________________
૬૩૩
પંચાાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચ
આચાર સાધુઓને હોય છે. (૨) જ્ઞાનાચાર; દર્શનાચાર; ચારિત્રાચાર; તપાચાર અને વીર્યાચારવાળા, શ્રમણો (૩) જ્ઞાનાચાર; દર્શનાચાર; ચારિત્રાચાર; તપાચાર અને વીર્યાચારવાળા શ્રમણ (૪) સમ્યગ્દષ્ટિજીવ, પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે. અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જયારથી તેને સ્વ-પરના, વિવેકરૂપ ભેદ વિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજ ભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઇ ત્યાગવાનું કે, નથી કાંઇ ગ્રહવાનું –અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવ દષ્ટિની અપેક્ષાએ, આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વ બદ્ધ કર્મોના ઉદયના નિમિત્ત, અનેક પ્રકારના વિભાવભાવરૂપે પરિણમે છે. એ વિભાવ પરિણિત નહિ છૂટતી દેખીને, તે આકુળ-વ્યાકુળ પણ થતો નથી. તેમ જ સમસ્ત વિભાવ પરિણતિને ટાળવાનો, પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવ પરિણ રહિત, સ્વભાવટિના જોરરૂપ પુરુષાર્થ ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર, તેને પહેલાં અશુભ પરિણતિની, હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ, પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભરાગના ઉદયની ભૂમિકામાં, ગૃહવાસનો અને કુટુંબનો ત્યાગી થઇ, વ્યવહાર રત્નત્રયરૂપ પંચાચારોને, અંગીકાર કરે છે. જો કે જ્ઞાનભાવથી, તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે. તો પણ પર્યાયમાં શુભ રાગ નહિ છૂટતો હોવાથી, તે પૂવોક્ત રીતે, પંચાચારને ગ્રહણ કરે છે. (૫) જ્ઞાનાચાર; દર્શનાચાર; ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારવાળા શ્રમણો. (૬) (૯) દર્શનાચાર=અનુપચરિત અસભૂત વ્યવહારનયથી આત્મા અને દ્રવ્યકર્મ, નોકર્મનો સંબંધ છે તથા અશુદ્ધ નિશ્ચયનયથી મતિજ્ઞાનાદિ વિભાવગુણ પર્યાય અને નર-નારકાદિ વિભાવ દ્રવ્યપર્યાયનો પણ આત્માની સાથે સબંધ છે તો પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ આત્મામાં ઉપર કહેલો કોઇ પ્રકારનો સંબંધ નથી. એવું જે ચિદાનંદ ચિદ્રુપ એક અખંડ સ્વભાવવાળું શુદ્ધ સહજાત્મતત્વ છે, તે જ સર્વ પ્રકારે સત્ય છે. તે જ પરમાથરૂપ સમયસાર કહેવાય છે. તે શુદ્ધત્મતત્વ જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. અને તે સિવાય
સકલ પદાર્થો હેય, તજવા યોગ્ય છે. એવી ચલ, મલિન, અને અવગાઢ આદિ દોષોથી રહિત પ્રતીતિ થવી-શ્રદ્ધા થવી તે સમ્યક્ત કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત્ તે સમ્યગ્દર્શનરૂપે પરિણમન તે દર્શનાચાર છે. (૯) જ્ઞાનાચાર : ઉપરોકત શુધ્ધ સહજાત્મ સ્વરૂપમાં જ સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત જે સ્વસંવેદનરૂપ ગ્રાહકબુદ્ધિ થવી તે સમ્યજ્ઞાન છે. તેમાં આત્મપરિણતિ થવી તે સમ્યજ્ઞાનાચાર છે. (*) ચારિત્રાચાર : સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરી જે નિત્ય આનંદમય નિજ રસનો આસ્વાદ, નિશ્ચલ અનુભવ તે સમ્યક્રચારિત્ર છે, તેનું જે આચરણ એટલે તે રૂપે પરિણમવું તે ચારિત્રાચાર છે. (૯) તપાચાર : પરવસ્તુની અભિલાષાનો ત્યાગ કરી આનંદમય શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં તપવું તે તપ છે. અને તેમાં ત૫માં પરિણમવું તે તપાચાર છે. (૯) વીર્યચાર : પોતાની શકિતને છુપાવ્યા સિવાય શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે વીર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કહ્યા. વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે છે : (૯) દર્શનાચાર : નિશક્તિતત્વ, નિકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્વ,
નિર્મૂઢદષ્ઠિત્વ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને
પ્રભાવનાસ્વરૂપ દર્શનાચાર (૯) જ્ઞનાચારઃ કાળ, વિનય, ઉપધાન, અનિદ્ભવ, અર્થ, વ્યંજન,
અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર છે. (*) ચારિત્રાચાર : પંચ મહાવ્રત સહિત કાય-વચન-મનગુદ્ધિ અને
ઇર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપણ-પ્રતિષ્ઠાપન સમિતિ સ્વરૂપ ચારિત્રાચાર તપાચાર : અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશવ્યાસન, કાયકલેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાધૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગસ્વરૂપ તપાચાર.