________________
ગંધ, ૩૮ સુંગધ, ૩૯ દુર્ગધ, પાંચ રસ,-૪૦ તીખો, ૪૧ ખાટો, ૪૨ કડવો, ૪૩, મીઠો, ૪૪ કપાયેલો, આઠ સ્પર્શ, ૪૫ કોમળ, ૪૬ કઠોર, ૪૭ ઠંડો, ૪૮ ગરમ, ૪૯ હલકો, ૫૦ ભારે, ૫૧ સ્નિગધ, ૫૨ રુક્ષ, ૫૩ દેવગતિ પ્રાયોડ્યાનું પૂર્વ, ૫૪ અગુરુલા, ૫૫ ઉપઘાત, ૫૬ પરઘાત, ૫૭ ઉચ્છવાસ, ૫૮ પ્રશસ્ત વિહાયોગતિ, ૫૯ અપ્રશસ્ત વિહાયોગતિ, ૬૦ અપર્યાપ્તક, ૬૧ પ્રત્યેક શરીર, ૬૨ સ્થિર, ૬૩ અસ્થિર, ૬૪ શુભ, ૬૫ અશુભ, ૬૬ દુર્ભગ, ૬૭ સુસ્વર, ૬૮ દુસ્વર, ૬૯ અનાદેય, ૭૦ અયશ: કીર્તિ, ૭૧ નિર્માણ, ૭૨ નીચ, ગોત્ર, ૭૩ શાતા વેદનીય, ૭૪ મનુષ્ય ગતિ, ૭૫ મનુષ્યાય, ૭૬ પંચેન્દ્રિય જાતિ, ૭૭ મનુષ્યગતિ, પ્રાયોગ્યાનુ પૂર્વ ૭૮ ત્રસ, ૭૯ બાદર, ૮૦ પર્યાપ્તક, ૮૧ સુભગ,
૮૨ આદેય, ૮૩ યશઃ કીર્તિ, ૮૪ તીર્થકર, ૮૫ ઉચ્ચ ગોત્ર (૬) દ્રવ્યકર્મ. (૭) દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે. પ્રકૃતિ જડ છે. (૮) પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આદિ જુદી જુદી પ્રવૃત્તિઓનું અમુક મુક્ત સુધી સાથે રહેવું તે જેનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધ સ્થાનો, તે બધાય જીવને નથી. કારણકે, તે પુદગલના પરિણામમય હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે. આત્માના પ્રદેશોની સાથે કર્મની પ્રકૃત્તિ હોય છે. તે પ્રકૃત્તિના ફળરૂપ આ શરીરમાં એકદમ રોગ આવે છે, એકદમ મરણ થાય છે, એકદમ પૈસા ભેગા થઇ જાય છે. એકદમ પૈસા ચાલ્યા જાય છે, વગેરે અનુકૂળતા અને પ્રતિકુળતા થયા કરે છે તો બધુ થવાનું કારણ કર્મ પ્રવૃત્તિનો ઉદય છે. તે બધા ઉદયની સ્થિતિ જેટલી હોય, તે પ્રમાણે તે રહે ને પછી તે ચાલ્યું જાય છે. તે કર્મપ્રવૃત્તિઓનું સ્થિતિ ઓછામાં ઓછી અંતમુહર્તની અને વધારેમાં વધારે, સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની હોય છે. સિત્તેર ક્રોડાક્રોડી સાગરો ૫મનો, સાત ચોવીસી જેટલો કાળ થાય, તે બધા સ્થિતિબંધના પ્રકારો પુલના પરિણામ છે. તે આત્માનો સ્વભાવ નથી. (૯) કર્મ; વિભાવ ભાવ; રાગાદિ વિભાવ ભાવ; સ્વ પરની એકતા. (૧૦) પૌલિન કર્મ;
૬૪૩ આત્માનું વિભાવ પરિણામ. આત્માના વિભાવ પરિણામનું કારણ, પૌલિક કર્મ હોય છે. જેને પ્રકૃત્તિ પણ કહે છે. વિભાવ પરિણામ જો ચૈતન્યરૂપ હોય તો તેને ઉત્પન્ન કરનાર પ્રકૃત્તિ પણ જ્ઞાન રૂપ કરે છે. પરંતુ જ્ઞાન, પ્રકૃતિનો ધર્મ નથી. તેને પ્રકૃતિનો ધર્મ માનતાં, પ્રકૃતિને ચેતનપણાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. સાંખ્યમતના અનુયાયીઓએ, આત્માને પુરુષ માન્યો છે. સાંખ્યોએ, પુરુષ આત્માનો ચેતનરૂપે સ્વીકાર કર્યો છે, અને પ્રકૃતિને જડરૂપે. (૧૧) કર્મ પ્રકૃત્તિ; જ્ઞાનાવરણાદિ આઠ કર્મ
પ્રકૃત્તિ; જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પ્રકતિ સ્વભાવ :મિથ્યાત્વાદિ ભાવ; રાગાદિભાવ; કર્મના ઉદયનો સ્વભાવ પ્રકતિનું પણ સ્વભાવનું નામ પ્રકૃતિ છે. જેવી રીતે કોઇ એક વસ્તુમાં મધુરતા
હોવી, એ એની પ્રકૃતિ છે. પ્રકૃત્તિનો અર્થ સ્વભાવ છે. જે પ્રકારે લીમડાની પ્રકૃતિ કડવાપણું છે. ગોળની પ્રકૃતિ ગળપણ છે. તે જ પ્રકારે જ્ઞાનાવરણ કર્મની પ્રકૃત્તિ જ્ઞાનનો અભાવ છે. જેવી રીતે આત્માને, અજ્ઞાનાદિરૂપ ફળ ક્રિયા થાય છે, તે તેની પ્રકૃતિ છે. આ પ્રકૃતિ અજ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ છે. જે કર્મ સ્કંધ વર્તમાનકાળમાં ફળ આપે છે. અને જે ભવિષયમાં ફળ આપશે, આ બંને જ કર્મસ્કંધની પ્રકૃત્તિ સંજ્ઞા
સિદ્ધ કરે છે. પ્રકૃતિનો સ્વભાવ રાગની ક્રિયાઓ; કર્મનો સ્વભાવ; વિકાર ભાવ. (૨) શુભાશુભ
વિકલ્પની જે વિકૃત્તિ વૃનિ ઉઠે છે, તે પ્રકૃત્તિનો સ્વભાવ છે. હવે પ્રકૃત્તિનો સ્વભાવ છે, જે પોતાને બંધનું નિમિત્ત છે, તેને જયાં સુધી છોડે નહિ, ત્યાં સુધી સ્વ પરના એકત્વરૂપ શ્રદ્ધાનથી, જીવ મિથ્યાષ્ટિ છે. દયા, દાન, વ્રત આદિ શુભરાગથી, લાભ માનનાર જીવ, શુભરાગને પોતાનું સ્વમાને છે, અને તેથી સ્વ-પરના એકત્વ શ્રદ્ધાનથી, તે મિથ્યાદષ્ટિ છે. (૩) પુણ્યપાપના મલિન ભાવ તે પ્રકૃત્તિનો સ્વભાવ છે. મિથ્યાત્વભાવ. (૪) કર્મનો ઉદય; જ્ઞાનાનંદ સ્વરૂપ (૫) મિથ્યાત્વાદિભાવ; રાગાદિભાવ; કર્મના ઉદયનો સ્વભાવ.