________________
(૫) આયુષ્ય=જયારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે
દેવના શરીરમાં રોકાઇ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
આયુકર્મ કહે છે. (૬) નામ = જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય
નિમિત્ત થાય તેને નામ કર્મ કહે છે. (૭) ગોત્ર= જીવને ઉચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે
કર્મનો ઉદય નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે. (૮) અંતરાય= જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિનમાં જે
કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે. પ્રકૃત્તિબંધના આ આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે. અને બાકીના વેદનીય,આયુ,નામ અને ગોત્ર એ ચારને અઘાતિકર્મ કહેવાય છે. કેમ કે, તેઓ જીવના અનુજીવી ગુણાના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે. વસ્તુમાં ભાવ સ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવ સ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે. જેમ એક જ વખતે ખાધેલો આહાર ઉદરાગ્નિના સંયોગે રસ, લોહી વગેરે જુદા જુદા પ્રકારે થઇ જાય છે. તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામો અનુસાર જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઇ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમે ક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિ રૂપે એક સાથે થઇ જાય છે. (૧) અનાદિથી જીવ કદી પણ શુધ્ધ થયો નથી પણ કષાયસહિત જ રહ્યો છે
અને તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે. કષાયભાવવાળો જીવ કયાયકર્મના નિમિત્તે નવો બંધ કરે છે. કષાય-કર્મને મોહકર્મ કહેવાય છે. આઠ કર્મોમાંથી તે એક જ કર્મ બંધનું નિમિત્ત થાય છે.
(૪) પહેલાં સૂત્રમાં બંધના જે પાંચ કારણો જણાવ્યા છે તેમાંથી પહેલાં
ચાર મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાયનો સમાવેશ અહીં કેટલા
કપાય શબ્દમાં થઇ જાય છે. (૫) અહીં જીવ સાથે કર્મનો બંધ થવાનું કહ્યું છે, તે કર્મ પુદગલો છે એમ
બતાવવા માટે સૂત્રમાં પુદ્ગલ શબ્દ કહ્યો છે. તેથી કર્મ આત્માનો અદુષ્ટ ગુણ છે. એવી કેટલાંક જીવોની જે માન્યતા છે તે દૂર થાય છે. સકષાયતાત્ –અહીં પાંચમી વિભક્તિ લગાડવાનો હેતુ એવો છે કે જેવો તીવ્ર, મધ્યમ કે મંદ કષાય જીવ કરે તે મુજબ જ કર્મોમાં સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. કર્મના નિમિત્તે જીવ સકષાય થાય છે એટલે કે જે જીવની અવસ્થામાં વિકારી થવા યોગ્ય લાયકાત હોય તેને કર્મનું નિમિત્ત હાજર હોય છે. અને જે જીવને કર્મનો સંબંધ ન હોય તે જીવની પોતાની લાયકાત પણ સકષાયરૂપ થવાની હોતી નથી. એ ધ્યાનમાં રાખવું કે સામે કર્મ ઉદય હોય માટે જીવને કષાય કરવો જ પડે એમ નથી; કર્મ હાજર હોવા છતાં જીવ પોતે જો સ્વલક્ષમાં ટકીને કષાયરૂપે ન પરિણમે તો તે કર્મોને
બંધનું નિમિત્ત કહેવાતું નથી. (૬) જીવને કર્મ સાથે જ સંબંધ છે. તે પ્રવાહે અનાદિથી ચાલ્યો આવે છે,
પણ તે એક જ સમય પૂરતો છે. દરેક સમયે પોતાની યોગ્યતાથી જીવ નવો નવો વિકાર કરે છે તેથી તે સંબંધ ચાલુ રહે છે પણ જડ કર્મો જીવને વિકાર કરાવતાં નથી. જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. જેમ ઘણાં કાળથી ઊનું થયેલું પાણી ક્ષણમાં કરી જાય છે તેમ અનાદિથી વિકાર ચાલ્યો આવતો હોવા છતાં વિકારની યોગ્યતા એક જ સમય પુરતી હોવાથી સ્વભાવને લક્ષે તે ટળી
શકે છે. વિકાર ટળતાં કર્મ સાથેનો સંબંધ ટળે છે. બંધુ:સ્વ; સ્વજન. (૨) કર્મનું ટકવું બંધુ વર્ગ :સગા સંબંધીઓ. બંધકઃ નવાં કર્મનો બંધ કરનાર