________________
નવમી ગ્રેવેયકે જનાર જીવને, વયવહાર શ્રદ્ધા જ્ઞાન અને શુભ પ્રવૃત્તિ હોય છે. બાહ્યથી, નગ્ન દિગંબર મુનિપણું હોય છે. પંચ મહાવ્રતનું પાલન સાવધાની પૂર્વક હોય છે. પણ અંતરમાં પરથી નિરાળા છું, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છે, કોઈનો મારે આશ્રય છે જ નહિ, એવી સ્વાવલંબી
તત્ત્વશ્રદ્ધા નથી, તેથી ભવભ્રમણ ન ટળ્યું. પંથ પરાવર્તનનું સ્વરૂપ દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન; કાળ પરાવર્તન; ભવ
પરાવર્તન અને ભાવ પરાવર્તન (૧) દ્રવ્ય પરાવર્તન = એકેક આત્માને દરેક પરમાણુ દેહ પણે,-સંયોગપણે આવ્યાં
ને ગયાં, વાણી મન, કર્મવર્ગણારૂપે બધાં પરમાણુનો, અનંતવાર સંયોગ કર્યો, પુણ્ય પાપના સંયોગે અનંત પ્રકારના આકારવાળા દેહ, જીવે અનંતવાર
ધારણ કર્યા, પણ અસંયોગી આત્મ તત્ત્વની વાત સાંભળી નહિ. (૨) ક્ષેત્ર પરાવર્તન =લોકાકાશનું એવું કોઈ ક્ષેત્ર નથી કે, જ્યાં જીવ અનંતવાર
જભ્યો-મર્યો ન હોય, પુણ્ય-પાપના વિકારી ભાવો કર્યો ને તેનાં ભોગ્યસ્થાનરૂપ અસંખ્યાત ક્ષેત્રમાં, અનંત જન્મમરણ કર્યો, પણ આત્મા પરથી નિરાળો, અતીન્દ્રિય જ્ઞાનમૂર્તિ છે, તેને જાણ્યો નહિ. કાળ પરાવર્તન= વીશ ક્રોડાકોડી સાગરોપમના, જેટલા સમય થાય, તે એકેક સમયે, પરિભ્રમણ કરતાં જીવ અનંતવાર જભ્યો મર્યો, પણ એકવાર આત્માને જાણ્યો નહિ. ભવ પરાવર્તન = નારકી, તિર્યંચ, મનુષ્ય તથા દેવના ભવ, અનંતવાર કર્યા, કોઇ વાર સડેલો કૂતરો થયો, તો કોઈ વાર મોટો રાજા થયો, એક સેકન્ડમાં કરોડો રૂપિયા પેદા થાય એવી રાજ્ય સંપદા પામ્યો, ત્યાંથી મરીને, નરકમાં પણ જાય, ત્યાંથી ભંડ, સિંહ થાય. એમ ભવચક્ર ચાલ્યા કરે, પણ નિર્વિકારી અનંત સુખ મૂર્તિ આત્મા, પરથી જુદો છે. એવી અપૂર્વ વાત જીવે કહી
સાંભળી નથી. (૫) ભાવ પરાવર્તન= જીવે અનંત પ્રકારના શુભ અશુભ, પુણય-પાપના ભાવો
કર્યા. એકેક સેકન્ડમાં અબજો રૂપિયાનું દાન આપવાના શુભભાવ કર્યા, તો કઇ વાર તીવ્ર મૂર્છા વડે મહાપાપ બાંધી નરકમાં જવાનાં, ભાવ કર્યા.
૬૩૫ શુભાશુભ ભાવ વડે નિરંતર પરિભ્રમણ કર્યું. આવું પરિભ્રમણ અનાદિથી ચાલુ છે. પણ સમ્યજ્ઞાન વડે, કોઇવાર આંતરો પાડયો નહિ. પર્વત ઉપર વીજળી પડવાથી થયેલ ફાટ રણથી સંધાય નહિ તેમ હું જ્ઞાન જયોતિ, ચિદાનંદ, પરથી જુદો એવું ભેદજ્ઞાન થાય, પછી મોક્ષદશા પ્રગટ થયા વિના, રહે નહિ. યથાર્થ આત્મજ્ઞાન વિના, બીજું બધું જીવે અનંતવાર કર્યું છે. શરીરે કાંટા વીંટી બાળી મૂકે, પણ ક્રોધ ન કરે, છ છ મહિનાના ઉપવાસ કરે ને પારણે એક ચોખાનો દાણો ખાઇ, ફરી છ મહિનાના ઉપવાસ કરે, ઉત્કૃષ્ટ પુણ્યભાવ અજ્ઞાનપણે કરી નવમી રૈવેયક સુધી ગયો, પણ પુણ્ય પાપ રહિત, આત્મસ્વભાવને જાણ્યો નહિ, તેથી એક પણ ભાવ ઘટયો નહિ.શુભ અશુભ ભાવના અસંખ્ય પ્રકાર છે, તેમાં મિથ્યા દ્રષ્ટિથી થતાં, ઊંચામાં ઊંચા પુણ્ય અને ઘોર પાપ જીવે અનંતવાર કર્યા. નવમી રૈવેયકે જનાર જીવને વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન અને, શુભ પ્રવૃત્તિ હોય છે. બાહ્યથી, નગ્ન દિગંબર મુનિપણું હોય છે. પંચ મહાવ્રતનું પાલન, સાવધાની પૂર્વક હોય છે. પણ અંતરમાં પરથી નિરાળો છું, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છું. કોઇના મારે આશ્રય છે જ નહિ, એવી સ્વાવલંબી
તત્વશ્રદ્ધા નથી. તેથી ભવભ્રમણ ન ટળ્યું પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંણી (૨) જેને પાંચ ઈન્દ્રિયો હોય છે, એવા પ્રાણી પંચેન્દ્રિય જીવો સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેદ્રિયના
આવરણના ક્ષયોપશમને લીધે, મનના આવરણનો ઉદય હોતા, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને જાણનાર જીવો મનરહિત પંચેન્દ્રિય જીવો છે; કેટલાક પંચેન્દ્રિય જીવો તો મનના આવરણનો પણ ક્ષયોપશમ હોવાથી મનસહિત બળવાન પંચેંદ્રિય જીવો હોય છે. તેમાં દેવો, મનુષ્યો અને નારકો મનસહીત જ હોય છે; તિર્યચો-જળચર, ખેચર ને સ્થળચર-બંને જાતિનાં (અર્થાત મનરહિત અને મનસહિત) હોય છે. (૨) વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે-તેઓ બળવાન પંચેન્દ્રિય જીવો છે.