________________
પ્રયત્ન :ખંતવાળો પરિશ્રમ; પ્રયાસ; તજવીજ; કોશિશ. (૨) મુનિને મુનિવરિત |
શુદ્ધોપયોગ, તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે. અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી, શુભપયોગ છે. તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. (શુદ્ધોપયોગ દશા ન હોય, ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ વ્યવહાર, પ્રયત્નપણાને પણ
પામતો નથી.) પ્રયત્નતા :પરિશ્રમ; મહેનત. પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયથેશ મુનિને (મુનિcોચિત) શુદ્ધ ઉપયોગ તે
અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી શુભ ઉપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. (શુદ્ધોપયોગ દશા ન હોય ત્યાં શુભપયોગ હઠ સહિત હોય છે; તે
શુભોપયોગ વ્યવહાર-પ્રયત્નપણાને પણ પામતો નથી.) પ્રયાથના :ઉત્કૃષ્ટ આજીજી; પ્રકૃષ્ટ કાલાવાલા. (૨) ઘણી આજીજી; ઉત્કટ
કાલાવાલા; અત્યંત આજીજી. (૩) પ્રકૃષ્ટ આજીજી; પ્રકર્ષ વિનતિ. (૪)
પ્રાર્થના; વિનંતી. પ્રયોગ શા પુદગલ ચૈતન્યનું નિમિત્ત, જે પુદ્ગલમાં હોય, તેને પ્રયોગસા પુદ્ગલ
કહેવાય. પ્રયોગસા ચૈતન્યનું નિમિત્ત, જે પુલમાં હોય, તેને પ્રયોગસા પુલ કહેવાય
પ્રયોજન :મતલબ (૨) ઉપયોગ; ખ૫; કારણ; હેતુ; જરૂર; આવશ્યકતા; ઉદ્દેશ.
(૩) હેતુ; વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે. શુધ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી. (૪) મતલબ; દ્રવ્ય અને પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. (પર્યાયને અવસ્થા પણ કહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણની અવસ્થારૂપે પરિણમન કરે છે. પર્યાયને પરિણામ પણ કહે છે, અવસ્થા પણ કહે છે. હવે કહે છે-તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.) દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે માટે સંજ્ઞાભેદે ભેદ છે. દ્રવ્ય એક અને પર્યાય અનેક-એમ સંખ્યાભેદ છે. દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય, માટે લક્ષણભેદ છે. અને દ્રવ્ય-પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. તો પણ એક વસ્તુ જ છે. દ્રવ્યપર્યાય એક વસ્તુ જ છે. એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આત્મા અભેદસ્વરૂપ છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં ભેદભેદ સ્વરૂપ લીધું છે. (૫) જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધ થાય તે જ આપણું ઈષ્ટ છે. (૬) કારણ; નિમિત્ત; ઉદ્દેશ; હેતુ; ખ૫; ઉપયોગ; જરૂર; આવશ્યકતા; આશય. (૭) કારણ ; નિમિત્ત; સબબ; ઉદ્દેશ; હેતુ; ખ૫; ઉપયોગ; જરૂર; આવશ્યકતા (૮) પ્રજ્યોજન- પ્ર=વિશેષ; અવસ્થાભેદ; યોજન=જોડવું, યોજવું, અખંડ વસ્તુના આશ્રમમાં જેટલા અવસ્થાના ભેદ પડે, તેમાં જ્ઞાનને જોડવું, તે પ્રયોજન; ત્રિકાળી દ્રવ્ય સાથે વર્તમાન અવસ્થાની સંધિ કરવી, તે પ્રયોજન છે. (૯) પ્રયોજન; પ્ર=વિશેષે, અવસ્થા ભેદ; ભોજન યોજવું, જોડવું. અખંડ વસ્તુના આશ્રયમાં, જેટલા અવસ્થાના ભેદ પડે, તેમાં જ્ઞાનને જોડવું, તે પ્રયોજન. ત્રિકાળી દ્રવ્ય સાથે વર્તમાન અવસ્થાની સંધિ કરવી, તે પ્રયોજન છે. (૧૦) પ્રોજન; પ્ર=વિશેષે; અવસ્થાભેદ; યોજન યોજવું; જોડવું. અખંડ વસ્તુના આશ્રયમાં, જેટલા અવસ્થાના ભેદ પડે, તેમાં જ્ઞાનને જોડવું,
પ્રયોગસા અને વિસસા ચૈતન્યનું નિમિત્ત, જે પુગલમાં હોય, તેને પ્રયોગસા
પુદ્ગલ કહેવાય. અને એકલા પુદ્ગલ પરમાણુ હોય, તેને વિસસા કહેવાય. પ્રયોગસા અને વિસાસા એકલા પુલ પરમાણુ હોય, તેને વિશ્વસા કહેવાય. અને
ચૈતન્યનું નિમિત્ત જે પુગલમાં હોય, તેને પ્રયોગસા પુદ્ગલ કહેવાય છે. પ્રયોજક :કરાવનાર પ્રયોજકપણાનો કરાવનાર પણાનો