખદાયક પદાર્થ છે. એમ વારંવાર ચિંતવન કરવું તેને જ આસ્રવ ભાવના કહે
બાર પ્રકારના તપ અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત
શાસન અને કાયક્લેશ એ છ પ્રકારના બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપ મળી
બાર પ્રકારનાં તપ છે. બાર ભાવનાઓ :અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસવ,
સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ, અને ધર્મ એ બાર ભાવનાઓનું નિરંતર
વારંવાર ચિંતન અને મનન કરવું જોઇએ. (૧) અનિત્ય-અધૃવ ભાવના= સંસારની સમસ્ત વસ્તુઓ-શરીર, ભોગાદિ બધું
નાશવાન છે. આત્મા નિત્ય છે, ધ્રુવ છે, માટે અધૃવ વસ્તુને છોડીને ધ્રુવ વસ્તુમાં ચિત્ત લગાવવું એને જ અનિત્ય ભાવનતા કહે છે. અશરણ ભાવના = આ જગતમાં કોઇ કોઇને શરણ નથી બધા પ્રાણી કાળને વશ છે, કાળથી બચાવનાર કોઇ નથી. વ્યવહાર નયથી ચાર શરણ છે. - અહંતનું શરણ, સિધ્ધનું શરણ, સાધુનું શરણ અને જૈનધર્મનું શરણ અને વાસ્તવમાં નિશ્ચયનયથી કેવળ પોતાનો આત્મા જ શરણ છે, બીજું નહિ.
એવો (સ્વ સન્મુખતા સહિત) વિચાર કરવો તે આ બીજી અશરણભાવના છે. (૩) સંસારભાવના=સંસાર બહુ દુઃખરૂપ છે. ચારે ગતિમાં કયાંય પણ સુખ નથી.
નરક ગતિમાં તો પ્રગટરૂ૫ તાન, ભેદન-છેદન, ઇત્યાદિ ઘણાં દુઃખ છે. તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ ઘણો ભાર વહન કરવો વગેરે દુઃખ છે. મનુષ્ય ગતિમાં પણ અનેક ચિંતા, વ્યાકુળતા વગેરે ઘણાં દુઃખ છે. દેવગતિમાં પણ વિષયવાસના છે અને નાના દેવો મોટા દેવોના વૈભવ જોઇને દુઃખી થાય છે. દેવોનું આયુષ્ય લાબું અને દેવાંગનાઓનું આયુષ્ય ટૂંકું હોવાથી વિયોગમાં અવશ્ય દુઃખ થાય છે. મરણના છ માસ અગાઉ જયારે મંદાર પુષ્પની માળા કરમાવા લાગે છે ત્યારે અત્યંત ખેદ અને દુઃખ થાય છે વગેરે પ્રકારે દેવગતિમાં પણ ઘણાં દુઃખ છે એક સુખ માત્ર પંચમગતિ અર્થાત મોક્ષમાં છે તેથી પ્રત્યેક પ્રાણીએ ચાર ગતિરૂપ સંસારથી ઉદાસીન થઇને પંચમગતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઇએ. આવું હંમેશા ચિંતન કરતા રહેવું તે ત્રીજી સંસારભાવના
(૨)
(૮) સંવર ભાવના = કર્મોના આગમનને રોકવું તેને જ સંવર કહે છે. આ સંવર જ
સંસારથી છોડાવનાર અને મોક્ષમાં પહોંચાડનાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ, પાંચ પ્રકારના ચારિત્ર-એ બધાં સંવરનાં કારણો છે. બધા પ્રાણીઓએ આ બધાં કારણોને ધારણ કરી સંવરની પ્રાપ્તિ કરવી જોઇએ-એવું વારંવાર ચિંતવન કરવું તેને જ
સંવર ભાવના કહે છે. (૯) નિર્જરા ભાવના = કર્મોનો એક દેશ ક્ષય થવો તેને નિર્જરા કહે છે. આ
નિર્જરા બે પ્રકારની છેઃ સવિપાક નિર્જર અને અવિપાક નિર્જરા. સવિપાક