________________
આપનારું થઇ પડે છે. સામાન્યરીતે જાતિ,કુળ, બળ કે રૂપ જેવાના મદ, મુનિને ન આવે; પણ તેમને પોતાના તપ, લબ્ધિ, જ્ઞાન, ઐશ્વર્થ વગરેનો મદ આવવાનો સંભવ રહે છે. તેથી અહીં કોઇપણ જાતની મદરહિત, સ્થિતિ
ઇચ્છી છે. (૨) વિષયક પ્રમાદનું બીજું અંગ વિષય છે. અહીં વિષયનો અર્થ કામવિકાર છે.
ઉચ્ચ કોટિએ ગયેલા સાધકે ચોથું વ્રત અંગીકાર કર્યું હોય છે, તેથી તેને સ્થૂળ વિષયપ્રમાદ હોતો નથી. પણ કર્મોદયજન્ય વિષય હોય છે. અને તે પણ ઉપશમરૂપ હોય છે. આત્મસ્થિરતા દૂઢ ન હોય તો બાહ્ય નિમિત્ત મળતાં પૂર્વે ભોગવેલ વિષય યાદ આવી જાય. તેવે પ્રસંગે મનમાં ક્ષોભ પણ ન થાય, તેવી ભાવના ભાવી છે. પાંચ પ્રકારના પ્રમાદમાં વિષય, એ સૌથી ભયંકર છે. અને એ જિતાઇ જાય, તો બાકીનાને જીતવા સહેલા પડે છે. તે વિષે શ્રીમદે લખ્યું છે કે:
એક વિષયને જીતતાં, જિત્યા સૌ સંસાર;
નૃપતિ જીતતાં જીતીએ, દળ, પુર ને અધિકાર. (૩) કપાય કષાય એ પ્રમાદનું ત્રીજુ, અંગ છે, અપ્રમત દશામાં આગળ વધતો
સાધક વિષય પર કાબૂ મેળવે, છતાં ૧૨મા ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી, તેને કષાય રહી જાય છે. આથી ઉપશમ શ્રેણીનો સાધક, ૧૨ મા ગુણસ્થાનેથી, અવશ્ય પતન પામે છે. કષાય મુખ્ય થાય છે : ક્રોધ, માન, માયા, લોભ તે પ્રત્યેકના ચાર પ્રકારમાંથી, પહેલાં ત્રણ-અનંતાનું બંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખાનીનો એટલે કે ૧૨ કષાયનો ક્ષય કે ક્ષયોપશમ ન થાય, ત્યાં સુધી ભાવચારિત્ર આવતું નથી. કોઇ ક્ષયોપશમી હોય તો, અથવા સંજવલન કોધ, માન, માયા, કે લોભનો ઉદય આવે, તે વખતે પણ
મનમાં ક્ષોભ થાય નહિ, એવી ભાવના આમાં છે. (૪) નિદ્રા=નિદ્રાની તો દરેક દેહધારીને, જરૂર છે. શરીર ટકાવવા ઉચિત પ્રમાણમાં
નિદ્રા લેવી, તે પ્રમાદ નથી, પણ જરૂર કરતાં વધુ નિદ્રા લેવી, તે પ્રમાદ છે. કોઇ અશુભ કર્મના ઉદયથી, આ જાતનો પ્રમાદ આવે તો મુનિ, આત્મજાગૃતિ રાખી તે દૂર કરે છે. અને મનને ક્ષોભ પામવા દેતા નથી. તેવા
પ્રમાદથી દૂર રહેવાની, અહીં ભાવના છે.(૫) વિકથા=પ્રમાદનો પાંચમો પ્રકાર, વિકથા છે. સ્ત્રીપુરૂષ કથા, ભોજન કથા, દેશ કથા કે રાજ કથા તે ચારે સંસારની વૃદ્ધિ કરનાર છે. તેથી મુનિ તેનાથી અલિપ્ત રહે. મીનને, ધૂળ વિકથા હોવાનો સંભવ ઓછો હોય છે. પણ અન્ય મુનિ વિષે વિકથા કરવાનો, તેના વિષે તે હલકાં છે તેવો ખ્યાલ થવાનો સંભવ, સૂક્ષ્મતાએ રહે છે. આવી કોઇ પણ જાતની વિકથામાં ન પડવાની, ભાવના અહીં છે. આત્મસ્થિરતા મેળવવામાં નડતરરૂપ વિષય, પ્રમાદથી અલિપ્ત રહેવાની ભાવના સાથે શ્રીમદે અહીં, પ્રતિબંધ થી પણ મુક્ત રહેવાની અભિલાષા સેવી છે. “અપૂર્વ અવસરની' દહી કડીમાં જણાવ્યું છે તેમ, પ્રતિબંધ ચાર પ્રકારના છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે પ્રતિબંધ એટલે આવરણ. (૧) દ્રવ્ય પ્રતિબંધ = બાહ્ય કોઇ પદાર્થની જરૂર હોવી તે દ્રવ્ય પ્રતિબંધ
મુનિને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચરિત્ર સિવાય, કોઇ પણ વસ્તુની જરૂર ન હોય. વસ્ત્ર, પુસ્તક, આહાર વગેરેમાંથી, કોઇના પણ ગ્રહણ કે અગ્રહણ વિશે મતાગ્રહ ન હોય. મતાગ્રહ, તે પ્રતિબંધ છે. તે
વિશે શ્રીમદે લખ્યું છે કે:-“ પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે, સર્વ પ્રકારના પોતાના
મમવભાવરહિત રખાય, તો જ આત્માર્થ છે, નહિતર, મહાન પ્રતિબંધ
છે.” એવું જ અન્ય દ્રવ્ય વિષે છે. (૨) ક્ષેત્ર પ્રતિબંધ = માન,પૂજા, સત્કાર આદિ મળે, તેવા અનુકૂળ ક્ષેત્રમાં
જ રહેવું કે, પ્રતિકૂળ ક્ષેત્રમાં જ રહેવું તે ક્ષેત્રપ્રતિબંધ છે. અનુકૂળતાપ્રતિકૂળતા જોયા વિના સમભાવે મુનિએ, રહેવું જોઇએ. ક્ષેત્રપ્રતિબંધ
સમજાવતા શ્રીમદે લખ્યું છે:-“ આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે, જે
વિચાર કરવામાં આવે છે, તે ક્ષેત્ર પ્રતિબંધ છે.” (૩) ભાવ પ્રતિબંધ = શિષ્ય, અનુયાયી, વગેરે માટે, પ્રીતિ થવી તે ભાવ
પ્રતિબંધ. માન આપે તેના તરફ પ્રીતિ થવી અને અપમાન કરે તેના