________________
ધ્રુવસામાન્યને ધ્યેયમાં લઇને જે દશા પ્રગટી, તે નવી છે. ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને ઉપજવું, તે પર્યાયધર્મ છે, ને ટકી રહેવું તે દ્રવ્ય સ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. અહો! દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્યસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને સાક્ષાત્ જોઇને ઉપદેશ્ય છે. અહા ! આને સમજતાં તો તું ન્યાલ થઇ જાય અને તેના ફળમાં કેવળજ્ઞાન ફળે, એવી આ અલૌકિક વાત છે. (૨) તે બન્ને એક નથી. દ્રવ્યની અપેક્ષાએ, વસ્તુ નિત્ય છે. અને પર્યાયની અપેક્ષાએ, વસ્તુ અનિત્ય છે. (૩) ભગવાન આત્મ ત્રિકાળી એકરૂપ દ્રવ્ય છે. તેમાં એક સમયની પર્યાય છે, તે ઉપર ઉપર છે. અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે. ઉપર ઉપર એટલે શું? કે તે પર્યાય દ્રવ્યમાં પ્રવેશતી નથી (અર્થાત્ ત્રિકાળી દ્રવ્યરૂપ થઇ જતી નથી.). એન-સાંકળી હોય તેમાં હજાર કડી અંકોડા હોય છે. તેમ આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં અંદરનું જે દળ (દ્રવ્યમાન) છે, તે ધ્રુવ છે. અને જ્યાં ધ્રુવ છે ત્યાં ઉપર ઉપર પર્યાય થાય છે. શુદ્ધનયનો વિષય ધ્રુવ દ્રવ્ય
જ્યાં છે ત્યાં ઉપર ઉપર પર્યાય છે. અને જ્યાં પર્યાય ઉપર છે ત્યાં ધ્રુવ સમીપ છે. એમ પર્યાયનું ક્ષેત્ર ખરેખર તો ભિન્ન છે, પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને અંદર ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એક ક્ષેત્રના બે અંશ છે. અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં પર્યાય ઉપર ઉપર ભિન્ન છે, તે પર્યાયને અંતરમાં વાળવાની છે. બધા ક્ષેત્રે પર્યાયને અંતરમાં વાળવાની છે. પ્રમાણનો વિષય દ્રવ્ય-પર્યાય બન્ને છે. શુદ્ધનયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ ઉપર જે વર્તમાન પર્યાય છે, તે અંદર પ્રવેશતી નથી, ઉપર ઉપર રહે છે, જેમ પાણીના દળમાં તેલનું ટીપું પ્રવેશતું નથી. તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ દળ છે. તેમાં બદલવું કે પલટવું નથી. એવા ધૃવની ઉપર ઉપર પલટતી અવસ્થા રહે છે, તે ધૃવધામમાં પ્રવેશતી નથી. આવું વીતરાગનું તત્ત્વ ખૂબ ઝીણું છે. વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળી તેનો અનુભવ કરવો, એનું નામ સમવદર્શન છે, અને એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
૪૫૮ શુદ્ધ નયનો વિષય અનંત શકિતવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે, તે પોતાના જ અપરાધથી છે, એમ કહે છે. ધ્રુવ તો શદ્ર- છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષ પરિણમાવે છે. ભાઇ! તારા ઊંધા પુરૂષાર્થથી જ, તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકારે કરાવે છે. એમ પર દ્રવ્યનો વાંક ન કાઢ. પરદ્રવ્ય પર કોપ ન કરે. વિકાર થવામાં જેઓ પર દ્રવ્યનો-કર્મનો જ વાંક કાઢે છે, તેઓ અજ્ઞાનીઓ છે. ને તેઓ મોહનદીને પાર કરી-ઉતરી શકતા નથી. તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે, તેમને રાગદ્વેષ મટતા નથી. કેમ મટતા નથી? કારણકે તે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય, તો જ તેમને મટાડવામાં પણ હોય. પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય, તો પર તો રાગદ્વેષ કરાવ્યા કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે ? માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મરે છે. - એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. પય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પ૩ષાર્થ હોય, તો જ પોતે તેને સમ્યક્ પુરુષાર્થ વડે ટાળી શકે, પણ જો કર્મને લઇને વિકારી ભાવ થતા હોય, તો તેને કેવી રીતે ટાળી શકે ? પરના-કર્મના કરાવ્યા થતા હોય, તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે. જેમાં આત્માના હાથની વાત તો કાંઇ રહી નહીં. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે. એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. ધમીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિ-એમ યર્થાથ માનવું. સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે, એમ ન માનવું. આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મતો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર (ઉપસ્થિતિ માત્ર) છે, એમ માનવું તે સમ્યજ્ઞાન છે. રાગનો કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું ? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે, એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. (૪) દ્રવ્યમાં ત્રણે કાળની, બધી પર્યાય વર્તમાનપણે છે. તેમાં કોઇ પર્યાય ભૂત કે ભાવિમાં ગઇ