________________
અભાવમાં કોઇ વસ્તુ જ સિદ્ધ નહિ થાય. પર્યાય જ ન હોય, તો જીવની સિદ્ધ દશા પણ ન હોય, ને એની સંસાર દશા પણ ન હોય; અને તો જીવ પણ ન હોય. ભાઇ, આ રીતે તો કોઇ વસ્તુ જ સિદ્ધ નહિ થાય, માટે વ્યવહારનય અને વ્યવહારનયને વિષય-અંશ, પર્યાય-અવશ્ય છે જ, એમ સંમત કરવું (૪) પર્યાય જ જેનો અર્થ, એટલે કે પ્રયોજન છે, તે પર્યાયાર્થિક નય છે. (૫) તારા પર્યાયમાં વિકાર થાય છે, તે પર્યાયાર્થિક નય. (૬) વસ્તુને પર્યારૂપે દેખનારી દષ્ટિ, તે પર્યાયાર્થિક નય (૭) વર્તમાન ઉત્પાદ વ્યયરૂપ બદલતી પર્યાયને, જે બતાવે પર્યાયાર્થિક નય છે, દ્રવ્યાર્થિક નય, ત્રિકાળી એકરૂપ દ્રવ્યને બતાવે છે. (૮) પર્યાય(અવસ્થા)ને જણાવવાનું પ્રયોજન, તે પર્યાયાર્થિક નય (૯) વર્તમાન પર્યાયનો વિષય કરનાર પર્યાયાર્થિક નય છે. પાંચ ભાવોમાંથી ઔપથમિકક્ષાયિક,ક્ષાયોપથમિક અને ઔદયિક, આ ચાર ભાવો પર્યાયરૂપ વર્તમાન હાલત પૂરતા છે. તેથી તે પર્યાયાર્થિક નયનો વિષય
છે. (૧૦) પર્યાય(અવસ્થા)ને જણાવવાનું પ્રયોજન, તે પર્યાયાથિકનય છે. પર્યાયાલોચન :એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. પર્યાયી પર્યાયને ધારણ કરનારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે આત્મા છે. (૨) આપાત
વિશેષો. તે ચાર પ્રકારની છે. દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે. (૯)સમાન જાતીયજેમ કે દ્વિઅણુક, ત્રિઅણુક વગેરે સ્કંધ; (૯) અસમાનજાતીય-જેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો બે પ્રકારના છે. (૯) સ્વભાવપર્યાય જેમ કે સિધ્ધના ગુણપર્યાયો; (૯) વિભાવ પર્યાય -જેમ કે સ્વ૫રહેતુક મતિજ્ઞાન પર્યાય. (સ્વપરહેતુક =જેમાં સ્વ અને પર કારણ હોય છે અર્થાત ઉપાદાન
કારણ અને નિમિત્તિ કારણ.). પર્યાયો :(પ્રવાહમના તેમજ વિસ્તારક્રમના) નિર્વિભાગ અંશો. (પ્રવાહક્રમના
અંશો તો દરેક દ્રવ્યને હોય છે, પરંતુ વિસ્તારમના અંશો અસ્તિકાયને જ હોય છે. ) (૨) જેઓ દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે-પ્રાપ્તકરે- પહોંચે છે, અથવા જેઓ દ્રવ્યો વડે ક્રમ પરિણામથી (ક્રમે થતા પરિણામને લીધે) પમાયપ્રાપ્ત કરાય- પહોંચાય છે, એવા અર્થો તે પર્યાય છે. દ્રવ્યો, ગુણો અને તેમના પર્યાયો, અર્થ નામથી કહયાં છે. તેમાં ગુણા- પર્યાયોને આત્મા દ્રવ્ય
છે (અર્થાત ગુણો અને પર્યાયોનું સ્વરૂપ- સત્ય દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી, એમ જિનેન્દ્ર નો ઉપદેશ છે. (૩) અવસ્થાઓ; પરિણામો. (૪) પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છે. દ્રવ્યથી ભિન્ન પદાર્થ રૂપ નથી. અને પર્યાયો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે, આલંબાય છે. અર્થાતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે. કારણ કે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. અંશીના ધર્મો નથી. માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે, પર્યાયો આલંબિત છે, અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો, કે જેથી આ બધું ય એક જ દ્રવ્ય હોય. (૫) આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ, અનંતગુણ અને તેની સમયસમયની અનંત પર્યાયો, પરસ્પર ભિન્ન ભિન્ન છે. એટલે શું? કે, એક ગુણ બીજા ગુણરૂપ નથી. ભલે એક ગુણમાં, બીજા ગુણનું રૂપ હો, પણ એક ગુણ બીજા ગુણરૂપ નથી. તેમ એક ગુણની અવસ્થા, પર્યાય બીજા ગુણને કારણે થાય, એમ પણ નથી. આ અંદરની વાત છે, દરેક ગુણની, પ્રત્યેક પર્યાયમાં છકારકરૂપ થઇને, પરિણમવાનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતે, પોતાના સામર્થ્યથી જ, પોતાની રચના કરે છે; આવો જ (પર્યાય ધર્મ છે) પર્યાયનું કારણ, પર દ્રવ્ય તો નહિ, સ્વદ્રવ્ય-ગુણ પણ નથી. પર્યાય પોતે જ, પોતાનું કારણ છે. સૂક્ષ્મ વાત છે જરી. એક જ સમયે પોતે જ કારણને, કાર્ય છે. કારણ-કાર્યના ભેદ પાડીએ, એ તો ખરેખર વ્યવહાર છે. કહેવા માત્ર છે. દ્રવ્ય સતુ, પ્રત્યેક ગુણ સત્ ને પ્રતિ સમય પ્રગટ થતા, પર્યાય પણ પોતાના સ્વરૂપથી સત્ છે. (અહીંયા અતર્ભાવરૂપ ભિન્નતાની વાત છે.) આમ મોક્ષમાર્ગની પર્યાય, સ્વતંત્રને મોક્ષની પર્યાય પણ સ્વતંત્ર છે. આમાં તો એકલો નિરપેક્ષ વીતરાગ ભાવ જ સિદ્ધ થાય છે. આમ કેમ? એવા વિકલ્પને અવકાશ જ નથી, એકલું જ્ઞાતાપણું સિદ્ધ થાય છે. આવો આત્મા, અનંત ધર્મોનો સમુદાયરૂપ એક ધર્મી છે. (૬) વસ્તુના વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. (૨) કયા કયા દ્રવ્યમાં કયા કયા પર્યાયો હોય
(અ) જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં ચાર પર્યાયો હોય છેઃ