________________
પ્રવર્તતું જે જ્ઞાન, તે કેવળ આત્મા દ્વારા જ ઉત્પન્ન થતું હોવાથી, પ્રત્યક્ષ તરીકે ઓળખાય છે. (૭) (પ્રતિ+અક્ષ) અક્ષનો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત. ઇન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કંઇ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. (૮) આત્માના આશ્રયે થતું, અતીન્દ્રિય જ્ઞાન. (૯) અક્ષપ્રતિ =અક્ષ=આત્મા અથવા જ્ઞાન. પ્રતિક(અક્ષની) સામેનિકટમાં પ્રતિ+અક્ષ= આત્માના સંબંધ હોય, એવું (૧૦) અક્ષ પ્રતિ-અક્ષની સામે- અક્ષની નિકટમાં -અક્ષના સંબંધમાં હોય, એવું. (અક્ષ= (૧) જ્ઞાન;
(૨) આત્મા) (૧૧) સાક્ષાત જાણવું પ્રત્યા પ્રતિભાસમય વસ્તુ, નિજ પરમાત્મતત્ત્વ સકળ નિરાવરણ અખંડ એક
ત્રિકાળ અવિનશ્વર છે, (૨) ત્રિકાળી ધ્રુવ એક ગ્લાયકભાવ માત્ર શુદ્ધ પારિણામિક ભાવ માત્ર વસ્તુ જે છે તે જ ખરેખર, આત્મા છે. (૩) જે સકલ નિરાવરણ એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભા સમય, અવિનશ્વર શુદ્ધ
પારિણામિકભાવ લક્ષણ, નિજ પરમાત્મ દ્રવ્ય, તે જ હું છું. પ્રત્યા પ્રમાણ કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તતે પ્રત્યક્ષપ્રમાણ છે.
(૨) જે પદાર્થને સ્પષ્ટ જાણે (૩) કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (૪) તેના બે ભેદ છે, એક સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને
બીજો પરમાર્થિક પ્રત્યક્ષ પ્રત્યા+ાન :પ્રત્યક્ષ પ્રતિ+અક્ષ=અક્ષનો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો
નિયમ હોય એટલે પર નિમિત્તો-ઇન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કંઇ નિમિત્ત ન હોય એવું
જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યાઘાન અંતઃકરણ, ઇન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક-એ
બધાંય પર દ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એક આત્મસ્વભાવને જ કારણપણે ગ્રહીને સર્વ દ્રવ્ય-પર્યાયોના સમૂહમાં એકી વખતે જ વ્યાપીને પ્રવર્તતું જે જ્ઞાન, તે કેવળ આત્મા દ્વારા જ ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યક્ષ તરીકે ઓળખાય છે. (૨) જે સીધુ આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાન |
તો પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. કારણ કે ઇન્દ્રિયો પર દ્રવ્ય છે તે આત્માના સ્વભાવરૂપ નથી. જે કેવળ આત્મા પ્રતિ જ નિયત
હોય તે જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે. પ્રત્યશાન અનાકુળ છે: (૧) અનાદિ જ્ઞાન સામાન્યરૂપ સ્વભાવ ઉપર મહાવિકાસથી વ્યાપીને સ્વતઃ
(પોતાથી) જ રહ્યું હોવાથી સ્વયં ઊપજે છે તેથી આત્માધીન છે. (અને
આત્માધીન હોવાથી આકુળતા થતી નથી.) (૨) સમસ્ત આત્મપ્રદેશોમાં પરમ સમક્ષ જ્ઞાનોપયોગરૂપ થઈ, વ્યાપી રહેલું
હોવાથી સમંત છે તેથી અશેષ દ્વારા ખુલ્લાં થયાં છે અને એ રીતે કોઈ દ્વાર
બંધ નહિ હોવાથી આકુળતા થતી નથી); (૩) સમસ્ત વસ્તુઓના શેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ
વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી અનંત પદાર્થોમાં વિસ્તૃત છે તેથી સર્વ પદાર્થોને જાણવાની ઈચ્છાનો અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને
જાણવાની ઈચ્છા નહિ હોવાથી આકુળતા થતી નથી); (૪) (જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારું કર્મ સામાન્ય નીકળી ગયું હોવાને લીધે
(જ્ઞાન) પરિસ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન (તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી વિમળ છે તેથી સમ્યક્ષણે (બરાબર જાણે છે (અને એ રીતે
સંશયાદિ રહિતપણે જાણવાને લીધે આકુળતા નથી); તથા (૫) જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ યુગ૫ સમર્પિત કર્યું છે (એકી સાથે
જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને રહ્યું હોવાથી અવગ્રહાદિ રહિત છે.
તેથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદનો અભાવ છે; આ પ્રમાણે ઉપર્યુક્ત પાંચ કારણે પ્રત્યક્ષજ્ઞાન અનાકુળ છે. તેથી ખરેખર તે
પારમાર્થિક સુખ છે. પ્રત્યગ જ્યોતિ :નિર્મળ જયોતિ; સ્વરૂપમાં લીન થયો; આત્માની ખ્યાતિ થઇ;
ઇશ્વરનાં દર્શન થયા; પોતાની પ્રસિદ્ધિ થઇ; આત્મ સાક્ષાત્કાર થયો. પ્રત્યજયોતિ પૃથજયોતિ પ્રત્યુપકાર :ઉપકારની સામે ઉપકાર; ઉપકારના બદલામાં કરાતો ઉપકાર.