________________
પાસે ચાલો, ગૌતમે કહ્યું ચાલો. ગૌતમ મહાવીર પ્રભુ પાસે જવા નીકળ્યા, માનસ્થંભ પાસે પહોંચતા જ તેમનું માન ગળી ગયું, તે માનસ્તંભ ઓળંગીને ગૌતમ જયાં ધર્મ સભામાં દાખલ થયા કે તુરત જ ભગવાનની વાણી છૂટી. ગૌતમને આત્મભાન થયું. નિગ્રંથ મુનિપદ પ્રગટયું, તે સાથે મનઃ પર્યય જ્ઞાન થયું અને ગણધર પદવી મળી. ગણધરપદ મળ્યા પછી તેમણે આજની જ મિતિએ રાત્રિના આગલા પાછલા બે પહોરના એક એક અંતર્મુહૂર્તમાં જ બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી તે સતશ્રુતની રચનાનો દિવસ અને સર્વજ્ઞની દિવ્યધ્વનિ પ્રથમ છૂટયાનો દિવસ આજનો જ છે. ઉત્કૃષ્ટ ધર્મ સમજવાને પાત્ર જીવ થાય ત્યારે તેના નિમિત્તરૂપ વાણી મળ્યા વિના રહે નહી. ‘ઝાડ ઊગવાના હોય ત્યારે વરસાદ ન પડે એવું બને નહી.’ બેહદ :અપરિમિત; અમર્યાદિત. (૨) અમાપ; અનંત; હદ વિનાનું, મર્યાદા રહિત, અમર્યાદ. (૩) અમર્યાદિત; જેની કોઇ મર્યાદા સીમા નથી એવો. બંધ :પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાયા એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયાં અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બન્ને અનાદિથી સ્વતઃસિદ્ધ છે. અનાદિ કાળથી કર્મ કર્મરૂપે અને આત્માના પરિણામ વિકારરૂપે સ્વતંત્રપણે થતા આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને તેનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય એમ પ્રવાહ છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહપણાને લીધે જીવપુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી. અનાદિકાળથી આવો જે બંધ છે તે કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વનાં જૂનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે
૬૮૪
કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી. પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ-અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજચૈતન્યસ્વભાવના લો જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃત્તિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને અજ્ઞાન છે. તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે.
બંધ :જીવના મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમજ તેના (સ્નિગ્ધ પરિણામના) નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે બંધ છે. બંધના બે પ્રકાર છે; મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે. અને તેના (શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે દ્રવ્યબંધ છે. કર્મબંધપર્યાયના ચાર વિશેષો છે : પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે. પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણકે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર ગ્રહણ શબ્દથી કહેલ છે અને સ્થિતિ-અનુભાગબંધને જ બંધ શબ્દથી કહેલ છે. જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ગ્રહણનું નિમિત્ત થાય છે. અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ-અનુભાગનું અર્થાત્ બંધનું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને બંધનું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગને -કે જે ગ્રહણનું નિમિત્ત છે તેને-બંધનું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. (૨) દયા-દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે. (૩) જો ખરેખર આ આત્મા અન્યના (પુદ્ગલકર્મના) આશ્રય વડે અનાદિ કાળથી રત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત (પ્રગટ થતા) શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત