________________
(૫) સ્વભાવ અર્થપર્યાય= પર નિમિતના સંબંધરહિત, જે અર્થ પર્યાય થાય, તેને સ્વભાવઅર્થ પર્યાય કહે છે. જેમ કે, જીવની કેવળજ્ઞાન, પર્યાય. (જ્ઞાનગુણની પૂર્ણ અવસ્થા-કેવળ જ્ઞાન)
(૬) વિભાવ અર્થ પર્યાય= પર નિમિત્તના સંબંધથી, જે અર્થ પર્યાય થાય, તેને વિભાવ અર્થ પર્યાય કહે છે. જેમ કે, જીવના રાગ-દ્વેષાદિક.
(૭) કયા કયા દ્રવ્ય, કઇ કઇ પર્યાયો થાય છે ?
(જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં, સ્વભાવ અર્થ પર્યાય, વિભાવઅર્થ પર્યાય, સ્વભાવવ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, એમ ચારે પર્યાયો થાય છે.
(૮) ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય, સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય, એમ ફકત બે પર્યાયો થાય છે.
પર્યાયના કેટલા ભેદ છે? :બે છે. વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય પર્યાયનો સ્વભાવ :પૂ.કાનજી સ્વામીને એકવાર ઇસરીમાં ચર્ચા થયેલી, ત્યારે ત્યાગીગણ અને મોટા પંડિતોની રૂબરૂ પોકાર કરીને કહ્યું હતું કે, -જીવની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે, તે પોતાનાથી થાય છે, તે ભાવનો કર્તા પોતે, કર્મ પોતે અને કરણ પણ પોતે છે. તે ભાવ કર્મથી બીલકુલ થયો નથી. જીવની પર્યાયમાં વિકાર થાય છે, તે પોતાના ષટ્કારકથી થાય છે. તેનો કર્તા જડ કર્મ તો નથી, પણ દ્રવ્ય ગુણ પણ એના કર્તા નથી. ત્યારે કોઇ કોઇ તો આ વાત સાંભળીને ભડકી ઉઠ્યા, અને કહેવા લાગ્યા. શું
કર્મ વિના જીવને વિકાર થાય ? કર્મ વિના જો વિકાર થાય તો તે સ્વભાવ થઇ
જાય.
ત્યારે કહ્યું – જીવને પર્યાયમાં વિકાર થાય છે, તે પર્યાયનો સ્વભાવ છે. અને તે સ્વતંત્ર, પોતાના ષટકારકથી થાય છે, તેમાં કર્મની બીલકુલ અપેક્ષા નથી. કર્મ વિના ન થાય અર્થાત કર્મથી થાય છે એ તો અજ્ઞાનીની માન્યતા છે. વળી, જે કાંઇ અશુભ, તે બધું ય કર્મ કરે છે, કારણકે અપ્રશસ્ત રાગનામના કર્મના ઉદય વિના તેની અનુપ પત્તિ (અસિદ્ધ) છે.-આ અજ્ઞાનીની દલીલ છે, પણ આ વાત બરાબર નથી, કેમ કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ,
60.
જે અશુભ ભાવ છે તે કાર્ય અને કર્મનો તીવ્ર ઉદય તે એનો કર્તા-એમ છે નહિ. કર્મથી વિકાર થાય છે. એમ માનવું એ તો સાંખ્યમત છે, કોઇ જૈનો (જૈનાભાસો) આવું માને, તો તે પણ મિથ્યાદષ્ટિ જ છે.
પ્રકૃતિના જે રજોગુણ, તમોગુણ,
અરે ભગવાન! તું અનંત બળનો સ્વામી, મહાબળિયો-બળવંત છો ને પ્રભુ! અનંત અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ તું છો ને! જે ઘડીએ અંદર જાગીને જુએ, તે ઘડીએ ખબર પડે કે, જે રાગ થાય છે તે પર્યાય ધર્મ છે, પર્યાયનું કર્તવ્ય છે, તે મારું (દ્રવ્યનું) કર્તવ્ય નથી અને જડ કર્મનું પણ નહિ. પર્યાયબુદ્ધિ દેહદષ્ટિ (૨) રાગબુધ્ધિ (૩) ઇત્યાદિ છે તે આત્મામાં નથી. પર્યાયમૂઢજીવો પરસમય અર્થાત્ મિથ્યાદષ્ટિ છે. પર્યાયવર્તી :પર્યાય તરીકે વર્તતા; પર્યાયસ્થાનીય. પર્યાયાંતર :પર્યાય બદલીને; પર્યાયને ઉલટાવીને. પર્યાયાર્થિક :પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. પર્યાયાર્થિક નય જે મુખ્યપણે વિશેષને (ગુણ અથવા પર્યાયને) વિષય કરે તેને
પર્યાયાર્થિક નય કહે છે. દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તે બન્ને (સામાન્ય અને વિશેષ) ને જાણનારાં દ્રવ્યાર્થિકનયરૂપ અને પર્યાયાર્થિકનયરૂપ બે જ્ઞાનચક્ષુઓ છે.દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્ય સામાન્ય જ જણાય છે. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે; અને પર્યાયાર્થિકનયરૂપી બીજા (એક) ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે, તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો-બન્ને જણાય છે; તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય અન્ય બન્ને ભાસે છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય-બન્ને નયો વડે વસ્તુનું જે જ્ઞાન થાય છે તે જ પ્રમાણજ્ઞાન છે. (૨) વર્તમાન પર્યાયમાં આનંદનો અનુભવ થઇને, જે નિર્વિકલ્પ નિર્મળ ભાવનારૂપ દશા પ્રગટ થઇ, તે પર્યાયાર્થિકનયનો-વ્યવહાર–નયનો વિષય છે. (૩) પર્યાય જ – એક સમયની વર્તમાન અવસ્થા જ જેનું પ્રયોજન છે તે પર્યાયાથિક નય છે. જો વ્યવહારનયનો વિષય જ ન હોય તો. પર્યાય જ ન હોય. અને પર્યાયના