________________
૬૯૧
બંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના
કારણો છે. બંધના કારણ વસ્તુના સ્વભાવમાં નથી, પણ એ બંધના કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધના કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે. (૨) મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના કારણો છે. મિથ્યાદર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગાઃ બંધ હેતવઃ. આ સૂત્ર ઘણું ઉપયોગી છે; સંસાર શું કારણે છે તે આ સૂત્ર બતાવે છે. ધર્મમાં પ્રવેશ કરવા ઇચ્છતા જીવો તથા ઉપદેશકો, જયાં સુધી આ સૂત્રનો મર્મ ન સમજે ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. બંધના પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે અને પછી અવિરતિ વગેરે ટળે છે, છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે. અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે. વળી, આ બાળવ્રત વગેરે ગ્રહણ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે-એમ માને છે. તે જીવોની આ માન્યતા સંપૂર્ણપણે જુદી છે. એમ આ સૂત્રમાં મિથ્યાદર્શન પહેલું જણાવીને સૂચવ્યું છે. આ સૂત્રમાં બંધનાં કારણોનાં નામ જે ક્રમથી આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે. પરંતુ પહેલું કારણ વિદ્યમાન હોય અને ત્યાર પછીનું કારણ ટળી જાય એ રીતે કમભંગ થતો નથી. તેમના ટળવાનો ક્રમ આ પ્રાણે છે. :(૯) મિથ્યા દર્શન ચોથા ગુણસ્થાને ટળે છે. (૯) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. (૯) પ્રમાદ સાતમાં ગુણસ્થાને ટળે છે. (૯) કષાય બારમાં ગુણસ્થાને ટળે છે. અને (-) યોગ ચૌદમા ગુણસ્થાને ટળે છે. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાના કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ |
નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના ભેદોને જીવ બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતને ઓળખે નહિ તો મિથ્યાત્વ ટળે નહિ. અન્ય કુદેવાદિના સેવનરૂપ ગૃહિતમિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે,તેમજ બાહ્ય ત્રણસ્થાવરની હિંસાને તથા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે. તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે. તેને અવલોકે નહિ, તો ખોટી માન્યતા ટળે નહિ. બાહ્ય ક્રોધ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જો તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ, બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત (આત્મ પ્રદેશોના પરિસ્પંદન રૂ૫) યોગને ન જાણે તો મિથ્યા માન્યતા ટળે નહિ, માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઇએ. (૩) જે જે બંધના કારણો છે. તે બંધનો માર્ગ છે. તે કારણની એક એવી આત્મદશા તે જ મોક્ષમાર્ગ છે. આ બંધકારણોમાં રાગ-દ્વેષને અજ્ઞાન એ જ મુખ્ય કર્મગ્રંથિ (ગાંઠ) છે તે જેથી છેદાય તે જ મોક્ષમાર્ગ છે. આ રાગાદિ સર્વ વિભાવના અને દેહાદિસંયોગના આભાસથી રહિત એવો સત્, ચૈતન્યમય કેવળ શુધ્ધ આત્મા જેથી પામીએ તે જ મોક્ષમાર્ગ છે. તેમજ કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીયાદી આઠ છે અને તેમાં મુખ્ય મોહનીય કર્મ છે. આ મોહનીયના બે ભેદ છે. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય; દર્શન મોહનીયને આત્મબોધ હણે છે અને ચારિત્ર મોહનીયને વીતરાગતા હણે છે. આમ, મોહને હણવાનો અચૂક ઉપાય છે, એ જ સર્વ કર્મ થી મુક્ત થવા રૂ૫ મોક્ષના અમોઘ ઉપાયરૂપ મોક્ષ માર્ગ છે. (૪) મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના કારણો છે. ૧. સંસાર શું કારણે છે તે આ સૂત્રમાં બતાવે છે. ધર્મમાં પ્રવેશ કરવા
ઇચ્છતા જીવો તથા ઉપદેશકો, જયાં સુધી આ સૂત્રનો મર્મ ન સમજે