________________
બુદ્ધિના આઠ ગુણો: (૧) શુભૂષા= સાંભળવાની ઈચ્છા તે શુશ્રષા. (૨) ગ્રહણ =અર્થ સમજીને ગ્રહણ
કરવું તે ગ્રહણ. (૪) ધારણ= સ્મૃતિમાં રાખવું તે ધારણ. (૫) વિજ્ઞાન=ને સંબંધી વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન. (૬) ઉહા=શંકા ઉપસ્થિત કરવી તે ઉહા. (૭) અપોઈ=પોતાની કે પરની શંકાનું સમાધાન તે અપોહ. (૮) તત્ત્વાભિનિવેશ=જે તત્વનિર્ણય થાય તે છોડે નહિ તે તત્ત્વાભિનિવેશ. અથવા (૧) ધર્મકથા સાંભળવવાની ઇચ્છા, (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) સ્મરણ (૫) સાંભળેલામાં તર્ક ઉઠાવવો, (૬) શંકાનું સમાધાન કરવું (૭) પદાર્થનું સંશય રહિત જ્ઞાન અને (૮) તત્વ નિર્ણય એ બુધ્ધિના આઠ ગુણો
કહેવાય છે. બુદ્ધિના બારદાન :સ્થળ બુધ્ધિવાળા બુદ્ધિપૂર્વક રુચિપૂર્વક; અભિપ્રાયપૂર્વક. (૨) બુદ્ધિથી પકડાય એવો વિકલ્પ હોય
તેને બુધ્ધિપૂર્વક કહેવાય. બુદ્ધિપૂર્વકનો રાગ :જ્ઞાનમાં જણાય એવો રાગ (૨) મનપૂર્વકનો રાગ બુદ્ધિપ્રસાર :વિકલ્પોનો ફેલાવો; વિકલ્પ વિસ્તાર; ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું
તે; મનની ચંચળતા. અહંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે, માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે. માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે ભાવતો નથી, તે જીવને માયા-મિથ્યા-નિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાગરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી એમ ઠર્યું કે સમસ્ત
અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે. બુધ:સમજુ (૨) વિદ્વાનો; જ્ઞાનીઓ. (૩) જ્ઞાની; હિત કરવાના કામી; વિચક્ષણ બુધ જન :ચતુર પુરુષ; ચકોર પુરુષ બુધ જનો :જ્ઞાની પુરુષો
બુધ પુરુષો સમજુ જીવો. બ્રહ્મ પરમાત્મપણું; સિદ્ધત્વ. (૨) આનંદ (3) જીવ; આત્મા જીવ જગતના
ઉપાદાન અને નિમિત્ત કારણરૂપે આત્મા સ્વીકારાયેલું અનાદિ અનંત એક પરમતત્વ; પરમાત્મા, પરમેશ્વર. (૪) સચ્ચિદાનંદ પ્રભુ આત્મા. (૫) પરમ સ્વભાવવાન ભગવાન આત્મા (૬) આનંદ સ્વરૂપ આત્મા (૭) જ્ઞાન સ્વરૂપ
આત્મા (૮) સિદ્ધ; પરમેષ્ઠી. બ્રહાઅર્થવ્રતના પાંચ અતિચાર :(૧) પરના વિવાહ કરવા (૨-૩) પરની
પરિણીત-અપરિણીત સ્ત્રીનો સંસર્ગ રાખવો (૪) કામક્રીડા (૫) કામનો
તીવ્ર અભિપ્રાય એ બ્રહ્મચર્ય વ્રતના પાંચ અતિચાર છે. બ્રાહાચર્ય :બ્રહ્મ અર્થાત્ નિજશુદ્ધાત્મામાં ચરવું; રમણ કરવું જ બ્રહ્મચર્ય છે.
પદ્રવ્યોથી રહિત પોતાના શુદ્ધ-બુદ્ધ આત્મામાં જે ચર્ચા અર્થાત્ લીનતા થાય છે તેને જ બ્રહ્મચર્ય કહે છે. વ્રતોમાં સર્વશ્રેષ્ઠ આ બ્રહ્મચર્યવ્રતનું જે પાલન કરે છે તે અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત કરે છે. જો કે નિજાત્મામાં લીનતા જ બ્રહ્મચર્ય છે, તથાપિ જ્યાં સુધી પોતાના આત્માને જાણશે નહિ, માનશે નહિ ત્યાં સુધી તેમાં લીનતાનો સંભવ કેવી રીતે થશે ? આથી જ કહ્યું છે કે આત્મલીનતા અર્થાત્ સમ્યક્યારિત્ર આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાનપૂર્વક જ હોય છે. બ્રહ્મચર્યની સાથે જોડેલ ઉત્તમ શબ્દ પણ આ જ જ્ઞાન કરાવે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સહિત
સમ્યકુચારિત્ર જ ઉત્તમ બ્રહ્મચર્ય છે. બ્રહમચર્ય પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે
બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે. (૨) આત્મા શુદ્ધ આનંદકંદ છે તેની દષ્ટિ રાખી તેમાં લીનતા કરવી તે બ્રહ્મચર્ય છે. (૩) બ્રહ્મ નામ આત્મા, એમાં ચર્ય એટલે રમવું આત્મામા: રમણતા-લીનતા કરવી તેનું નામ બ્રહ્મચર્ય છે. (૪) બ્રહ્મ નામ આત્મા, શુધ્ધ ચિદાનંદ ચૈતન્ય ચિંતામણિ પ્રભુ અને ચર્ય નામ ચરવું. શુધ્ધ ચૈતન્યમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાય ધર્મ ન થાય. (૫) શુધ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવી-ઠરવું તેનું નામ બ્રહ્મચર્ય