________________
સાતમા ગુણસ્થાનથી, બારમા ગુણસ્થાન સુધીમાં ક્રમશઃ અપ્રમત્તાવસ્થા, ક્રમશઃ ઘટતી જાય છે. તેરમે ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થાનો સંપૂર્ણ નાશ થાય છે.
પ્રમત્તભાવ :ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય, નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા એ સઘળાં પ્રમત્તભાવ-પ્રમાદનાં લક્ષણ છે. પ્રમાદ પરમ રિપુ છે.
પ્રમાણ :આત્મા ગુણ-પર્યાયથી ભરેલો સ્વાધીન પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે; તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થા અને ત્રિકાળ, સળંગ, અખંડ જ્ઞાયકપણું એ બેઉ પક્ષને એકસાથે યથાર્થપણે ગ્રહણ કરે તો પ્રમાણ કહેવાય. આખી વસ્તુને ખ્યાલમાં લે તેનું નામ પ્રમાણ છે. (૨) માપ. (૩) માપ; પરિમાણ. (જીવના અગુરુલઘુત્વ સ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ પરિચ્છેદો) પાડતાં સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે, તેથી જીવ સદાય આવા (ષટગુણવૃધ્ધિહાનિયુકત) અનંત અંશો જેવડો છે વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો છે. (૪) માપ; પરિમાણ. (જીવન અગુરુલઘુત્વ સ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ પરિચ્છેદો) પાડતાં સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે, તેથી જીવ સદાય આવા (પગુણવૃદ્ધિહાનિયુક્ત) અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો છે.) (૫) પ્રમાણના બે પ્રકાર છે – પરોક્ષ અને પ્રત્યક્ષઃ- (*) પરોક્ષ=જે ઈન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્શે પ્રવર્તે-એમ બે પદ્ગારોથી પ્રવર્તે તે પરોક્ષ છે. (*)પ્રત્યક્ષ=કેવળ આત્માની જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે.
પ્રમાણ તે સાચું જ્ઞાન છે. તેના પાંચ ભેદો છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. તેમાં મિતિ અને શ્રુત મુખ્યપણે પરોક્ષ છે, અવિધ અને મનઃપર્યય એ વિકલ (અંશ) પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
૬૫૯
(૬) પ્રમાણના બે પ્રકાર છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રમાણ તે સાચું જ્ઞાન છે. તેના પાંચ ભેદો છે :- મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત મુખ્યપણે પરોક્ષ છે, અવિધ અને મનઃપર્યય એ વિકલ (અંશ) પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન તે સકલ પ્રત્યક્ષ છે (૭) પર્યાયાર્થિક નયનો વિષય અને દ્રવ્યાર્થિક નયનો વિષય તે બંને થઇને, આખું જીવ દ્રવ્ય છે. તેથી તે બંને પડખાં પ્રમાણનો વિષય છે. (૮) જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યય ને કેવળ. તેમાં મતિને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવિધ અને મન:પર્યય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે. અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. (૯) મતિ,શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ જ્ઞાન; જ્ઞાનગુણની પાંચ અવસ્થા. (૧૦) જ્ઞાન (૧૧) યુગપણ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાન. (૧૨) સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રમાણના બે ભેદ છે. એક, પ્રત્યક્ષ અને બીજો, પરોક્ષ (૧૩) નય છે, તે એક અંશ વિષય કરે છે. પ્રમાણ છે, તે દ્રવ્ય-પર્યાય બંનેને એક સાથે, જાણે છે. શુદ્ધનયનો વિષય, શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે, અને તેને જાણતાં અનુભવતાં સાથે, પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. પ્રમાણના વિષયમ દ્રવ્ય,-ત્રિકાળી અને પર્યાયવિકારી અને નિર્વિકારી,-એમ બન્ને આવે છે. ધર્મી જીવને પર્યાયમાં નિર્મળતા, છે ને સાથે રાગ અને દ્વેષ પણ છે; તે એક સમયમાં સુખ અને દુઃખ, બન્ને ભાવને વેદે છે. એમ પોતે જાણે છે, તે પ્રમાણજ્ઞાનની અપેક્ષાએ વાત છે. (૧૪) ત્રિકાળી સ્વભાવ અને વર્તમાન અવસ્થા બને એકસાથે લક્ષમાં લેવાં તે. (૧૫) વર્તમાન જ્ઞાનની અવસ્થા, અને ત્રિકાળ સળંગ અખંડ જ્ઞાયકપણું, એ બેઉ પક્ષને એક સાથે યથાર્થપણે ગ્રહણ કરે, તો પ્રમાણ કહેવાય. આખી વસ્તુને ખ્યાલમાં લે, તેનું નામ પ્રમાણ છે. વસ્તુને મુખ્ય રાખે, અને તે વસ્તુના બીજા ગુણને (પેટામાં) ગૌણ રાખે, અથવા દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના ગુણ-ધર્મને (હેતુવશે) મુખ્ય રાખે, તે દ્રષ્ટિને નય અથવા સાપેક્ષ દૃષ્ટિ કહેવાય છે.