________________
કારણે ઇચ્છે નહિ, તે પણ એટલે સુધી કે, દેહ વિષે પણ સહેજે મમત્વભાવ કે મૂર્છા ન હોય,−તેને નિગ્રંથ દશા કહી છે.
નિગ્રંથ મુનિને સર્વભાવ એટલે કે મોહ, રાગ, દ્વેષ વગેરે, કષાય ભાવપરભાવ પ્રત્યે ઉદાસીનતા હોય છે. સંસારવર્ધક ભાવોથી, તે પર રહેવા ઇચ્છે છે, તેથી તે પ્રત્યે મુનિ ઉદાસીનતા ધારણ કરે છે.
નિગ્રંથશ્રેણી :નિરાગ શ્રેણી
નિગ્રંથિની સાધ્વી
નિર્ગોત્ર ગોત્ર, કર્મ, રહિતપણું
નિગોટ :સાધારણ વનસ્પતિ, એક ઇન્સિય.
નિગોદ :નિ-નિરંતર, ગો=ભૂમિ, એટલે અનંત ભવ, દ=દેવાનું જે સ્થાન છે તે. (૨) એકેન્દ્રિય અને નિગોદમાં અનંતકાળ સુધી રહેવું પડે છે. તે ક્ષણિક દેહોમાં રખડતો રખડતો એવા સ્થાનમાં જઇ પડશે કે જેને સૂક્ષ્મ નિગોદના થાળાં કહે છે, તેમાં એક શ્વાસોચ્છવાસમાં ૧૮ ભવ થાય છે. એમ અનંત કાળ દેહ બદલ્યાજ કરે. (૩) નિ=નિરંતર, ગો=ભૂમિ એટલે અનંત ભવ, દ=દેવાનું જેમાં સ્થાન છે તે; અનંત ભવ દેવાનું સ્થાન તે નિગોદ (૪) એક ઇન્દ્રિયધારી, બટાટા વગેરે કંદમૂળમાં ઉત્પન્ન થનારા જીવ છે. રાઇની કટકી જેટલા ભાગમાં, અસંખ્યાત શરીરો હોય છે. અને એવા એક શરીરમાં અનંત જીવો છે. જે તીવ્ર મૂઢતા આકૂળતા વડે એક શ્વાસોચ્છ્વાસમાં અઢારવાર જન્મે મરે છે. જેને નારકીના જીવ કરતાં પણ, અનંતગણું અધિક દુઃખ છે. પૂર્વે તત્ત્વજ્ઞાનનો વિરોધ કરેલો, તેથી જ્ઞાનની અનંતી શકિત ઘટાડી, ગુણની અનંત હીણી દશાને પામ્યા, તેમાં આકૂળતાનું દુઃખ છે. જ્ઞાયક સ્વરૂપમાં સાવધાની, તે સુખ અને વિકારી ભાવમાં સાવધાની, તે દુ:ખ છે. (૫) એક ઇન્દ્રિયધારી બટાટા વગેરે, કંદમાળમાં ઉત્પન્ન થનારા જીવ છે. રાઇની કટકી જેટલા ભાગમાં, અસંખ્યાત શરીરો હોય છે. અને એવા એક શરીરમાં, અનંત જીવો છે, તે તીવ્ર મૂઢતા આકૂળતા વડે, એક શ્વાસોશ્વાસમાં અઢારવાર જન્મે મરે છે. તેને નારકીના જીવ કરતાં પણ, અનંતગણું અધિક દુઃખ છે. બાહ્યનો સંયોગ તે દુઃખ નથી, પણ અજ્ઞાન અને આકૂળતા દુઃખ છે. પૂર્વે
૫૫
તત્ત્વજ્ઞાનનો વિરોધ કરેલો, તેથી જ્ઞાનની અનંતી શકિત ઘટાડી, ગુણની અનંતી હીણી દશાને પામ્યા, તેમાં આકૂળતાનું દુઃખ છે. જ્ઞાયકસ્વભાવમાં સાવધાની, તે સુખ અને વિકારી ભાવમાં સાવધાની, તે દુઃખ છે. (૬) એક શરીરમાં અનંતાજીવ હોય, તે અનંતકાય. (૭) સાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશ્રયે અનંતા અનંત જીવો, સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને પેદા થાય છે, તે અવસ્થાવાળા જીવોને, નિત્ય નિગોદ કહેવાય છે. (૮) ચૈતન્ય સ્વભાવની, શકિતની અત્યંત હાનિ, તે નિગોદ છે. સંસારમાઃ વધારેમાં વધારે, આપદાનું સ્થાન, નિગોદ છે. અંતરશકિતની હીણપને અજ્ઞાની જીવો, જાણી શકતા નથી, તેથી લોકો માને છે કે, નિગોદ કરતાં નરકનું દુઃખ વધારે છે, પરંતુ ખરેખર નિગોદના જીવોને, સર્વથી વધારે દુઃખ છે.
નિગોદ અને એકેન્દ્રિય :નિગોદ અને એકેન્દ્રિયના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને
વનસ્પતિ, કાયના-જીવની કાયસ્થિતિ જ ધન્ય, અંતરમુહૂર્તની અને ઉત્કૃષ્ટ બધાની થઇને, અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાળની છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગે કાળ જાય, તેમાં અસંખ્યાત ચોવીસનો લાંબો કાળ જાય છે.
જેમ દોરો પરોવાયેલી સોય નીચે પડી જાય તો, ગોતતાં હાથ આવે, તેમ જો એકવાર સભ્યજ્ઞાન સહિત, સાચી દષ્ટિ કરી હોય, ને પછી ભૂલ થઇ જાય તો, અલ્પ કાળમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઇ શકે. પણ બે ઇન્સિયમાંથી માંડ માંડ મનુષ્ય થયો, ત્યારે પણ આત્માનું, યથાર્થ ભાન ન કર્યું, ધર્મના નામે કદાગ્રહમાં રોકાયો, સત્યનો અનાદર કર્યો તો, તેની ત્રસની સ્થિતિ પૂરી થઇ, ફડાક એકેન્સિયમાં જવું પડશે. પુણ્યની લાંબી સ્થિતિ હશે, તે પણ રાખી શકશે નહિ. કારણકે ત્રસમાં રહેવાની અલ્પ સ્થિતિ, તે વ્યવહાર છે અને નિગોદમાં ઘણી લાંબી સ્થિતિ હોવાથી, અશુદ્ધ નિશ્ચય છે. અવિરોધીપણે તત્ત્વને જજીને સત્નો આદર કર્યો તો, સત્ની આરાધનાનું ફળ, મોક્ષ અને સત્ની દરકાર ન કરી તો, વિરાધનાનું ફળ, નિગોદ છે. વચ્ચે ત્રસનો અલ્પકાળ, વ્યવહારમાં જાય છે. સિદ્ધ ભગવાન, દરેક સમયે અનંત