________________
સુધી ન પહોંચી શકે તો તેના હૃદયમાં પણ શ્રતરત્નાકર અદ્ભુત અને અપાર છે એવો મહિમા તો જરૂર ઘર કરી જાય છે. ગ્રંથકાર શ્રી કુંદકુંદાચાર્યદેવ અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના હૃદયમાંથી વહેલી શ્રુતગંગાએ તીર્થકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે. ત્રીજા શ્રુતસ્કંધનું નામ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. શુભોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વયં વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું , ૨૮ મૂળગુણ, અંતરંગ-બહિરંગ છેદ, ઉપધિનિષેધ, ઉત્સર્ગ-અપવાદ, યુક્તાહાર-વિહાર, એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે વિષયો આમાં યુક્તિસહિત સમજાવવામાં આવ્યા છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યયુગલે ચરણાનુયોગ જેવા વિષયનું પણ આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધ દ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભ ભાવોનો સંબંધ દર્શાવતાં દર્શાવતાં નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસ ઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુકિતક, આવું પ્રમાણભૂત, સાયંત શાંતરસનિર્ઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલાં અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પર્શે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ, સુધારૂંદી બનાવી દે છે. આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવામાં મહાનિમિત્તભૂત છે. જિનશાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ધાંતોનાં બીજ આ શાસ્ત્રમાં રહેલાં છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, દિવ્યધ્વનિ દ્વારા નીકળેલા અનેક પ્રયોજનભૂત સિદ્ધાંતોનું દોહન છે. ગુરુદેવ અનેકવાર કહે છે : શ્રી સમયસાર, પ્રવચનસાર,
નિયમસાર આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અભૂત સાતિશય અંતર્બાહ્ય યોગ વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં
તીર્થંકરદેવના કારધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે. પ્રવચનના ચાને ભગવાન આત્માને. પ્રવચનસારનું પરિશિષ્ટ :૪૭ નયોનું સ્વરૂપ.
(હવે ટીકાકાર શ્રી અમૃત ચંદ્રાચાર્ય દેવ વડે, પરિશિષ્ટરૂપ જોયેલું કહેવામાં આવે છે.) આ આત્મા કોણ છે (કેવો છે), અને કઇ રીતે પ્રાપ્ત કરાય છે, એવો પ્રશ્ન કરવામાં આવે તો, તેનો ઉત્તર પૂર્વે) કહેવાઇ ગયો છે, અને અહીં ફરીને પણ કહેવામાં આવે છે. પ્રથમ તો આત્મા ખરેખર, ચેત સામાન્ય વડે પ્રાપ્ત, અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી), એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા, જે અનંત નયો, તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ, તે પ્રમાણ
પૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય), પ્રમેય થાય છે.(જણાય છે) (૧) તે આત્મદ્રવ્ય, દ્રવ્યનો, પટમાત્રની માફક ચિત્માત્ર છે. (અર્થાત્ આત્મા
દ્રવ્યન, ચૈતન્યમાત્ર છે, જેમ વસ્ત્ર વસ્ત્રમાત્ર છે, તેમ.