________________
ભાવ વડે વિવિધ પુલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં (એમ કહ્યું કે, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે અને તેના (શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે દ્રવ્યબંધ છે. ગ્રહણ એટલે કર્મયુગલોનો જીવપ્રદેશવર્તી (જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે રહેલા) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્પદ (અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન). બંધ એટલે કર્મપુલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે (અર્થાત્ કર્મપુલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે); તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ રતિરાગદ્વેષમોહયુક્ત (પરિણામ) છે અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે. તેથી અહીં (બંધને વિષે) બહિરંગ કારણ (નિમિત્ત) યોગ છે કારણકે તે પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ (નિમિત્ત) જીવભાવ જ છે. કારણકે તે (કર્મપુલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે. ભાવાર્થ :- કર્મબંધપર્યાયના ચાર વિશેષો છે : પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે. પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણકે સ્થિતિઅનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિપ્રદેશબંધને માત્ર ગ્રહણ શબ્દથી કહેલ છે અને સ્થિતિ-અનુભાગબંધને જ બંધ શબ્દથી કહેલ છે. જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ગ્રહણનું નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ-અનુભાગનું અર્થાત્ બંધનું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને બંધનું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે
૬૮૫ અને યોગને-કે જે ગ્રહણનું નિમિત્ત છે તેને-બંધનું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. આ બંધના બહિરંગકારણ અને અંતરંગકારણનું કથન છે. ગ્રન્થાંતરમાં (અન્ય શાસ્ત્રમાં) મિથ્યાત્વ, અસંયમ (અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્યહેતુઓને દ્રવ્યપ્રત્યયોને) આઠ પ્રકારનાં કર્મોનાં કારણ તરીકે બંધહેતુ કહ્યા છે. તેમને પણ બંધહેતુપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિક છે; કારણકે (૯) રાગાદિ ભાવોનો અભાવ હોતાં દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્યઅસંયમ, દ્રવ્ય-કષાય અને દ્રવ્યયોગના સર્ભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને લીધે (૯) નિશ્ચયથી બંધહેતુપણું છે એમ નકકી કરવું. () જીવગત રાગાદિરૂપ ભાવ પ્રત્યયોનો અભાવ હોતાં દ્રવ્યપ્રત્યયોના
વિદ્યમાનપણામાં પણ જીવો બંધાતા નથી. જો જીવગત રાગાદિભાવોના અભાવમાં પણ દ્રવ્ય પ્રત્યયોના ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા બંધ જ રહે. (મોક્ષનો અવકાશ જ ન રહે, કારણકે
સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાનપણું હોય છે. (૪) ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા
કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી પણ તેઓ તે નવા કર્મબંધમાં અંતરંગ નિમિત્તે તેથી તેમને નિશ્ચયથી બંધ હેતુ કહ્યા છે. આ રીતે બંધ પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. (પંચાસ્તીકાય ગાથા
૧૪૭-૪૮-૪૯). (૪) કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. (૫) આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું તે ભાવબંધ છે. અને તે સમયે કર્મયોગ્ય પુલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) (૬) જીવના મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ તે બંધ છે, તેમ જ તેના-સ્નિગ્ધ પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણત યુગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન-વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ તે બંધ છે. (૭)