________________
જ્ઞાનમાં અવશ્ય જણાય-એમ પ્રમેયત્વગુણ બતાવે છે.) (૨) જે શકિતના કારણથી, દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય હોય, તેને પ્રમેયત્વ ગુણ કહે છે. (૩) દરેક દ્રવ્યમાં જણાવા યોગ્યપણું હોવાથી જ્ઞાનથી કોઇ અજાણ્યું (ગુપ્ત) રહી શકે નહિ-એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. (૪) જે શક્તિનાં કારણથી દ્રવ્ય કોઇને કોઇ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વગુણ કહે છે. (જે શકિતના કારણથી દ્રવ્યમાં જણાવાની શક્તિ છે તેને પ્રમેયત્વ ગુણ કહે છે.) (૫) દરેક પદાર્થમાં પ્રમેયપણું એટલે, કોઇ પણ જ્ઞાનનો વિષય થવાપણું છે, જણાવવાની યોગ્યતા છે. શેય અથવા પ્રમેય=જ્ઞાનમાં જણાવા યોગ્ય. માટે જણાવાપણું જેમાં ન હોય, તે વસ્તુ ન કહેવાય. (૬) જે શક્તિના કારણથી,
દ્રવ્યનો કોઇ પણ આકાર અવશ્ય હોય પ્રમુદિત :પ્રસન્ન પ્રમાણદ્ધટિ:પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાયરૂપ જોવામાં આવે છે.
તેથી આત્મા પણ એકી સાથે એક અનેકરૂપ દેખવો. ત્રિકાળ દ્રવ્યપણે એક અને પર્યાયપણે અનેક; દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય જો અનેક અને આત્મા (દ્રવ્ય) એક. એ બન્નેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ કહે છે. સાધુપુરુષે દર્શન, જ્ઞાન,ચારિત્રને સેવવાં એ વ્યવહારથી કથન છે. એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવાલાયક છે, પણ એને પહેલાં આત્મા એકરૂપ છે. એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું એમાં પર્યાય ત્રણ થઇ ગઇ. એકરૂપ દેખવો એ નિશ્ચય અને ત્રણરૂપ દેખવો એ
વ્યવહાર છે. બન્નેને એકી સાથે દેખવો એ પ્રમાણ છે. પ્રમાણભૂત :પૂર્ણ સત્યરૂપ પ્રમાતા:જાણનાર પ્રમાતા :જાણનારો આત્મા પ્રમાદ કષાય, ઈન્દ્રિય, વિકથા, સ્નેહ અને નિદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે.
અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (૨) અતીન્દ્રિય આનંદરૂપ અનુભવથી છૂટી ભાવલિંગી સંત છેદે ગુણસ્થાને આવે છે. એ પ્રમાદ છે. વિકલ્પ જે ઊઠે છે તે આળસ છે. (૩).
અસાવધપણું, ગફલત; આળસ; બેદરકારી; બેપરવાઈ. (૪) ધર્મની અનાદરતા; ઉન્માદ; આળસ; કષાય એ સઘળાં પ્રમાદના લક્ષણ છે. (૫) આત્માનુભવમાં ધર્મધ્યાનમાં આળસ કરવી તે પ્રમાદ છે, તેના ૮ ભેદ છે. ચાર વિક્રયા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, ૧ સ્નેહ ને ૧ નિંદ્રા=૮૦ દરેક પ્રમાદભાવમાં એક વિકથા, એક કષાય, એક ઇન્દ્રિય, એક અને એક નિંદ્રાનો ઉદય સંબંધ થાય છે. જેમ પુષ્પ સુંઘવાની ઇચ્છા થવી તે પ્રમાદભાવ
છે. તેમાં એક વિકથા (ભોજનકથા) લોભકષાય, ઘાણ ઇન્દ્રિય, સ્નેહ અને નિંદ્રા એ પાંચ ભાવ સંયુકત છે. (૬) અનુત્સાહ. (૭) પાંચ પ્રકારના પ્રમાદ છે, (૯) ઈન્દ્રિય, (૯) વિકથા, (૯) કષાય, (૯) સ્નેહ, (૯) નિંદ્રા. એ પાંચ પ્રમાદથી મનની અસ્થિરતા ન થાઓ. અર્થાત્ એ પ્રમાદમાં મન કદી ન જાઓ. (૭) કષાય, ઈન્દ્રિય, વિકથા, સ્નેહ અને નિદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે, અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘણાં પ્રમાદનાં લક્ષણ છે. (૮) પંદર પ્રકારના છે. ક્રોધ, માન,માયા, લોભ, એ ચાર કષાય. સ્ત્રી, રાજ, ભોજન, ચોર, એ ચાર પ્રકારની વિકથા, નિંદા, પ્રેમ(વેદ-રાગ) અને પાંચ ઇન્દ્રિયવિષય, આ પંદર પ્રમાદો છે. (૯) કલ્યાણકારી કાર્યમાં, અનાદરને પ્રમાદ કહે છે. (૧૦) સ્વરૂપમાં અસાવધાનતા પૂર્વક પ્રવૃત્તિ, અથવા ધાર્મિક કાર્યોમાં અનુત્સાહ (૧૧) પ્રમાદના પાંચ પ્રકાર છે :- (૯) ઇન્દ્રિય (૯) વિકથા (૯) કપાય (૯) સ્નેહ અને (૯) નિદ્રા. એ પાંચ પ્રમાદથી મનની અસ્થિરતા થાય છે. (૧૨) ૪ વિકથા, ૪ કષાય, ૫ ઇન્દ્રિય, ૧ નિદ્રા અને ૧ પ્રણય (સ્નેહ) (૧૩) આત્મસ્વરૂપમાં અનુત્સાહ, મદ, વિષય, કષાય,
નિંદ્રા અને વિકથા,-એ પાંચ પ્રમાદના મુખ્ય પ્રકાર છે. (૧) મદ=મદ એટલે અભિમાન કે અહંકાર. મદના આઠ પ્રકાર છે. જાતિમદ,
કળમદ, બળદ, રૂપમદ, તપમદ, વિદ્યામદ કે જ્ઞાનમદ) લાભમદ અને ઐશ્વર્યમદ. આમાંથી કોઇ પણ જાતનો મદ આવે, તો જીવમાં ઉદ્ધતાઇ, ઉછાંછળાપણું, સ્વછંદ વગેરે આવતા, પરિણામે કાં તો એ પદ ગુમાવવાનો વખત આવે છે. અને નહિ તો એ પદ સંતોષ આપવાને બદલે, અસંતોષ