________________
પ્રતિ નિયત :પોતામાં નિશ્ચિત; પ્રત્યક્ષ
પ્રતિ સંધાન ફરીને સાંધવું તે; સંધાન; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું) કરી દેવું તે. પ્રતિ સ્રોતગાળી સામે પૂરે જનાર પરતઃસિદ્ધ :પરથી સિદ્ધ.
પ્રતિઉકાર સામો; વળતો ઉપકાર પ્રતિકર્મ :શરીરની સજાવટ
પ્રતિકર્ષણ :અતીત-વર્તમાન-અનાગત કાર્ય-વચન-મન સંબંધી કર્મોથી ભિન્ન નિજ શુધ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ-આલોચના-પ્રત્યાખ્યાન-સ્વરૂપ ક્રિયા છે.
પ્રતિક્રમણ :પુણ્ય-પાપના વિકારનો હું કર્તા અને તે મારું કાર્ય-કર્મ તથા પર જીવ કે, જડ વસ્તુની ક્રિયા હું કાંઇ કરી શકું, એવી જે અનાદિની મહા ઊંધી માન્યતા હતી, તેનાથી પાછો ફર્યો, તે પ્રતિક્રમણ થયું. હું માત્ર જ્ઞાયક છું, એવા સ્વભાવની દ્દઢતા, તે દર્શન સામાયિક અને તેમાં એકાગ્ર થયું, તે ચારિત્ર સામાયિક પરના અવલંબનના ભેદ રહિત, જેટલા અંશે સ્વભાવના જોરથી, અરાગી-શાંત સ્થિરતા ટકાવી, તેટલી સાચી સામાયિક છે. (૨) આત્મા અનંત ગુણનો પિંડ અનાદિ અનંત, પરથી નિરાળો અખંડ છે એવી પ્રતીતિ કરી અને એમાં સ્થિર થવું એનુ નામ પ્રતિક્રમણ છે, એનું નામ પ્રાયશ્ચિત છે. આ પ્રતિક્રમણ અને આ પ્રાયશ્ચિતથી મોક્ષ થાય. (૩) પરભાવથી પાછું વળી, સ્વરૂપમાં સ્થિર થવું, તે નિશ્ચય પ્રતિક્રમણ છે. (૪) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રને, નિરવશેષય છે. છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન,સમ્યકચારિત્રને (જીવ) ભાવે છે. તે (જીવ) પ્રતિક્રમણ છે. (૫) ભૂતકાળના રાગથી રહિત, તે પ્રતિક્રમણ છે. (૬) આલોચના
પ્રત્યાખ્યાન=અતીત-વર્તમાન-અનાગત કાય-વચન-મન સંબંધી કર્મોથી ભિન્ન નિજ શુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ, આલોચના પ્રત્યાખ્યાન સ્વરૂપ ક્રિયા છે. (૭) સામયિક સાથે જોડાયેલું બીજું આવશ્યક, તે પ્રતિક્રમણ જીવે જે જે દોષ કર્યા હોય, તે તે યાદ કરી, તેની ક્ષમા માગવી, તેનો પશ્ચાતાપ
૬૫૦
કરવો, તે પ્રતિક્રમણ. શુદ્ધભાવ વડે કરી, પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતાં, પરલોકભય અને અનુકંપા છૂટે છે, આત્મા કોમળ થાય છે, ત્યાગવા યોગ્ય વસ્તુને, વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇત્યાદિ, જે જે દોષ વિસ્મરણ થયા હોય, તેનો પશ્ચાતાપ પણ થઇ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. (૮) વંદના, સ્વાત્મનિંદા અને પ્રતિક્રમણાદિ પુણ્યનાં કારણ છે, પણ મોક્ષનાં કારણ નથી, તેથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ અવસ્થામાં રહેલા જ્ઞાનીઓ, આ ત્રણમાંથી એકને પણ કરતા નથી, કરાવતા નથી, અને કર્તાને અનુમોદતા પણ નથી. શુદ્ધ નિર્વિકલ્પ પરમાત્મ તત્ત્વની, ભાવનાની બળથી ભૂતકાળમાં થયેલા, રાગાદિ દોષોનું નિરાકરણ કરવું, તે નિશ્ચય પ્રતિક્રમણ છે. (૯) પૂર્વે બંધાયેલા કર્મ (આઠ જડ કર્મ જ્ઞાનાવરણાદિ અને વિકારી ભાવ અર્થાત્ ભાવ કર્મ -રાગ-દ્વેષ અને અજ્ઞાન છે. તેના ઉદયના નિમિત્તે થતા, જે શુભ-અશુભ ભાવ, તેનાથી પોતાને નિવર્તાવે છે. અર્થાત્ તે શુભાશુભ ભાવને જે છોડે છે, અને અંદર નિજ સ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે, તે આત્મા, તે ભાવોના કાણભૂત પૂર્વ કર્મને પ્રતિક્રમતો થકી, પોતે જ પ્રતિક્રમણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિના ભાવ, શુભ છે. ને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ઈત્યાદિના ભાવ, અશુભ છે. તે ભાવો બધા પૂર્વકર્મના ઉદયના નિમિત્તે થયેલા ભાવો છે. સ્વસ્વરૂપમાં, આત્માસ્વરૂપમાં રમણતાં દ્વારા તે વિકારી ભાવોથી, જે આત્મા પાછો ફરે છે તે, તે ભાવના કારણભૂત પૂર્વકર્મથી, પાછો ફરે છે. આનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળના રાગથી રહિત, પ્રતિક્રમણ છે. (૧૦) પુણ્ય-પાપના વિકારનો, હું કર્તા અને તે મારું કર્મ, તથા પર જીવ કે જડ વસ્તુની ક્રિયા, હું કાંઇ કરી શકું, એવી જે અનાદિની મહા ઊંધી માન્યતા હતી, તેનાથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ થયું. પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત પુણ્ય પાપના વિકારી ભાવપણે, આત્મા કોઇ દિવસ
થયો નથી. અને દર્શન-જ્ઞાનથી, કોઇ દિવસ છૂટયો નથી. આત્મા અનંત ગુણનો પિંડ, અનાદિ અનંત, પરથી નિરાળી અખંડ છે. એવી પ્રતીત કરી, અને એમાં સ્થિર થવું એનું નામ પ્રતિક્રમણ છે, એનું નામ પ્રાયશ્ચિત છે. આ પ્રતિક્રમણ અને આ પ્રાયશ્ચિતથી મોક્ષ થાય. (૨) આત્મા અનંતગુણનો