________________
છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય. એનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વનું મહાપાપ છે. (૬) બ્રહ્મચર્યની નવ ગુપ્તિ-નવ વાડ
(૧) પહેલી વાડે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનને સેવવું, સહિતને સેવે તે ઉદર ને બિલાડીનું દૃષ્ટાંત.
(૨) બીજી વાડે સ્ત્રી-પુરુષનો વિષયરૂપ વિકથા કરવી નહિ. કરે તો લીંબુ અને દાઢનું દૃષ્ટાંત.
(૩) ત્રીજી વાડે સ્ત્રી-પુરુષના આસન પર અંતર્મુહર્ત થયા સિવાય બેસવું નહિ, બેસે તો કોળું અને કણકનું દૃષ્ટાંત.
(૪) ચોથી વાડે સ્ત્રી-પુરુષનાં અંગોપાંગ વિષયબુદ્ધિથી નિરખવા નહિ, નિરખે તો સૂર્ય ને નેત્રનું દૃષ્ટાંત.
(૫) પાંચમી વાડે ભીંત ખવેડાને આંતરે સંયોગી વસતાં હોય ત્યાં બ્રહ્મચારીએ બેસવું નહિ, વસે તો લાખ, અગ્નિ અને મીણનું દૃષ્ટાંત. (૬) છઠ્ઠી વાડે પૂર્વે ભોગવેલા કામભોગ સંભારવા નહિ, સંભારે તો મુસાફરને (સાપના વલોણાંની) છાશનું દૃષ્ટાંત.
(૭) સાતમી વાડે પ્રતિદિન અતિશય સરસ આહાર કરવો નહિ, કરે તો સન્નિપાળાને દૂધ-સરસનું દૃષ્ટાંત.
(૮) આઠમી વાડે અતિશય દાબીને આહાર કરવો નહિ, કરે તો શેરની તોબડી ને બશેરનું દૃષ્ટાંત.
(૯) નવમી વાડે શરીર ઉપર શોભા શણગાર કરવા નહિ, કરે તો રાંક અને રત્નનું દૃષ્ટાંત.
બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર :૧.કામભોગ-વિષય સેવન કરવાની બહુ લાલસા રાખવી, ૨. જે અંગ વિષય સેવન કરવાના નથી તેવાં મુખ, નાભિ, સ્તન વગેરે અનંગોમાં રમણ કરવું, ૩. બીજાના પુત્ર પુત્રીઓના વિવાહ કરાવવા. ૪ વ્યભિચારિણી વેશ્યા તથા કન્યા વગેરે સાથે લેણદેણ આદિ વ્યવહાર રાખે, વાર્તા કરે, રૂપ શ્રૃંગાર દેખે, ૫ વ્યભિચારિણી બીજાની સ્ત્રી સાથે પણ એ પ્રમાણે કરવું-એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે.
૬૯૮
બ્રહ્મચર્ય માટે નવ વાડ :(૧) વસતિ, (૨) કથા, (૩) આસન, (૪) ઈન્દ્રિય નિરીક્ષણ, (૫) કુડ્યાંતર, (૬) પૂર્વ ક્રીડા, (૭) પ્રણીત, (૮) અતિમાત્રાહાર અને (૯) વિભૂષણ. બ્રહ્મચર્ય-અણુવ્રતના પાંચ અતિચાર :
(૧) પરિવવાહકરણ-બીજાના પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા-કરાવવા, (૨) પરિગૃહીત ઈત્યરિકાગમન=પતિસહિત વ્યભિચારિણી સ્રીઓ પાસે આવવું-જવું, લેણદેણ રાખવી, રાગ-ભાવપૂર્વક વાતચીત કરવી. (૩) અપરિગૃહીત ઈત્યરિકાગમન=પતિરહિત વ્યભિચારિણી સ્રી (વેશ્યાદિ) ને ત્યાં આવવું-જવું, લેણદેણ વગેરેનો વ્યવહાર રાખવો.
(૪) અનંગક્રીડા=અનંગક્રીડા એટલે કે કામસેવન માટે નિશ્ચિત અંગોને છોડીને અન્ય અંગોથી કામસેવન કરવું.
(૫) કામતીવ્રાભિનિવેશા=કામસેવનની અત્યંત અભિલાષા. એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચારો છે.
બ્રહ્મચર્યની નવ વાડ જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું
છે ? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે ? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહીં જઉં છું.
(૧) વસતિ – જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે ઃ મનુષ્ટિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું; પશુ એટલે તિર્થંચિણી ગાય, ભેંસ ઈત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું; અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઈત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે.