________________
૬૮૩ બેસતું વર્ષ સનાતન જૈન ધર્મમાં અષાઢ વદી ૧ એટલે બેસતું વર્ષ છે. પૂર્ણિમા
એટલે પૂર્ણ માસ. ત્રિકાળ નિયમ પ્રમાણે અષાઢ વદી ૧ એટલે બેસતું વર્ષ નવું વર્ષ છે. આજે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ છે. તેમને વૈશાખ સુદી દસમે કેવળ જ્ઞાન પ્રગટયું હતું તે વખતે ઇન્દ્રોએ સમવસરણની અદભૂત રચના કરેલી, તેને ધર્મસભા કહેવાય છે. ત્યાં એકી સાથે અનેક દેવ-દેવીઓ, મનુષ્યો, ત્રિયંચો ધર્મસભામાં ધર્મ સાંભળવા આવે છે. એવી ધર્મસભાની રચના તો થઇ, પણ (કેવળજ્ઞાન થયા પછી) છાંસઠ દિવસ સુધી ભગવાનના મુખથી વાણી ન છૂટી. હોઠ બંધ હોય છે; સગે થી કાર એવી એકાક્ષરી દિવ્યધ્વનિ છૂટે છે, તેનો એવો અતિશય છે કે તેને સાંભળનારા પોતપોતાની ભાષામાં પોતાની યોગ્યતા મુજબ સમજી જાય છે. દિવ્યધ્વનિનો મહાન યોગ તીર્થકર ભગવાનને તેરમી ભૂમિકામાં સહજ હોય છે. ત્રણ કાળ, ત્રણ લોકની સર્વ પદાર્થોને એક સાથે એક સમયમાં જાણ્યા કરે તેવું અખંડ જ્ઞાન તેમને વર્ત
સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે સંયમી આવે છે ત્યારે આહારાદિ ક્રિયા સંભવે છે. આ પ્રમાણે સંયમી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં સ્થિર રહેતો નથી, અંતર્મુહર્ત કાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે. આઠમાં ગુણસ્થાનમાં ચોથી ચોકડી અત્યંત મંદ થઇ જાય છે. તેથી ત્યાં રાગભાવ અત્યંત થાય થઇને વીતરાગભાવ પુષ્ટિ પામે છે. અહીં સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણી અર્થે શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. શ્રેણિના બે ભેદ છે-એક ક્ષયક બીજી ઉપશમ; ક્ષયક શ્રેણીવાળો આત્મા તે જ ભવમાં કેવળજ્ઞાન પામી નિર્વાણપદ પામે છે. ઉપશમ શ્રેણિવાળો મુનિ આઠમ, નવમા, દસમા તથા અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શી પાછો પડે છે પછી થોડાક ભવ ધારણ કરી મોક્ષ પામે છે. ક્ષયક શ્રેણિવાળો સંયમી આઠમા, નવમાં ગુણસ્થાનને પામી કષાયોનો સર્વથા અભાવ કરે છે, એક સંજવલન લોભ રહી જાય છે. અહીં પહેલાં કરતાં વીતરાગતા અતિ પ્રબળ થાય છે. તેથી સ્વસંવેદન અત્યંત અધિક પ્રકાશ થાય છે. પરંતુ એક સંજવલન લોભ બાકી રહેતો હોવાથી અહીં સરાગ ચારિત્ર જ કહેવાય છે. દેશમાં ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ પણ રહેતો નથી. અને મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષય થવાથી વીતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે. ક્ષયકશ્રેણીવાળો જીવ દશમામાંથી બારમા ગુણસ્થાને જાય છે, અગિયારમાને સ્પર્શતો નથી. અહીં વિશાખ્યાતચારિત્ર પ્રગટે છે. બારમાના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો સર્વથી અભાવ કરી કેવલજ્ઞાન પામે છે. મોહનીય કર્મનો ક્ષય દશમામાં પ્રથમ થઇ જાય છે. એમ ઘાતિયા કર્મોનો ક્ષય થવાથી આત્મા તેરમે ગુણસ્થાને અરિહંત પરમાત્મા બને છે, ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે. ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે. તથા જયાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ આવે છે. પૂર્ણ શુદ્ધતા
પરમાત્મામાં જ પ્રગટે છે. બહિર્ષ્યામિ :હયાતી (નિમિત્તની હયાતી)
હું પૂર્ણ થાઉં અને બીજા ધર્મ પામે એવા અખંડ ગુણના બહમાનની ભૂમિકામાં (શુભ રાગમાં) તીર્થંકર ગોત્ર કર્મ બંધાય છે. તીર્થકર થવા પહેલાના ત્રીજે ભવે કર્મ બંધાય છે. મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન દશા પ્રગટી પણ છાસઠ દિવસ સુધી ધ્વનિ ન છૂટી, તેનું કારણ એ હતું કે તે વખતે સભામાં ભગવાનની વાણી ઝીલી શકે એવો મહાન પાત્ર જીવ કોઇ હાજર ન હતો. ધર્મ સભામાં હાજર રહેલા ઇન્દ્ર વિચાર્યું તો માલુમ પડ્યું કે ભગવાનની વાણી ઝીલી શકે એવો સર્વોત્કૃષ્ટ પણ જીવ આ સભામાં હાજર નથી. તેવો પાત્ર જીવ ઇન્દ્રભૂતિ છે એમ તેણે પોતાના અવધિજ્ઞાનથી નક્કી કર્યું, તેથી તેઓ નાના બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઇન્દ્રભૂતિ (ગૌતમ) પાસે ગયા. તેમનામાં (ગૌતમમાં) તીર્થંકર ભગવાનના વજીર થવાની એટલે કે ગણધર પદવીની યોગ્યતા હતી; પણ તે વખતે યથાર્થભાન ન હતું. હજારો શિષ્યોની વચ્ચે તેઓ યજ્ઞ કરતા હતા, ત્યાં બ્રાહ્મણના વેશમાં જઇ ઇન્દ્ર કહ્યું કે તમારે વાદ કરવો હોય તો મહાવીર પ્રભુ