________________
(૨) કથા - કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન |
કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામવિલાસ સંબંધી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શુંગાર સંબંધી કથા
બ્રહ્મચારીએ ન કરવી. (૩) આસન - સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે
ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે, એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે. ઇંદ્રિય નિરક્ષણ - સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવાં; એના
અમુક અંગ પર દષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. (૫) કુક્યાંતર - ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય ને સ્ત્રીપુરુષ જ્યાં
મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ બેસવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારના
કારણ છે. (૬) પૂર્વ ક્રિીડા - પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી
હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. (૭) પ્રણીત - દૂધ, દહીં, ઘૂતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુધા
આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. અતિમાત્રાહાર - પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બધા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવસ્થામાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક
સમજણપૂર્વક કહી છે. બાથર્યવત :જે જ્ઞાની સમ્યદ્રષ્ટિ શ્રાવક દેવાંગના મનુષ્યવાદી તિર્થંચણી અને
ચિત્રામણની ઈત્યાદિ ચારે પ્રકારની બધીય સ્ત્રીઓનો મન-વચન-કાયાથી અભિલાષ ન કરે તે બ્રહ્મચર્ય વ્રતનો ધારક થાય છે.
ભાચારી તીર્થક્યો ચોવીસ તીર્થકરોમાં (૧) વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ,
પાર્શ્વનાથ અને મહાવીર આ પાંચ તીર્થકરો બ્રહ્મચારી હતા. બ્રાને પરમાત્મપણાને; સિત્વને. બ્રહામૂર્તિ :જ્ઞાનમૂર્તિ બહારં : માથામાં તાળવા ઉપરનું એક મનાતું છિદ્ર. બ્રણાવેદના સ્વાનુભવ અમૃતરસનો આહલાદ્ બ્રહાસત્ય અને જગતમિથ્યા :આત્મા સત્ય અને બીજું ભ્રમ. બ્રહ્મા પોતાના સહજ આનંદ ગુણને બ્રહ્મ (જ્ઞન સ્વરૂપ આત્મા) ભોગવે; અથવા
બ્રહ્મા =સર્જનહાર; પોતાની સ્વાધીન સુખમય અવસ્થાને ઉત્પન્ન કરનાર, દરેક સમયે નવી નવી પર્યાયને ઉત્પન્ન કરનાર છે, તેથી તે સ્વસ્વભાવ પરિણમનરૂપ સૃષ્ટિનો કર્તા જીવ છે. એ દૃષ્ટિએ દરેક જીવ સ્વતંત્ર પોતે બ્રહ્મા છે. (૨) સર્જનહાર, પોતાને સ્વાધીન સુખમય અવસ્થાને ઉત્પન્ન કરનાર દરેક સમયે નવી નવી પર્યાયને ઉત્પન્ન કરે છે તેથી તે સ્વસ્વરૂપની પરિણમનરૂપ
સૃષ્ટિનો કર્તા જીવ છે. એ દષ્ટિએ દરેક જીવ સ્વતંત્ર પોતે બ્રહ્મા છે. બ્રહ્માનંદ :આત્મા સાથેની એકતાનો આનંદ; આત્માનંદ-ચિદાનંદ બ્રહમોપદેશ :આનંદ સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય તે ઉપદેશ છે. બહિંમોહદષ્ટિ બહિર્મુખ એવી મોહ દષ્ટિ. (આત્માને ધર્મપણે થવામાં વિઘ્ન
કરનારી એક બહિર્મોહ દ્રષ્ટિ જ છે.) બ્રાહલીવેદના સ્વાનુભવ અમૃતરસનો આહલાદ બાગ :ફીડાવન બાચકાં ભરવા પાંચ આંગળાં વડે પકડવું; બલુરવું; ધૂમડાને પકડવા; વલખાં
મારવા બાજન યોગ્ય, પાત્ર બાદર પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમજ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે
તેમ સૂમ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. (૨) અનંત પ્રદેશવાળા સ્કંધો; ભૂલ. (૩)