________________
દ્રવ્ય સામાન્ય જ્યારે અનાદિ સિદ્ધ પૌલિક કર્મના બંધનરૂપ ઉપાધિની
નિકતાથી, ઉત્પન્ન થયેલા ઉપરાગ વડે, જેની સ્વપરિણતિ રંજિત હતી, એવો હું- જાસુદપુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા, ઉપરાગ (બાલાશ) વડે, જેની સ્વપરિણતિ રંજિત (રંગાયેલી) હોય, એવા સ્ફટિકમણિની માફક, પર વડે આરોપાયેલા વિકારવાળો હોવાથી, સંસારી હતો. ત્યારે પણ (અજ્ઞાન દશામાં પણ) ખરેખર મારું કોઇ પણ (સંબંધી) નહોતું. ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે, હું એકલો જ ઉપરકત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો. હું એકલો જ કરણ હતો, કારણકે હું એકલો જ ઉપરકત ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) હતો. હું એકલો જ કર્મ હતો, કારણ કે હું એકલે જ ઉપરકત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે, આત્માર્થ પ્રાપ્ય (પ્રાપ્ત થવા યોગ્ય) હતો, અને હું એકલો જ સુખથી વિપરી લક્ષણવાળું, દુઃખ નામનું કર્મફળ હતો- કે જે (ફળ) ઉપરકત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે, નિપજાવવામાં આવતું હતું. હવે વળી અનાદિસિદ્ધ પૌલિક કર્મના બંધનરૂપ નિકટતાના નાશથી, જેને સુવિશુદ્ધ સહજ (સ્વાભાવિક) સ્વપરિણતિ પ્રગટ થઇ છે, એવો હું - જાસુદપુષ્પની નિકટતાના નાશથી, જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઇ હોય, એવા સ્ફટિકમણિની માફક-પર વડે, આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે, એવો હોવાથી એકાંતે મુમુક્ષુ છું, હમણાં પણ (મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાન દશામાં પણ) ખરેખર મારું કોઇ પણ નથી. હમણાં પણ હું એકલો જ કર્તા છે કારણ કે, હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર છું (અર્થાત્ સ્વાધીનપણે કરું છુ), હું એકલો જ કરણ છું, કારણ કે, હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ છું, હું એકલો જ કર્મ છું, કારણ કે, હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે, આત્માથી પ્રાપ્ય છું, અને હું એકલો જ અનાકુળતા લક્ષણવાળું, સુખ નામનું કર્મફળ છું - કે જે (ફળ) સુવિશુદ્ધ ચૈતન્યરૂપે, પરિણમવાના સ્વભાવ વડે, નિપજાવવામાં આવે છે.
આ રીતે બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે. એમ ભાવનાર આ પુરૂષ, પરમાણુની માફક એકત્વ ભાવનામાં ઉભુખ હોવાથી (અર્થાત્ એકત્વને ભાવવામાં તત્પર-લાગેલો-હોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી નથી, અને પરમાણુની માફક (અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમનાર પરમાણુ, પર સાથે સંગ પામતો નથી તેમ) એકત્વને ભાવનાર પુરૂષ, પર સાથે સંયુક્ત થતો નથી, તેથી પરદ્રવ્ય સાથે, અસંયુકતપણાને લીધે, તે સુવિશુદ્ધ હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને આત્માપણે ભાવતો થકો તે પુરૂષ, પર્યાયોથી સંકણ (ખંડિત) થતો નથી, અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે, સુવિશુદ્ધ હોય છે. આ રીતે દ્રવ્યસામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છે. દ્રવ્ય વિશેષ (૧) એક જ કાળે સર્વ દ્રવ્યોને, સાધારણ અવગાહનું સંપાદન (અવગાહ હેતુત્વરૂપ લિંગ), આકાશને જણાવે છે. કારણકે, બાકીના દ્રવ્યો સવંગત (સર્વવ્યાપક) નહિ હોવાથી, તેમને તે સંભવતું નથી. (૨) એવી જ રીતે, એક જ કાળે ગતિ પરિણત (ગતિરૂપે પરિણમેલાં) સમસ્ત જીવ-પુગલોને, લોક સુધી ગમનનું હેતુપણું, ધર્મદ્રવ્યને જણાવે છે. કારણ કે, કાળને પુદ્ગલ અપ્રદેશી હોવાથી, તેમને તે સંભવતું નથી. લોક ને અલોકની સીમા અચલિત હોવાથી, આકાશને તે સંભવતું નથી અને વિરૂદ્ધ કાર્યનો હેતુ હોવાથી, અધર્મદ્રવ્યને તે સંભવતું નથી. (કાળ ને પુલ એક પ્રદેશી હોવાથી, તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઇ શકે નહિ, જીવ સમુદ્રધાત સિવાયના કાળે, લોકના અસંખ્યાતમાં ભાગમાં જ રહેતો હોવાથી, તે પણ લોક સુધી ગમનમાં નિમિત્ત થઇ શકે નહિ. આકાશ ગતિમાં નિમિત્ત હોય, તો જીવ-પુગલોની ગતિ અલોકમાં પણ હોય અને તેથી, લોક-અવલોકની મર્યાદના રહે નહિ, માટે ગતિ હેતુત્વ આકાશનો ગુણ પણ નથી, અધર્મદ્રવ્ય તો ગતિથી વિરૂદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્તભૂત છે, માટે તે પણ ગતિમાં નિમિત્ત થઇ શકે નહિ. આ રીતે ગતિ હેતુત્વ ગુણ ધર્મ નામના દ્રવ્યનું, અસ્તિત્વ જણાવે છે. (૩) એવી જ રીતે એક જ કાળે સ્થિતિ, પરિણત સમસ્ત જીવ-પુદ્ગલોને, લોક સુધી સ્થિતિનું, હેતુપણું અધર્મદ્રવ્યને જણાવે છે. કારણકે કાળને પુદ્ગલ