________________
(૯) આ શેય (જાણવાયોગ્ય છે); (૯) આ અય છે; (૯) આ જ્ઞાતા છે; અને (૯) આ જ્ઞાન છે. (૯) આ આચરણીય (આચરવાયોગ્ય) છે; (૯) આ અનાચરણીય છે; (૯) આ આચરનાર છે; અને (૯) આ આચરણ છે.
એમ
(૯) કર્તવ્ય (કરવા યોગ્ય), (૯) અકર્તવ્ય, (૯) કર્તા અને (૯) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને કોમળ ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિને) ઉખેડતા જાય છે; કદાચિત અજ્ઞાનને લીધે (સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મ-અધિકાર (આત્માને વિષે અધિકાર) શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે; ફરી ફરીને (પોતાના આત્માને) દોષાનુસાર પ્રાયશ્ચિત દેતા થકા તેઓ સતત ઉદ્યમવંત વર્તે છે; વળી ભિન્નવિષયવાળાં શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્ર વડે (આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદરત્નત્રય વડે) જેનામાં સંસ્કાર આરોપાતો જાય છે એવા ભિન્નસાધ્યસાધનવાળા પોતાના આત્માને વિષે-ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર (સાબુ) લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક-થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને તે જ પોતાના આત્માને નિશ્ચયનયે ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે, દર્શનશાનચારિત્રનું સમાહિતપણું (અભેદપણું) જેનું રૂપ છે, સફળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે (અભાવને લીધે) જે નિસ્તરંગ
૬૩૯ પરમચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા (અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રના ઐયસ્વરૂપ, પરમચૈતન્યશાળી તથા ભરપૂર આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર કરતા થકા), ક્રમે સમરસીભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી પરમ વીતરાગભાવને પ્રાપ્ત કરી સાક્ષાત્ મોક્ષને અનુભવે છે. (હવે કેવળવ્યવહારાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે:-). પરંતુ જેઓ કેવળવ્યવહારાવલંબી (કેવળ વ્યવહારને અવલંબનારા) છે તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવના અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થકા, (*) ફરીફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી, (૯) પુષ્કળ શ્રુતના (દ્રવ્યશ્રુતના) સંસ્કારથી ઊઠતા વિચિત્ર (અનેક પ્રકારના) વિકલ્પોની જાળ વડે તેમની ચૈતન્યવૃત્તિ ચિત્રવિચિત્ર થતી હોવાથી અને (૯) સમસ્ત વતિ આચારના સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી, (૯) કયારેક કાંઈકની (કોઈક બાબતની) રુચિ કરે છે, (૯) કયારેક કાંઈના (કોઈ બાબતના) વિકલ્પ કરે છે અને (૯) ક્યારેક કાંઈક આચરણ કરે છે; દર્શનાચરણ માટે-તેઓ કદાચિત્ પ્રશમિત થાય છે, કદાચિતુ સંવેગ પામે છે, કદાચિત્ અનુકંપિત થાય છે, કદાચિત્ આસ્તિયને ધારે છે, શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિતાના ઉત્થાનને અટકાવવા અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે છે; જ્ઞાનાચરણ માટે સ્વાધ્યાયકાળને અવલોકે છે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દુર્ધર ઉપધાન કરે છે, સારી રીતે બહુમાનને પ્રસારે છે. નિહ્નવદોષને અત્યંત નિવારે છે, અર્થ, વ્યંજન અને તદુભવની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે; ચારિત્રાચરણ માટે-હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહની