________________
મનુષ્યક્ષેત્રમાં છે તે બા ગતિ કરનારા અને મનુષ્યક્ષેત્રની બહાર
રહેનારા સ્થિર હોય છે. (૪) વૈમાનિક દેવો - બે પ્રકારના કહ્યા છે - ૧. કલ્પવાસી અને ૨.
અકલ્પવાસી (કલ્પાતીત). (૧) કલ્પવાસી દેવોના બાર પ્રકાર છે - ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩.
સનતકુમાર, ૪, મહેન્દ્ર ૫. બ્રહ્મલોક, ૬. લાંતક, ૭. મહાશુક, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણ, ૧૧. આરણ અને ૧૨. અમૃત. કલ્પાતીત દેવો બે પ્રકારના કહ્યા છે (૧) રૈવેયક અને (૨) અનુત્તર. નૈવેયકની ત્રણ ત્રિકો છે- હેડેની, મધ્યમ અને ઉપરની. અને તે દરેકની પાછી નીચેની, મધ્યમ અને ઉપરની
એમ ત્રણ ત્રિકો મળીને કુલ નવ પ્રકારના રૈવેયક કહ્યા છે. અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવોના પ્રકાર પાંચ છે - ૧. વિજય ૨. વૈજયંત ૩. જયંત ૪. અપરાજિત અને ૫. સર્વાર્થ સિદ્ધ. કલ્પવાસી દેવોમાં સ્વામી-સેવક ભાવ છે, પણ કલ્પાતીતમાં નથી.
મનુષ્યલોકમાં પણ કોઈ નિમિત્તથી જવાનું થાય, તો કલ્પવાસી જ
જાય છે. કલ્પાતીત દેવ સ્થાન છોડી કયાંય જતા નથી. જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌલિક કર્મ નિમિત્તભૂત છે. તેથી દેવત્વાદિ
જીવનો સ્વભાવ નથી. વળી, દેવ મટીને દેવ જ થયા કરે અને મનુષ્ય મટીને મનુષ્ય જ થયા કરે - એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેવાને યોગ્ય જ ગતિનભકર્મ અને આયુષકર્મ બંધાય
છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિ - આયુષ પ્રાપ્ત થાય છે. દેશ :ઘણા અંશોનો સમૂહ, તે દેશ (૨) અખંડ દ્રવ્ય, ગુણોના સમૂહથી દેશ કહેવાય
છે. (૩) ક્ષેત્ર. આત્મા તારો દેશ અહીં શરીરમાં અંદરમાં છે. અસંખ્ય પ્રદેશી અનંત ગુણોનો આખો એક સમાજ તારો દેશ છે. અનંત ગુણોનું વાસ્તુ એવો તારો દેશ છે. લોકમાં જેટલા પ્રદેશો છે, એવડો અસંખ્યપ્રદેશી ભગવાન! જારો દેશ છે. અને તેમાં અનંત ગુણોનો સમાજ વસે છે. આવડો મોટો દેશ, અને
૪૪૬. તેમાં અધધધ આવડી મોટી સંખ્યા વસે! ઘાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય, અકર્તુત્વ અભોકતૃત્વ કરણ, સંપ્રદાન, જીવ–આદિ અનંત, અનંત શકિતરૂપી સમાજનો જેમાં એકમેકપણે વાસ છે. એવો મહાન દેશ પ્રભુ! જે આત્મા છો. જે દ્રવ્યાર્થિક તપ વિષય છે. આ જ્ઞાનનું પરમશેય અને ધ્યાનનું એકમાત્ર ધ્યેય
છે. આવું તારું તત્ત્વ બહુ ઝીણું સૂક્ષ્મ છે, પ્રભુ! દેશકાલ દેશ-કાળને જાણનાર, દેશકાળનો જાણ (દેશ કાલજ્ઞ) દેશકાલg :દેશ-કાળને જાણનાર; દેશકાળનો જાણ. દેશથારિત્ર નિશ્ચય સમ્યગ્દર્શન સહિત, ચારિત્રગુણની આંશિક શુદ્ધિ થવાથી,
(અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાન કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને, દેશચારિત્ર કહે છે. (આ શ્રાયકદશામાં, વૃતાદિરૂપ શુભભાવ હોય છે.) (શદ્ધ દેશચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહાર વ્રતથી બંધ થાય છે. નિશ્ચય
ચારિત્ર વિના, સાચું વ્યવહાર ચારિત્ર હોઇ શકે નહિ.) દેશના ઉપદેશ (૨) ઉપદેશ, બોધ. (૩) સબોધ સરસ્વતી, દિવ્યવાણીરૂપી
સરસ્વતી. દેશના લબિ :એકવાર સ્વરૂપ ગુરુ પાસેથી, પોતાની રુચિના જોર યર્થાથ સત્ય
સાંભળે છે, તેને દેશનાલબ્ધિ કારણ કહેવાય છે. (૨) આત્મા આખો કેવો છે તે સાંભળ્યું તે દેશના લબ્ધિ છે. (૩) યથાર્થ ઊપદેશ (૪) જે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે, તે જીવ તે વખતે અથવા પૂર્વ ભવે સમ્યકજ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળે હોય છે, તેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. (૫) ગુનો ઉપદેશ; સદગુરુનો ઉપદેશ. (૬) છ દ્રવ્યો અને નવ પદાર્થોનો ઉપદેશ કરવાવાળા આચાર્ય વગેરેથી ઉપદેશનો લાભ મળવો તેને દેશનાલબ્ધિ કહે છે. (૭) અનાદિનો નિયમ છે કે, એકવાર યર્થાથ સત્સમાગમ પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી કાને પડવી જોઇએ. આ શ્રવણને, શાસ્ત્ર ભાષામાં દેશના લબ્ધિ કહે છે. પછી તે ભવે કે બીજા ભવે પોતાની મેળે તત્ત્વમનનથી જાગે, પણ પ્રથમ ગુરુગમ વિના એકલો શાસ્ત્ર વાચે, કોઇની મારફત વાતો સાંભળે, કલ્પના કરેતો, તત્ત્વ સમજાય તેવું નથી. (૮) જે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે, તે