________________
પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે છે અને તેમને દાન આપે છે તેમ) નિર્દોષપરમાત્મા તીર્થંકર પરમદેવોનાં અને ગણધરદેવો-ભરત-સાગર-રામપાંડવાદિ મહાપુરુષોનાં ચારિત્ર પુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત ગૃહસ્થ અવસ્થામાં ભેદભેદ રત્નત્રય પરિણત આચાર્ય-ઉપાધ્યાયસાધુનું પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે છે-ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પસમાધિ વિધાન વડે વિશુધ્ધ દર્શન જ્ઞાન સ્વભાવવાળા
નિજ શુધ્ધાત્મામાં સ્થિર થઇ તેને મોક્ષની પ્રાપ્ત કરે છે.) પ્રભુશક્તિ :મહા સામર્થ્ય પ્રભુસ્મરણ :આત્મસ્મરણ. પ્રભા :ઘુતિ; તેજ; કાંતિ; પ્રકાશ; મુખની ફરતું તેજ; પ્રભાવ. (૨) તેજ; પ્રકાશ;
ઝળકવું. (૩) તેજ; ક્રાંતિ; પ્રકાશ; મુખની ફરતું તેજ; યુતિ; ઝાંય; દમામ;
પ્રભાવ-પૈસા (૪) ઝાંય પ્રભાવ :શક્તિ; પ્રતાપ; તેજ પ્રભાવક બીજા ઉપર પ્રભાવ પાડનાર; દીપાવનાર; શોભાવનાર; ઉત્તેજના
આપનાર. પ્રભાવના :પ્રખ્યાપન દ્વારા અથવા પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા તેનો સમુદ્યોત કરવો તે;
પરમ વૈરાગ્ય કરવાની જિન ભગવાનની પરમ આજ્ઞાની પ્રભાવના; તેની પ્રખ્યાતિ-જાહેરાત કરવા દ્વારા; પરમ વૈરાગ્યમય પ્રકૃષ્ટ પરિણમન દ્વારા, તેનો સમ્યક પ્રકારે ઉદ્યોત કરવો તે. (૨) પ્રભાવના પોતાનું લક્ષ કરતાં પોતાની પર્યાયમાં થાય છે. (૩) સમ્યગ્દર્શનનું આઠમું અંગ છે. સત્યમાર્ગનો ઉદ્યોત કરે, વિદ્વત્તાથી, તપથી, અભ્યાસથી, સદાચારથી તથા જિનમંદિર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, લહાણીઓ વગેરે વડે ધર્મનો મહિમા વધારે તે પ્રભાવના નામે આઠમું અંગ છે. (૪) પ્રગટ કરવું; ઉદ્યોત કરવો. (૫) પ્રખ્યાતિ;
૬૫૮ જાહેરાત; પ્રખ્યાપન; પ્રકૃટ પરિણતિ દ્વારા તેનો સમુઘાત કરવો તે. (૬)
ઉત્કૃષ્ટભાવના પ્રભાવના અંગ :પ્રભાવના, એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો
અતિશય, તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી, પ્રગટ થાય છે અને જૈનધર્મનો અતિશય તો ઘણાં દાન- દયા વડે ઉગ્ર તપ કરીને, ખૂબ ધન ખર્ચે ભગવાનની પૂજા કરાવીને શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ દેવાદિના ચમત્કાર
વડે (જૈનધર્મની મહિમા), પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. પ્રભાવિક :બીજા પર પ્રભાવ પાડનાર; દીપાવનાર; શોભાવનાર; પ્રભાવશાળી. પ્રભાસવું :પ્રકાશવું; વ્યાપવું. પ્રખત :પહેલેથી જ ગુણસ્થાન સુધીની (પર્વતની) પર્યાયો પ્રમત્ત છે. પ્રમત અવસ્થા :અવિરતિપણું; ત્યાગનો અભાવ, પ્રમાદ અવસ્થા. મમત-અપ્રમત્ત :ગુણસ્થાનની પરિપાટીમાં, છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત,
કહેવાય છે. અને સાતમાં ગુણ સ્થાનથી, ચૌદમા ગુણસ્થાન માંડીને, અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે. શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક જ છે. પ્રમત્ત અને અપ્રમત્ત, એ તો પર્યાયના ભેદો છે અને તે અશુદ્ધનયનો વિષય છે. પહેલેથી છ ગુણસ્થાન પર્યંતની પર્યાયો, પ્રમત્ત છે અને સામેથી ચૌદગુણસ્થાન પર્યંતની પર્યાયો તે અપ્રમત્ત છે. આમાં હવે કઇ પર્યાયો બાકી રહી ગઇ? ૧ ભગવાન આત્મા, આ સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધનય સ્વરૂપ, એક ગ્લાયકભાવ છે. જે દષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી,
અને પ્રમત્ત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહેવાય છે. પ્રમત્ત મતવાલું, ગાફેલ. (૨) સ્વરૂપનો અનુત્સાહ; મદોન્મત્ત; છકી ગયેલું;
પ્રમાદી, કર્મના સદ્ભાવરૂપ. (૩) મત્તવાળું; ગાફેલ. (૪) ચારિત્ર મોહનો સદ્ભાવ. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી દર્શન મોહનો નાશ થાય છે. તે ચોથું ગુણસ્થાન છે. પરંતુ પાંચમે અને છટ્ટ ગુણસ્થાને ચારિત્ર મોહનીય કર્મનો સદ્ભાવ (હયાતી) હોય છે, તેથી તેમને પ્રમત્ત અવસ્થાની હયાતી હોય છે.