________________
માનનાર અથવા શરીર અને આત્માને એક માનનાર જીવ જ બહિરાત્મા છે. તે અજ્ઞાની-મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા સિવાયના બીજા બાહ્ય પદાર્થોમાં આત્માપણું (પોતાપણું) માનવાને કારણે જ એ બહિરાત્મા કહેવાય છે. અનાદિકાળથી આ આત્મા શરીરની ઉત્પત્તિમાં જ પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં જ પોતાનો નાશ તથા શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતાના માની રહ્યો છે. જયાં સુધી આ ભૂલ ન નીકળે ત્યાં સુધી જીવ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે. (૬) મૂઢ, મિથ્યાત્વ; રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે.જે સુખામૃત નિર્વિકલ્પ સમાધિથી પ્રગટેલા સદા આનંદરૂપ એક સુખામૃત સ્વભાવને પામ્યા નથી અને દેહને જ
આત્મા માને છે તે આત્મા બહિરાત્મા છે. બહિરાત્મા-અંતરાત્મા ને પરક્ષાત્મા :મૂઢ, બહિરાત્મા, વિચક્ષણ, અંતરાત્મા અને
પરબ્રહ્મ, પરમાત્મા એમ આત્મા ત્રણ પ્રકારે છે. જે દેહને જ આત્મા માને છે તે પ્રાણી બહિરાત્મા છે. મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા અંતરાત્મા છે તથા શુધ્ધ-બુધ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુધ્ધ એટલે રાગાદિ રહિત તથા બુધ્ધ એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયે સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મથી રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેદવાળો છે. જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી પ્રગટેલા સદા આનંદરૂપ એક સુખામૃત સ્વભાવને પામ્યા નથી અને દેહને જ આત્મા માને છે તે આત્મા બહિરાત્મા છે. બહિરાત્મા હેય છે. તેની અપેક્ષાએ જો કે અંતરાત્મા ઉપાદેય છે તો પણ સર્વ પ્રકારે ઉપોદયભૂત એવા પરમાત્માની અપેક્ષાએ તે પણ હય છે. શુધ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્મા જ એક આરાધવા યોગ્ય ધ્યાન કરવા યોગ્ય પ્રાપ્ત
કરવા યોગ્ય સર્વ પ્રકારે ઉપોદય છે. બહિરાત્મા–અંતરાત્મા-પરમાત્મા તું ત્રણ પ્રકારના આત્માને જાણીને
બહિરાત્મભાવને શીધ્રત્યાગી દે અને જે કેવળજ્ઞાનમય પરમાત્મ સ્વભાવ છે. તેને અંતરાત્મ લક્ષણવાળા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કરીને જાણ.
સ્વસંવેદન જ્ઞાન કરીને જે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાદેય છે. અહીં શિવ એમ પ્રશ્ન કરે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં વીતરાગ વિશેષણ શા માટે મૂકયું છે ? કારણ કે જે સ્વસંવેદન જ્ઞાન હશે તે તો રાગરહિત હશે જ. તેનું સમાધાન શ્રી ગુરુ આપે છે કે – વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓના (સ્વરૂપનું) જાણપણું થાય છે. પણ તે જાણપણું રાગાદિભાવે કરી મલિન હોય છે, માટે ત્યાં નિજરસ શુધ્ધ આત્માનો અનુભવ નથી અને વીતરાગદશામાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે. તેમજ ત્યાં રાગાદિભાવે કરી આકુળ-વ્યાકુળતા હોતી નથી. તે સ્વસંવેદનજ્ઞાન પ્રથમ અવસ્થામાં ચોથા પાંચમા ગુણસ્થાનવાળા ગૃહસ્થને પણ હોય છે. પણ ત્યાં રાગ જોવામાં આવે છે માટે સરાગ અવસ્થાના નિષેધને અર્થે વીતરાગ સ્વસંવેદનપદ મૂકયું છે. રાગભાવ છે તે કપાયરૂપ છે. તેથી જયાં સુધી મિથ્યા દષ્ટિએ અને અનંતાનુબંધી કષાય છે ત્યાં સુધી તે બહિરાત્મા છે, તેને તો સ્વસંવેદનજ્ઞાનસમ્યગ જ્ઞાન સર્વથા જ નથી. ચોથા ગુણસ્થાનમાં રહેનાર સભ્યદ્રષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુંબંધી કષાયનો અભાવ થવાથી સમ્યજ્ઞાન પ્રગટયું છે પણ કષાયની ત્રણ ચોકડી અવશેષ હોવાથી બીજના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. અને પાંચમાં ગુણસ્થાનવાળા આત્માને બે ચોકડીનો અભાવ હોવાથી ચોથા ગુણસ્થાન કરતાં પાંચમામાં રાગભાવ ઓછો છે, વીતરાગતા વધી છે. આથી સ્વસંવેદનજ્ઞાન પણ વિશેષ છે, પણ એ ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતા નથી; મુનિને ત્રણ ચોકડી (અનંતાનુબંધી ક્રોધ, માન, માયાને લોભ; અપ્રત્યાખાનાવરણીય ક્રોધ, માન, માયાને લોભ તથા પ્રત્યાખ્યાન વરણી ક્રોધ, માન, માયા ને લાભ) નો અભાવ છે. માટે તેઓને રાગભાવ નિર્બળ હોય છે, અને વીતરાગભાવ પ્રબળ હોય છે. મુનિ અવસ્થામાં પહેલાં કરતાં, નીચેની અવસ્થા કરતાં વીતરાગતા વિશેષ છે; પણ ચોથી ચોકડી (સ્વજવલન કષાય) બાકી છે તેથી અત્રે વીતરાગ સંયમી જેવો પ્રકાશ નથી. સાતમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી મંદ થઇ જાય છે. ત્યાં આહાર-વિહારાદિ ક્રિયા નથી હોતી, એમાં ધ્યાનરૂઢ અવસ્થા છે.