________________
વીતરાગની વાણી પુદગલ છે, તેનાથી જ્ઞાન થાય નહિ. જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે | જાણનાર છે. તે સ્વને જાણતાં પરને સ્વતઃ જાણે છે. પરથી તો તે જાણે નહિ, પણ પર છે માટે પરને જાણે છે એમ પણ નથી. વાણી, કુટુમ્બ આદિ પદાર્થો તો ઠીક, પણ સાક્ષાત તીર્થકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પરણેય છે; અને આત્મા પોતાથી જાણનાર છે. અજ્ઞાનીને તે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પરય હોવા છતાં એકમેક જેવા થઇ ગયેલા દેખાય છે તેમને જુદા કેમ પાડવા તે હવે કહે છે. શાયકનો તો જાણવાનો સ્વતઃ સ્વભાવ છે. ભગવાન કે વાણીને લઇને તે સ્વભાવશક્તિ છે એમ નથી. જેને વાણી કે રાગનો પણ સંગ નથી તેવો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે. તેવા ચૈતન્ય સ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તેના વડે પર વિષયો-પરયો સર્વથા જુદા કરાય છે. જુઓ, દ્રવ્યન્દ્રિયો સામે અંતરમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ લીધો, ભાવેન્દ્રિય સામે એક અખંડ ચૈતન્યશક્તિ લીધી અને અહીં ત્રીજા બોલમાં શેય-જ્ઞાયકની નિકટતા સામે ચૈતન્ય-શક્તિનું અસંગપણું લીધું છે. આ તો ત્રણ લોકના નાથની વાણીનો સાર છે. કેવળીની વાણીમાં પણ જેનું વર્ણન પુરેપુરું આવી શકયું નથી એવી અમુલ્ય ચીજ આત્મા છે. એવા આત્માને સ્વયમેવ અંતરમાં અનુભવમાં આવતો અસંગપણા વડે ઇંદ્રિયોના વિષયોથી જુદો કર્યો. જેણે પરથી અધિકપણેભિન્નપણે પૂર્ણ આત્માને જાણ્યો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇન્દ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પર શેય છે. એ ત્રણેયને જેણે જીત્યા એટલે એ સર્વથી જે ભિન્ન પડ્યો તે જિન થયો. સ્વપરની એકતા બધ્ધિ વડે તે અજૈન હતો. હવે
પરથી ભિન્ન પડી નિમૅળ પર્યાયને પ્રગટ કરી તે જીતેન્દ્રિય જિન થાય છે. પર્યપાસના :પરિચર્યા; વારંવાર આરાધના કરવી. (૨) સેવાચાકરી; પરિચર્યા;
સારસંભાળ; ખાતર બરદાસ્ત. (૩) પરિચર્યા, ચારે તરફથી વસ્તુને
ઓળખાવવી. (૪) પરિચર્યા; સેવા ચાકરી. (૫) પૂર્ણ અભ્યાસ; વિસ્તારપૂર્વક અભ્યાસ (૬) સેવાચાકરી; પરિચર્યા; સારસંભાળ; બરદાસ્ત.
પર્યવસાન :અંત; છેડો; પરિણામ; નિકાલ; તોડ; સારાંશ. પર્યાપ્ત :પૂરતી; સંપૂર્ણ. પર્યાપ્ત કર્મ જેના ઉદયથી, પોતપોતાને યોગ્ય સ્પતિ, પૂર્ણ થાય છે. પર્યાપ્ત-અપર્યાપ્ત જ્યારે આ જીવ કોઈ યોનિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે
પુગલોને ગ્રહણ કરે છે તેમાં આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન બનવાની શક્તિ અંતર્મુહર્તમાં (૪૮ મિનિટની અંદર) થઈ જાય છે. તેને પર્યાપ્ત કહે છે. જેને આ શક્તિની પૂર્ણતા અવશ્ય થવાની છે, પરંતુ જ્યાં સુધી શરીર બનવાની શક્તિ પૂર્ણ નથી થઈ શકતી ત્યાં સુધી તેને નિવૃજ્યપર્યાપ્ત કહે છે. જે છમાંથી કોઈ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને એક શ્વાસ (નાડીનું થડકવું તે) તેના અઢારમા ભાગમાં મરી જાય છે તેને લધ્યપર્યાપ્ત કહે છે. પર્યાપ્તિઓમાંથી એકેન્દ્રિય જીવોને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ચાર હોય છે. બે ઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીનાને ભાષા સહિત પાંચ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને બધી છએ પર્યાપ્તિઓ હોય છે. પુગલોનો ખલભાગ (કઠણ ભાગ) કે રસરૂપ કરવાની
શક્તિને આહારપર્યાપ્તિ કહે છે. પર્યામિ આહારવર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણાના પરમાણુઓને, શરીર
ઇન્દ્રિયાદિરૂપ, પરિણાવવાની શકિતની પૂર્ણતાને, પર્યામિ કહે છે. પર્યામિ યોગ :આહાર, શરીર, ઇન્દ્રિય શ્વાસોશ્વાસ, ભાષા અને મને એ છ પર્યાતિ
છે. જીવ એક ભવમાંથી બીજા ભવમાં આવે ત્યારે માતાના ઉદરમાં તે પર્યાતિ રચાય છે. આહાર લેવાયુ શ્વાસોચ્છવાસ લેવાય, ભાષા બોલાય, વગેરે છ પર્યામિ દરેક સંજ્ઞી પંચેન્દ્રિયને બંધાય છે. તે બધી પુદ્ગલની રચના છે, આત્મામાં તે છે પર્યાતિ છે નહિ, આત્મા આહાર લેતો નથી. શ્વાસોચ્છવાસ હલાવતો નથી. આત્મા ભાષા બોલતો નથી, આત્માને મનની મદદ નથી, આત્માને શરીર નથી, આત્માને ઇન્દ્રિય નથી, આત્માનું સ્વરૂપ તો આવું નિરાળુ છે. પરંતુ જે અભિમાન કરે કે, આ બધું મારું છે, એનો હું કર્તા છું, એવી માન્યતા તે મિથ્યાત્વ છે. માત્ર જે વસ્તુ સબંધપણે વર્તે તેને પોતાપણે માને ત્યાં સુધી