________________
૧૬૩
નિશ્ચયે ચિલ્ચકિતને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે; તેથી
નિશ્ચયે આત્મા ચિન્શક્તિ સ્વરૂપ છે અને વ્યવહારે ચિત્થતિવાન છે. (૪) નિશ્ચયે ભાવકનાં આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં
સ્વયં ઈશ (સમર્થ) હોવાથી ‘પ્રભુ છે; વ્યવહારે (અસદ્ભુત વ્યવહારનો) દ્રવ્યકર્મો નાં આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી “પ્રભુ' છે.(૫) નિશ્ચયે પૌદ્ગલિક કર્મો જેમનું નિમિત્ત છે એવા આત્મ પરિણામોનું કર્તુત્વ હોવાથી ‘કર્તા' છે; વ્યવહારે (અસભૂત વ્યવહારન) આત્મ પરિણામો જેમનું નિમિત્ત છે
એવાં પૌદ્ગલિક કર્મોનું કતૃત્વ હોવાથી કર્તા છે. (૬) નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવાં સુખદુઃખ પરિણામોનું
ભોડુત્વ હોવાથી ભોક્તા છે; વ્યવહારે (અસભૂત વ્યવહારની શુભાશુભ કર્મોથી સંપાદિત (પ્રાપ્ત) ઈષ્ટાનિષ્ટ વિષયોનું ભાતૃત્વ
હોવાથી ‘ભોકતા' છે; (૭) નિશ્ચયે લોક પ્રમાણ હોવા છતાં વિશિષ્ટ અવગાહ પરિણામની
શક્તિવાળો હોવાથી નામકર્મથી રચાતા નાના-મોટા શરીરમાં રહેતો
થકો વ્યવહારે સભૂત વ્યવહારનય) ‘દેહ પ્રમાણ છે. (૮) વ્યવહારે (અસભૂત વ્યવહારન) કર્મો સાથે એકત્વ પરિણામને લીધે મૂર્ત
હોવા છતાં, નિશ્ચયે અરૂપી સ્વભાવવાળો હોવાને લીધે ‘અમૂર્ત’ છે. (૯) નિશ્ચયે પુદ્ગલ પરિણામને અનુરૂપ ચૈતન્ય પરિણાત્મ કર્મો સાથે સંયુકત
હોવાથી ‘કર્મસંયુક્ત' છે. વ્યવહાર (અસભૂત વ્યવહારનો) ચૈતન્ય પરિણામને અનુરૂપ પુલપરિણામાત્મક કર્મો સાથે સંયુકત હોવાથી ‘કર્મસંયુક્ત’ છે. સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે (અર્થાત્ ભાવક સાથે) સંયુક્ત હોવાથી કર્મ સંયુક્ત છે અને વ્યવહાર નિમિત્તભૂત આત્મપરિણામોને અનુરૂપ એવા નૈમિત્તિક પુગલ-કર્મો સાથે (અર્થાત્ દ્રવ્યકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મ સંયુક્ત છે.
અબદ્ધ પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છે. (૧) અબદ્ધ પૃષ્ટ = કોઈ સંયોગથી બંધાયેલો નથી, પરાધીન નથી;
આસંયોગી જ્ઞાયક છું. (૨) અનન્ય = પરરૂપે નથી, દેહીદિ મારાં નથી; હું તેનો નથી. પરક્ષેત્રનો
કોઈ સંબંધ મારે નથી, સર્વ પરવસ્તુથી રહિત સ્વમાં ત્રિકાળ અભેદ છું. (૩) નિયત = એક એક સમયની અવસ્થાના ભેદ પૂરતો નથી પણ ત્રિકાળી
ટકનાર નિત્ય એકરૂપ સ્વભાવી છું. (૪) અવિશેષ = ગુણના જુદાજુદા ભેદરૂપે નથી, પણ સામાન્ય એકાકાર
અનંત ગુણનો પિંડ અભેદ સ્વરૂપે છું. (૫) અસંયુક્ત = કર્મના સંબંધે રાગ-દ્વેષ, હર્ષ-શોક આદિ જે ભેદ પડે છે તે
ભેદ રૂપ અવસ્થાપણે નથી, નિમિત્તાધીન થતા વિકારનો કર્તા નથી, (ક્ષણિક અવસ્થામાં વિકાર કરે છે પોતે, પણ સ્વભાવમાં તેનો સ્વીકાર
નથી.) સ્વભાવાશ્રિત ગુણોની નિર્મળતાનો જ ઉત્પાદક છું. આત્મામાં જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, વીર્ય (આત્મબળ), અસ્તિત્વ (ત્રિકાળ હોવાપણું), વસ્તુત્વ (પ્રયોજનરૂપ સ્વાધીન સ્વભાવપણું, કાર્ય કરવામાં પોતાનું સમર્થપણું), પ્રદેશત્વ (પોતાનો સ્વતંત્ર આકાર, પહોળાપણું), આદિ અનંતગુણના પિંડપણે આત્મા છે. ગુણના પાડ્યા વિના અખંડ તત્ત્વ સમજાવી શકાતું નથી વ્યવહારે ભેદ પાડી કહે છે કે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણ ગુણના ભેદ પાડી જુદા બતાવ્યા, પણ વસ્તુમાં તે ત્રણે ગુણો જુદા જુદા નથી, એક સાથે આત્મામાં છે છતાં અજ્ઞાનીને એકલો આત્મા ભેદ પાડ્યા સિવાય કહે તો તે સમજી શકે નહિ તેથી વ્યવહારથી ભેદ પાડી, જે દર્શન, જ્ઞાન, ચારિત્રને નિત્ય પ્રાપ્ત છે તે આત્મા છે એમ મુખ્ય ત્રણ ગુણોથી ભેદ પાડી સમજાવે છે. પરમાર્થ વસ્તુમાં ભેદ નથી. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવો અનંત સામર્થ્યથી ભરપૂર વર્તમાનમાં જ છે, સમય-સમય ત્રિકાળી થઈને આત્મા અનંત છે એવી અનંતતા નથી પણ વર્તમાન સમયે જ અનંત