________________
બહિરંગ પરિગ્રહ :ક્ષેત્ર, મકાન, રૂપું, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ-એ દસ છે.
બહિરંગ સાધન :બાહ્ય કારણ.
બહિરંગ સાધનભૂત પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત છે-એવો. બહિરંગ હેતુઓ :નિમિત્તો
બહિરંગ હિંસા :બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો ને બહિરંગ હિંસા-બહિરંગ છેદ છે.
બહિરંગકારણ ઃપર દ્રવ્યની હાજરી; નિમિત્તકારણ
બહિરંગતપ :બીજા જોઇ શકે એવા પર પદાર્થોથી સંબંધ રાખવાવાળો ઇચ્છાનિરોધ બહિરંગભાવ :ચૈતન્યને ચૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગભાવ છે. શરીરાદિની ક્રિયા તો જડ છે અને વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભરાગ તે બહિરંગભાવ છે.- વિકાર છે. તેનાથી આત્માનું કલ્યાણ થતું નથી.
બહિર્જા :બાહ્ય ક્રિયા; પરપક્ષ ખંડન અને સ્વપક્ષમંડનની દૃષ્ટિએ કરવામાં આવતો વાદ, બડબડાટ; બકવાદ; લવારો. બહિરંત તપ
છ
:અનશન, અવૌંદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશાદિ ભેદોવાળાં છ બહિરંગ તપ છે. બહિર્ભૂત ઃબહાર; રહિત; ઉદાસીન. (૨) નાશ કરવો. બહિર્ભૂત બહાર; રહિત; ઉદાસીન. (૨) પોતાથી ભિન્ન; પર રૂપે (૩) ભિન્ન અનુભવવું; પર મારારૂપે નથી; ભિન્નરૂપે; અસંબંધરૂપે.
બહિર્મુખી :આત્મજ્ઞાનથી વિરૂધ્ધના જે શુભાશુભ ભાવ કે દયા દાન, પૂજા-ભકિત, વ્રત-તપ વગેરે ક્રિયા છે તે બધી બહિર્મુખી ક્રિયા છે.
બહિર્મોહદૃષ્ટિ :બહિર્મુખ એવી મોહદષ્ટિ. (આત્માને ધર્મપણે થવામાં વિઘ્ન કરનારી એવી બહિર્મોહદષ્ટિ જ છે.)
બહિાત્મ્ય બુદ્ધિ :એકલો રાગ અને શરીરવાળો તે જ હું એવી બુદ્ધિ તે બહિરાત્મ
બુદ્ધિ છે.
૬૮૧
બહિરાત્મભાવ ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્મભાવ રાગભાવ છે તે કષાયરૂપ છે. તેથી જયાં સુધી મિથ્યાદષ્ટિ અને અનંતાનુંબંધી કષાય છે ત્યાં સુધી તે બહિરાત્મા છે તેને શીઘ્રત્યાગી દે અને જે સ્વસંવેદન જ્ઞાનસમ્યજ્ઞાન-જે કેવળજ્ઞાનમય પરમાત્મ સ્વભાવ છે તેને અંતરાત્મ લક્ષણવાળા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાને કરીને જાણ ત્યારે તને સમાધિપ્રાપ્ત થશે.
બહિરાત્મા ઃઅધર્માત્મા; સંસારાત્મા; મૂઢ. (૨) જે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપ પરિણ્મયો હોય, તીવ્ર કષાય (અનંતાનુબંધી) થી સુઝુ એટલે અતિશય યુકત હોય અને એ નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા કહીએ છીએ.
ભાવાર્થ :- બાહ્ય પર દ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે. માટે ભેદ વિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત પર દ્રવ્યમાં અહંકારમમકારયુકત બનેલો જીવ બહિરાત્મા કહેવાય છે. (૩) અંતરાત્માપરમાત્મા=મૂઢ બહિરાત્મા; વિચક્ષણ અંતરાત્મા અને પરબ્રાહ્મ પરમાત્મા એમ આત્મા ત્રણ પ્રકારે છે.
દેહને જ આત્મા માને છે તે પ્રાણી બહિરાત્મા છે. મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે.
અંતરાત્મા= વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો અંતરાત્મા છે. પરમાત્મા=શુધ્ધ-બુધ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુધ્ધ એટલે રાગાદિ રહિત તથા બુધ્ધ એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય (અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત સુખ) સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મથી રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેદવાળો છે. (૪) મિથ્યાદષ્ટિનું બીજું નામ બહિરાત્મા છે. કેમ કે બહારના સંયોગ-વિયોગ, શરીર, રાગ, દેવ-ગુરુ-શાસ્ત્ર આદિથી ખરેખર (પરમાર્થ) પોતાને લાભ થાય એમ તે માને છે. (૫) શરીરને આત્મા માનનાર તથા અન્ય પદાર્થોમાં પોતાપણું અને રાગાદિમાં હિતકરપણું