________________
૬૪૦ ચિત્તવાળા વર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂર્ણિત જેવા, સુષુપ્ત જેવા, પુષ્કળ ઘી-સાકર ખીર ખાઈને તૃપ્તિ પામેલા (ધરાયેલા) હોય એવા, જાડા શરીરને લીધે જડતા (મંદતા, નિષ્ક્રિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી મૂઢતા થઈ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટ ચૈિતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, મુર્તીદ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ તૈકર્પરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ પદ પામ્યા થકા, (માત્ર) વ્યક્ત અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થકા પ્રાપ્ત થયેલા હલકા (નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક કેવળ પાપને જ બાંધે છે. કહેવું પણ છે કે નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી (ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે
સર્વવિરતિરૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક યોગનિગ્રહ જેનું લક્ષણ છે (-યોગનો બરાબર નિરોધ કરવો તે જેનું લક્ષણ છે) એવી ગુપ્તિઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે; ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે. તપાચરણ માટે-અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશાસન અને કાયલેશમાં સતત ઉત્સાહિત રહે છે; પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ પરિકર વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે; વીર્યાચરણ માટે-કર્મકાંડમાં સર્વ શક્તિ વડે વ્યાપૃત રહે છે; આમ કરતા થકા, કર્મચેતનાપ્રધાનપણાને લીધે જો કે અશુભકર્મપ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તોપણ-શુભ કર્મપ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઊતરેલી દર્શનશાનચારિત્રની ઐકયપરિણતિરૂપ જ્ઞાનચેતનાને જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિવાળા થકા, દેવલોકાદિના લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસારસાગરમાં ભમે છે. કહ્યું પણ છે કે જેઓ ચરણપરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપારરહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચયશુદ્ધ (આત્મા) તેને જાણતા નથી. (હવે કેવળનિશ્ચયાલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે :-). હવે જેઓ કેવળ નિશ્ચયાલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરકત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્ધી-વિંચેલી રાખી કાંઈક પણ સ્વબુદ્ધિથી અવલોકીને યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ-જેમ સુખ ઊપજે તેમ-રહે છે). તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવને તિરસ્કારતા થકા, અભિન્નસાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ (શુભ તેમજ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ), પ્રમાદમદિરાના મદથી ભરેલા આળસુ
(હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકા અનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ-). પરંતુ જે અપુનર્ભવને (મોક્ષને માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ એકને જ નહિ અવલંબતા હોવાથી (કેવળ નિશ્ચયાવલંબી કે કેવળ વ્યવહારાવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધ ચૈતન્યરૂ૫ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડ પરિણતિને માહાભ્યમાંથી વારતા (શુભ ક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાભ્ય નહિ અર્પતા), અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્ય-ઉપયુકત રહે છે, તેઓ (તે મહાભાગ ભગવંતો), ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા (સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને છોડતા), અત્યંત નિપ્રમાદ વર્તતા, અત્યંત નિકંપમૂર્તિ હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં જેમણે