________________
વર્ગણાઓ, આહારક વર્ગણાઓ, તૈજસ વર્ગણાઓ અને કાર્માણ વર્ગણાઓ એનો અને જીવોનો જે બંધ કહેવાય છે તે જીવ-પુલ બંધ કહેવાય છે. જે કર્મના કારણે અનંતાનંત જીવ એક શરીરમાં રહે છે તે કર્મનું નામ જીવ બંધ છે. જે સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણોને લીધે પુદગલોનો બંધ થાય છે તેનું નામ પુદ્ગલબંધ છે. જે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિના નિમિત્તે જીવ અને પુલોનો બંધ થાય છે. તે જીવ -પુદ્ગલ બંધ કહેવાય છે. આ બંધને પણ ભગવાન જાણે છે. (૧૪) પરાશ્રિત પરિણામ જ બંધનું કારણ છે. એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યમાં કાંઇપણ કરે તેને દોષિત માન્યતા કહી છે. (૧૫) જેવી રીતે છિદ્રદ્વારા પાણી આવીને નૌકામાં ભરાઇ જાય છે તેવી રીતે કર્મ પરમાણુ આત્માના પ્રદેશોમાં મિથ્યાત્વાદિને કારણે એક ક્ષેત્રે ભેગાં થાય છે તે બંધ છે. (૧૬) આત્મા પોતે પોતાના વિકારી ભાવથી બંધાવા યોગ્ય છે. તે બંધાવા યોગ્ય પોતાની અવસ્થા તે ભાવબંધ અને તેનું નિમિત્ત પામી નવા કર્મ પોતાની યોગ્યતાથી બંધાણાં તે દ્રવ્યબંધ. કોઇ કોઇને બાંધતું નથી. જીવ બંધનરૂપ વિકારી ભાવ કરી, પરવસણમાં ઠીક-અકીક ભાવે અટકે ત્યારે પર નિમિત્ત થયું એવો આરોપ આવે છે, અને સ્વલક્ષે સ્થિર રહે તો નિર્મળ શક્તિનો વિકાસ થાય છે. વિકાસપણે નહિ થતાં પર વિષયમાં વિકાર ભાવે જોડાણ કરી અટકયો એટલે વર્તમાન અવસ્થા હીણી કરી તે જ ભાવબંધ છે. તે જ પરમાર્થ આવરણ છે. તે વિકારપણે થનારા આત્માની રાગ-દ્વેષ અવસ્થા થઇને ભાવકર્મ; પ્રથમ સમયથી બીજા સમયની અરૂપી અવસ્થા વિકારપણે બદલાણી તે ક્રિયા; એ ભાવબંધનો કર્તા અજ્ઞાનપણે જીવ છે. જડકર્મનો કર્તા જીવ નથી તથા કમેં જીવને રોકયો નથી. વર્તમાન એક સમયની સ્થિતિમાં થતા નવા બંધને પોતે રોકવાની યોગ્યતા જીવ રાખે છે. પ્રગટ વિકારી અવસ્થા વખતે પણ દરેક સમયે દ્રવ્યમાં ત્રિકાળી પૂર્ણ શક્તિથી અખંડપણું છે તેમ નહિ માનનારે પોતાનો સ્વભાવ હીણો માન્યો છે. પોતાના ત્રિકાળીપણાની માન્યતા ન કરી તે ભાવ જ બંધાવા યોગ્ય છે; જડ કર્મે બાંધ્યો નથી. અત્યાર સુધી શાસ્ત્રના નામે પલાખાં ગોખ્યાં કે કર્મ આવરણ કરે, કર્મ બાંધે તેથી તે ફેરવવું કઠણ લાગે છે. સ્વતંત્ર વસ્તુની
ઓળખાણ કરે તો બેઉ દ્રવ્યો જુદાં-સ્વતંત્ર હતાં છતાં નિમિત્તાધન માન્યતાનો સંસાર હતો એમ તે માને. શ્રધ્ધામાં પૂર્ણ સ્વતંત્ર સ્વરૂપનો સ્વીકાર કર્યા પછી પુરુષાર્થની નબળાઇનો અલ્પ રાગ રહ્યો તેનો ધણી જ્ઞાની નથી. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવ તો વિકારનો નાશક જ છે, તેને ભૂલી ભાવબંધનમાં જીવ અટકયો ત્યારે જડ કર્મને નિમિત્ત કહેવાયું. કર્મ જીવને બંધ કરાવતું નથી, અને જીવે પરમાર્થે કર્મ બાંધ્યાં નથી, પોતામાં બંધ અવસ્થાની યોગ્યતા હતી એમ માને તો વીર્યંતરાય કર્મ, પર વજન ન રહે. કર્મનો સંયોગ તો તેની સ્થિતિ પૂરી થતાં જ્ઞાની કે અજ્ઞાની બેઉને નિયમથી છૂટી જાય છે. કર્મ નડતાં નથી પણ પોતે જેવો ભાવ (વિરોધ કે અવિરોધપણે) પોતામાં કરે તેનું ફળ તે જ સમયે પોતામાં આકુળતા કે નિરાકુળતાપણે આવે છે. (૧૭) રાગ (બુધ્ધિપૂર્વક=ઇચ્છાપૂર્વક; એકત્વબુદ્ધિથી) (૧૮) બંધ તો બે વચ્ચે હોય, એકલો આત્મા બંધ સ્વરૂપ કેમ હોઇ શકે ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે, એક તો આત્મા અને બીજો મોહ રાગદ્વેષાદિભાવ એમ હોવાથી, મોહ રાગ દ્વેષાદિ ભાવ વડે મલિન સ્વભાવવાળો આત્મા પોતે જ ભાવબંધ છે. (૧૯) આત્મા પોતે પોતાના વિકારીભાવથી બંધાવા યોગ્ય છે. તે બંધાવા યોગ્ય પોતાની અવસ્થા તે ભાવબંધ અને તેનું નિમિત્ત પામી નવા કર્મ પોતાની યોગ્યતાથી બંધાણાં તે દ્રવ્યબંધ. કોઇ કોઇને બાંધતું નથી. જીવ બંધનરૂપ વિકારી ભાવ કરી, પર વલણમાં ઠીક અકીક ભાવે અટકે ત્યારે પર નિમિત્ત થયું એવો આરોપ આવે છે, અને સ્વલક્ષે સ્થિર રહે તો નિર્મળ શકિતનો વિકાસ થાય છે. વિકાસપણે નહિ થતાં પર વિષયમાં વિકારભાવે જોડાણ કરી અટકયો એટલે વર્તમાન અવસ્થા તે જ સમયે હીણી કરી તે જ ભાવબંધ છે. તે જ પરમાર્થ આવરણ છે. તે વિકારપણે થનારા આત્માની રાગદ્વેષરૂપ અવસ્થા થઇ તે ભાવકર્મ; પ્રથમ સમયથી બીજા સમયની અરૂપી અવસ્થા વિકારપણે બદલાણી તે ક્રિય; તે બંધભાવનો કર્તા અજ્ઞાનપણે જીવ છે. જડકર્મનો કર્તા જીવ નથી તથા કર્મ જીવને રોકતો નથી.