________________
બંધતત્વ આત્માનું અજ્ઞાન, રાગદ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રોકાઈ જવું,
(અટકી જવું) તે ભાવબંધ છે, અને તે સમયે કર્મયોગ્ય પગલોનું સ્વયં
(સ્વતઃ) જીવની સાથે એક ક્ષેત્રાવગાહરૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. બંધતત્ત્વની ભૂલ :અઘાતિ કર્મના (આયુષ્ય-નામકર્મ-ગોત્ર અને વેદનીય કર્મના)
ફળ અનુસાર પદાર્થોની સંયોગ-વિયોગરૂપ અવસ્થાઓ થાય છે. મિથ્યાદષ્ટિ જીવ તેને અનુકૂળ-પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી-દુઃખી છું એવી કલ્પના વડે રાગ-દ્વેષ આકુળતા કરે છે. ધન, યોગ્ય સ્ત્રી, પુત્રાદિના સંયો થતાં રતિ કરે છે; રોગ, નિંદ્રા, નિર્ધનતા, પુત્રવિયોગ વગેરે થતાં અરતિ કરે છે; પુણ્યપાપ બંન્ને બંધનકર્તા છે, પણ તેમ નહિ માનીને પુણયને હિતકર માને છે; તત્ત્વદ્રષ્ટિથી તો પુય-પાપ બંન્ને સહિત જ કરે જ છે, પરંતુ અજ્ઞાની એવું
નિર્ધારરૂપ માનતો નથી તે બંધતત્ત્વની ઊંધી શ્રધ્ધા છે. બંધન :પિંડ (૨) પરાશ્રય ભાવ (૩) રજકણના પિંડનું બંધન (૪) પરની ઉપાધિ
(૫) રજકણના પિંડનું બંધન (૬) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગ-દ્વેષ આદિ ભાવકર્મ અને શરીરાદિનો કર્મ એ સર્વ બંધનો, તેમજ લોકસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ વિકલ્પરૂપ બંધનએ સર્વ સંબંધનો આત્યંતિક વિયોગ થાય તેવી રીતે તે બંધનો તીવ્રપણે છેદીને મહાપુરુષોનો માર્ગ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિથી અખંડ આત્મ સ્વભાવમાં રમણતારૂપ સર્વોત્કટ સમાધિ માર્ગમાં નિરંતર કયારે
વિચરીશું? બંધન નામકર્મ જે કર્મના ઉદયથી, ઔદારિકાદિ શરીરોના પરમાણુ, પરસ્પર સંબંધ
ને પ્રાપ્ત કરે, તેને બંધન નામકર્મ કહે છે. બંધનું મૂળ કારણ :જેમ ચુંબકના પથ્થરમાં સોયને ખેંચવાની શક્તિ છે તેવી જ રીતે
જીવ અને પુલ બન્નેમાં વૈભાવિક નામની શક્તિ છે. કે જે બંન્નેમાં પરસ્પર બંધનું કારણ છે. જેમ ચુંબકના પથ્થરમાં સોયને ખેંચવાની શક્તિ છે તેવી જ રીતે લોઢામાં ખેંચાઇ જવાની શક્તિ છે. જો બંન્નેમાં ખેંચવા અને ખેંચાઇ જવાની શક્તિ માનવામાં ન આવે તો ચુંબક પથ્થર સિવાય પિત્તળ, ચાંદી આદિથી લાકડું,
પથ્થર વગેરે પણ ખેંચાવા જોઇએ. તેથી માનવું પડે છે કે બંન્નેમાં ક્રમપૂર્વક ખેંચવા અને ખેંચાવાની શક્તિ છે. તેવી જ રીતે જીવમાં કર્મ બાધવાની શકિત છે અને કર્મમાં જીવની સાથે બંધાવાની શક્તિ-જીવ અને કર્મ બન્નેમાં ક્રમપૂર્વક બાંધવા અને બંધાવાની શકિત છે. તેથી બંન્નેનો આત્મક્ષેત્રમાં બંધ થઇ જાય છે. આત્મામાં જ બાંધવાની શકિત છે તેથી આત્મામાં જ કર્મ આવીને બંધાઇ જાય છે. જીવ અને પુદ્ગલ જ પોતાની શુધ્ધ અવસ્થા છોડી બંધરૂપ અશુદ્ધ અવસ્થામાં કેમ આવે છે ? ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય આદિ દ્રવ્ય કેમ અશુદ્ધ નથી થતા ? એનું એ જ કારણ છે કે વૈભાવિક નામનો ગુણ આ બે -જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જ પ્રાપ્ત થાય છે તેથી આ બે માં જ વિકાર થાય
છે. બાકીના દ્રવ્યોમાં થતો નથી. બંધનું તાણ આખા લોકમાં કાર્મણવર્ગણારૂપ પુલો ભર્યા છે. જયારે જીવ
કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણવર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુલના એકક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. -બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઇ જતી નથી; તેમજ તે બે ભેગાં થઇને કોઇ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગા થઇને આત્મામાં વિકાર કરતાં નથી, તેમજ જીવ અને કર્મ ભેગાં થઇને પૃદુલકર્મમાં વિકાર કરતાં નથી. કર્મોનો ઉદય જીવમાં વિકાર થતો નથી. જીવ કર્મોમાં વિકાર કરતો નથી. પણ બંન્ને સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયના કર્તા છે. જયારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જૂનાં કર્મોના વિપાકને ‘ઉદય' કહેવામાં આવે છે. જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા થઇ, એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ. જીવ જયારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવાં કર્મો બંધાય છે -આટલો જીવ-પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિક
સંબંધ છે. બંધનપણું વિસંવાદપણું